ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટ ‘બિગ બોસ’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેશે, અનેક વિવાદોમાં નામ જોડાયું છે

0
16

હંમેશાં ચર્ચામાં રહેતી હરિયાણાની ભાજપા નેતા સોનાલી ફોગાટ હવે રિયાલિટી શો ‘બિગ બોસ’માં જોવા મળશે. ટિકટોક સ્ટાર સોનાલી હવે ‘બિગ બોસ’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેશે. સોનાલીની દીકરી હોસ્ટેલમાં ભણે છે અને તેનું ઘર હિસારમાં છે. અહીંયા સોનાલીની ઘણી દુકાનો છે અને ઢંઢૂર ગામમાં પણ જમીન છે. 2016માં સોનાલીના પતિ સંજયનું ફાર્મહાઉસમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. તે સમયે સોનાલી મુંબઈમાં હતી.

ભાજપમાં એક્ટિવ, ટીવી સિરિયલ ‘અમ્મા’માં નવાબ શાહની પત્ની બની હતી
સોનાલી અંદાજે 10 વર્ષથી ભાજપમાં જોડાયેલી છે. હાલમાં તે પાર્ટીની વુમન વિંગની નેશનલ વર્કિંગ કમિટીની વાઈસ પ્રેસિડન્ટ છે. સોનાલીએ હિસાર દૂરદર્શનમાં એકરિંગ પણ કર્યું છે. પછી તે મુંબઈ આવી હતી. ટીવી સિરિયલ ‘અમ્મા’માં નવાબ શાહની પત્નીનો રોલ પ્લે કર્યો હતો.

બહેન-જીજાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સોનાલીએ ગયા વર્ષે પોતાની બહેન તથા જીજાજી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. તેણે આક્ષેપ મૂક્યો હતો કે તેમણે તેની સાથે મારપીટ કરીને ધમકી આપી હતી.

ભારત માતાની જય ના બોલનાર લોકોને પાકિસ્તાની કહ્યા હતા
વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સોનાલી ફોગાટ ચર્ચામાં રહી હતી. આદમપુર સીટ પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી. જોકે, તે કોંગ્રેસના કુલદીપ બિશ્નોઈ સામે 30 હજારથી વધુ મતોથી હારી ગઈ હતી. તેણે ભારત માતાની જય ના બોલનારાઓને પાકિસ્તાની કહ્યા હતા.

માર્કેટ કમિટીના સચિવને તમાચા માર્યા
ત્યારબાદ આ વર્ષે ઓગસ્ટમાં સોનાલીનો એક વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયોમાં સોનાલીએ હિસાર માર્કેટ કમિટીના સેક્રેટરી સુલ્તાન સિંહને તમાચા માર્યા હતા. વીડિયોમાં સોનાલીની સાથે રહેલી પોલીસ મૂકદર્શકની ભૂમિકામાં જોવા મળી હતી. વિવાદ વધતા પોલીસ ફરિયાદ થઈ હતી અને હાલમાં આ કેસ કોર્ટમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here