આમ આદમી પાર્ટી ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં ચૂંટણી લડશે

0
0

દિલ્હીની સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી (આપ)એ આગામી બે વર્ષમાં દેશના 6 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, પંજાબ અને ગોવામાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારશે.

કેજરીવાલે ગણતંત્ર દિવસની હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી

આ કારોબારીની બેઠકમાં સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દેશનો ખેડૂત ખૂબ દુઃખી છે, છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે, નવા ખેડૂત બિલથી ખેડૂતોની ખેતી ઝૂંટવીને મૂડીવાદીઓને આપવાની તૈયારી છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ હતી પરંતુ ખેડૂતો પર ખોટા કેસ થઈ રહ્યા છે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જે પાર્ટી હિંસા માટે જવાબદાર છે, તેમની વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય. તેમણે કહ્યું કે ખેડૂતોનો સાથ આપવા માટે ઝંડા, ડંડા, ટોપી ઘરે મૂકીને જાય, એક સામાન્ય નાગરિક બનીને ખેડૂતોને સમર્થન આપો.

‘25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે’

​​​​​​​અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજકાલ આપણા દેશનો ખેડૂત વધુ દુઃખી છે. 70 વર્ષથી તમામ પાર્ટીઓએ મળીને ખેડૂતોને છેતર્યા છે. ક્યારેક કહે છે ખેડૂતોની લોન માફ કરીશું, પણ કોઈએ લોન માફ કરી નથી. ખેડૂતોના સંતાનોને નોકરી આપવાનું વચન આપ્યું પણ નોકરી ન આપી. છેલ્લા 25 વર્ષમાં સાડા ત્રણ લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here