Saturday, October 16, 2021
Homeસંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો, ભૂમિ પૂજન કાર્યક્રમને પગલે રાજ્યમાં પોલીસ સ્ડેન્ડ...
Array

સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો, ભૂમિ પૂજન કાર્યક્રમને પગલે રાજ્યમાં પોલીસ સ્ડેન્ડ ટુ

અયોધ્યામાં આજે રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમને પગલે અમદાવાદ સહિત ગુજરાતમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશો આપવામાં આવ્યા છે, તેમાંયે ખાસ કરીને અમદાવાદમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પોલીસની પરમિશન વગર આરતી, દિપ પ્રાગટય અને આતશબાજી જેવા કાર્યક્રમોનું આયોજન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અયોધ્યા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. જેને પગલે ગુજરાતમાં કોઇપણ જાતની અપ્રિય ઘટના ના બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશો આપવામાં આવ્યા છે, જેને લઇને અમદાવાદ શહેરમાં એસઆરપીની વધુ ત્રણ કંપની ફાળવીને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદમાં વીએચપી અને બજરંગદળ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાના મેસેજ સોશિયલ મિડિયામાં વહેતા થયા હતા. જેમાં ખાસ કરીને ઉસ્માનપુરા વિસ્તારમાં ચાંપાનેર સોસાયટી પાસે સવારે ભવ્ય મહા આરતી અને આતશબાજી તથા બોપલ વકીલ બ્રિજ, ઇસકોન બ્રિજ, લો-ગાર્ડન ખાત સવારે ૧૧ થી ૩ વાગ્યા સુધી રામ મંંદિર શિલાન્યાસ ઉત્સવ અને સાયન્સ સિટી રોડ ઉપર સોલા બ્રિજ નીચે બહુચર માતા મંદિર ચોક ખાત સાંજે ૬.૩૦ વાગે ૧૧૦૦૦ દિપ પ્રાગટય કરવામાં આવશે. જો કે અત્યારે કોરોનાની મહામારીના કારણે અમદાવાદ પોલીસ દ્વારા એક પણ કાર્યક્રમને પરમિશન આપવામાં આવી નથી. જેથી અમદાવાદ શહેરમાં કોઇપણ જાતની અચ્છનિય ઘટના બને નહી જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments