ટેક્સ બચત સાથે વધુ વળતર મેળવવા માટે ટાઈમ ડિપોઝિટ સ્કીમ, ELSS અથવા નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં 31 જુલાઈ સુધી રોકાણ કરી શકો છો

0
21

જો તમે ટેક્સ છૂટનો લાભ લેવા માટે અત્યાર સુધી રોકાણ નથી કર્યું તો 31 જુલાઈ પહેલા રોકાણ કરો. એવી ઘણી યોજનાઓ છે જેમાં 1.5 લાખ રૂપિયાના રોકાણ પર તમને કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે. તે ઉપરાંત તેમાં રોકાણ કરવા પર સારું વળતર પણ મળે છે. અમે તમને આ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેમાં રોકાણ કરી શકો.

પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

 • પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરવા પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળી રહ્યું છે
 • તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણના સમયગાળો થવા પર આપવામાં આવે છે
 • નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જમા રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો લાભ મળે છે
 • NSC અકાઉન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
 • આ અકાઉન્ટને સગીરના નામે અને 3 પુખ્ત વયના નામે જોઈન્ટ પણ ખોલાવી શકાય છે.
 • તમે NSCમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકો છો. તેમાં રોકાણની મહત્તમ મર્યાદા નથી.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ યોજના

 • આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નક્કી અવધિ માટે એક સાથે પૈસાનું રોકાણ કરીને તમે નિયત વળતર અને વ્યાજની ચૂકવણીનો લાભ લઈ શકો છો.
 • પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ અકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીની અવધી માટે 5.5થી 6.7 ટકાના વ્યાજ આપે છે.
 • ભારતીય પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટ ના  https://www.indiapost.gov.in/vas/Pages/IndiaPostHome.aspx અનુસાર, 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરવા પર આવકવેરા કાયદા, 1961ની કલમ 80C અંતર્ગત ટેક્સ છૂટનો ફાયદો લઈ શકે છે.
 • તેમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તેમજ રોકાણની મહત્તમ મર્યાદા નથી.
 • કોઈપણ સગીરના નામે અને બે પુખ્ત વયના નામે જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
 • આ સ્કીમ અંતર્ગત વાર્ષિક આધાર પર વ્યાજ આપવામાં આવે છે, પરંતુ તેની ગણતરી ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે.

ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ ( ELSS)

 • દેશમાં 42 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ટેક્સ સેવિંગ સ્કીમ ચલાવે છે. દરેક કંપનીની પાસે ઈન્કમ ટેક્સ બચાવવા માટે ELSS છે. તેને ઓનલાઈન ઘરે બેઠા અથવા કોઈ એજન્ટ દ્વારા ખરીદી શકાય છે.
 • તેમાં જો તમે ઈન્કમ ટેક્સ બચાવવા માટે એક વખતમાં રોકાણ કરો છો તો સામાન્ય રીતે ઓછામાં ઓછું 5000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે અને જો તમારે દર મહિને રોકાણ કરવું હોય તો સામાન્ય રીતે મહિનામાં ઓછામાં ઓછું 500 રૂપિયાનું રોકાણ શરૂ કરી શકાય છે. જો કે, તેમાં 1.5 લાખ રૂપિયાની મહત્તમ ટેક્સ છૂટ લઈ શકાય છે, પરંતુ તેમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
 • ઈન્કમ ટેક્સથી બચાવતી આ સ્કીમમાં રોકાણ 3 વર્ષ માટે લોકઈન રહે છે. ત્યારબાદ રોકાણકાર ઈચ્છે તો તે પૈસા ઉપાડી શકે છે. ત્રણ વર્ષ બાદ ઈચ્છે તો સંપૂર્ણ રકમ ઉપાડી શકે છે અથવા જરૂરી હોય તેટલા પૈસા ઉપાડી શકો છો અને બાકીના પૈસા આ ELSS રાખી શકો છો.
 • ELSS માત્ર 3 વર્ષ માટે લોકઈન હોય છે, પરંતુ જો રોકાણકારક તેમાં ડિવિડન્ટ પે-આઉટનો ઓપ્શન પસંદ કરે છે તો તેને વચ્ચે વચ્ચે પૈસા મળતા રહેશે. જો કે ઈન્કમ ટેક્સ બચાવતી ELSS સ્કીમમાંથી વચ્ચેથી પૈસા ઉપાડી શકશે નહીં.
 • તેમાં રોકાણ કરવા પર વ્યાજ દરની જગ્યાએ માર્કેટ લિંક રિટર્ન મળે છે. છેલ્લા 10 વર્ષમાં ELSS મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીના લગભગ 8.46% વળતર આપવામાં આવે છે.

ક્યાં કરવું રોકાણ?

આ ત્રણ જગ્યાએ રોકાણ કરીને ઈન્કમ ટેક્સથી બચી શકાય છે. આવી સ્થિતિમાં જો કોઈ ઈન્મક ટેક્સથી બચવા માટે થોડું જોખમ લેવા માગે છે તો તેના માટે ELSS સારો ઓપ્શન છે. તેમાં પૈસા SIPના માધ્યમથી લગાવવા જોઈએ, જેમાં દર મહિને રોકાણ કરવામાં આવે છે. તેનાથી રોકાણ પરનું જોખમ ઓછું થાય છે અને સારા વળતર મળવાની શક્યતા પણ વધી જાય છે. બીજી બાજુ, જો તમે બજારના જોખમથી દૂર રહેવા માંગતા હોવ, તો નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને ટાઈમ ડિપોઝિટ યોજનમાં રોકાણ કરવું યોગ્ય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here