હળવદ : વાહનોની અવર જવર પર નિયંત્રણ રાખવા હાઇવે ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

0
8
હળવદ : હળવદમાં સમગ્ર પોલીસ સ્ટાફ સતત ખડેપગે રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવી રહ્યો છે.ત્યારે હળવદ શહેરમાંથી કોઈ બહાર ન જાય અને બહારનો કોઈ વ્યક્તિ બિનજરૂરી કામ માટે શહેર અંદર ન પ્રવેશેનહિ તે માટે આજે જિલ્લા પોલીસ વડાએ હળવદ શહેરની સરહદો ઉપર ખાસ બંદોબસ્ત ગોઠવી દેવાની સૂચના આપી હતી.જેના પોલીસે હળવદની સરહદો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
હળવદમાં લોકડાઉનના કડક અમલ માટે શરૂઆતથી સમગ્ર હળવદ પોલીસ સ્ટાફ કટિબદ્ધ છે. લોકડાઉન વચ્ચે પણ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતું હોવાથી હળવદ શહેરની સલામતી માટે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ હળવદ શહેરમાં બિનજરૂરી કામ માટે બહારના લોકોને અટકાવવા શહેરની સરહદો ઉપર ચેક પોસ્ટ ઉભી કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સ્થાનિક પોલીસને સૂચના આપી હતી.જેના પગલે હળવદ પી.આઈ સંદિપ ખાંભલા અને પોલીસ સ્ટાફ દ્વારા હળવદની સરહદો ઉપર ચેક પોસ્ટ બનાવી ખાસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.જેમાં હળવદ હાઈવે પર આવેલ ઢવાણા ગામના પાટીયા પાસેની અને મોરબી ચોકડી પાસેની ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે અને બહારના વ્યક્તિઓને અટકાવવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે.ત્યારે હવે બીન જરૂરી કામે નીકળતા ફોર વિલર અને ટુ વિલર પર કાર્યવાહી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હળવદ થી કચ્છ અમદાવાદ હાઈવે પસાર થતો હોય જેથી હાલ અમદાવાદમાં કોરોનાના કેસમા ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને હાઇવે પરથી કચ્છ-મોરબી જવાતું હોય જેથી આ હાઇવે પર વાહનોની અવર જવર ઉપર નીયંત્રણ રાખવામાં આવશે.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here