વલસાડ જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા પર બેસવા જાય એ પહેલાં કૉંગ્રેસ કાર્યાલય ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત 

0
21
વલસાડ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોવિડ 19 મહામારી કેસના ટેસ્ટ ખૂબ જ ઓછા એટલે કે ખૂબ જ ધીમી ગતિએ થતા હોવાથી જાહેર જનતાના આરોગ્ય માટે હાનિકારક છે. તેના વિરોધમા વલસાડ જિલ્લા કોંગ્રેસના માજી સંસદ સભ્ય કિશનભાઈ પટેલની આગેવાની હેઠળ 10.30 વાગે વલસાડ જિલ્લા કલેકટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.પરંતુ ધરણા પહેલા  જ વલસાડ ના કોંગ્રેસ કાર્યાલય પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. માજી સાંસદ કિશન પટેલ દ્વારા અપાયેલ ધરણા ના કાર્યક્રમ ને લઈને પોલીસ સતર્ક જોવા મળી હતી અને ધરણા ન કરવા પોલીસ ની કોંગ્રેસ ને અપીલ કરવામાં આવી હતી .કોંગ્રેસ પ્રમુખ સહિત માજી સાંસદ કિશન પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેકટર ને મૌખિક રજુઆત કરી હતી.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here