Home મહેસાણા મહેસાણા માં ઝાપટું પડ્યું, જોટાણામાં 7, વિસનગરમાં 4, સતલાસણામાં 3 મીમી

મહેસાણા માં ઝાપટું પડ્યું, જોટાણામાં 7, વિસનગરમાં 4, સતલાસણામાં 3 મીમી

0
8

મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 3 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. જેમાં જોટાણામાં 7, વિસનગરમાં 4 અને સતલાસણામાં 3 મીમી નોંધાયો હતો. મહેસાણા શહેરમાં ઝાપટું પડ્યું હતું. પાટણમાં સાંજે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.તો સરસ્વતીમાં 30, હારિજમાં 23, ચાણસ્મા અને રાધનપુરમાં 19-19 મીમી નોંધાયો હતો. પાલનપુરમાં 21, વડગામમાં 13, દાંતામાં 9 અને લાખણીમાં 8 મીમી વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે અરવલ્લીના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા બની છે. જોકે, આ સમયે પવનની ગતિમાં વધારો જોવા મળશે.

પાટણમાં મકાન પર ઝાડ પડતાં ત્રણને ઇજાઓ

પાટણ શહેરમાં સાંઈબાબા મંદિર સામે મકાન પર ઝાડ તૂટી પડતાં ઘરના ત્રણ સભ્યોને ઇજા થઇ હતી. તો ચંદ્રુમાણા ગામે વીજળી પડતાં શોર્ટ સર્કિટથી મકાનનું વાયરીંગ બળી ગયું હતું અને બે પક્ષીનાં મોત થયા હતા. સરસ્વતીના વારેડા ગામે વીજળી પડવાથી ગાયનું મોત નીપજ્યું હતું.

Live Scores Powered by Cn24news