ટાઇમ પર્સન ઓફ ધી યરની જાહેરાત:મેગેઝિને બાઇડન અને હેરિસને કવરપેજ પર જગ્યા આપી, અમેરિકાના રાજકારણમાં પરિવર્તન લાવવા માટે આ સન્માન અપાયું

0
0

ટાઇમ મેગેઝિને 2020માં પર્સન ઓફ ધી યર માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઇડન અને વાઇસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસની પસંદગી કરી છે, બંનેને કવરપેજ પર જગ્યા આપવામાં આવી છે.

ટાઇમ મેગેઝિને 2020 માટે પર્સન ઓફ ધી યરની જાહેરાત કરી દીધી છે. આ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ ઈલેક્ટ જો બાઇડન અને વાઇસ-પ્રેસિડેન્ટ ઈલેક્ટ કમલા હેરિસને મેગેઝિનના કવરપેજ પર જગ્યા આપી છે. બંનેના ફોટા સાથે લખ્યું છે કે Changing America’s story એટલે કે બદલાતા અમેરિકાની કહાની. 1927થી ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધી યરની પસંદગી કરી રહી છે. આ વર્ષે પર્સન ઓફ ધી યરની રેસમાં અમેરિકન ફિઝિશિયન ડોક્ટર એંથની ફૌસી, રેસિયલ જસ્ટિસ મૂવમેન્ટ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હતા.

બાઈડને ગયા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે. અમેરિકાનાં દરેક 50 રાજ્યમાં ચૂંટણીને સર્ટિફાઈ માનવામાં આવી છે. તેમ છતાં ટ્રમ્પ ચૂંટણીમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવી રહ્યા છે.

 

અમેરિકાના રાજકારણમાં પરિવર્તન
મેગેઝિને બંનેને અમેરિકાના ઈતિહાસમાં પરિવર્તન લાવવા માટે પોલિટિક્સ કેટેગરીમાં આ પુરસ્કાર આપ્યો છે. ટાઈમના એડિટર-ઈન-ચીફ એડવર્ડ ફેલ્સેંથલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે બાઈડન અને કમલા હેરિસે અમેરિકન ઈતિહાસને બદલવાનો પ્રયત્ન કર્યો છે. એમાં દર્શાવવામાં આવ્યું છે કે લોકોના ભાગલા પાડવા કરતાં વધારે તાકાત તેમના પ્રત્યે હમદર્દી બતાવવામાં છે. બંનેએ દુઃખમાં ડૂબેલી દુનિયાના ઘા ઉપર મલમ લગાવવાનું વિઝન રજૂ કર્યું છે.

ઓબામા અને ટ્રમ્પ પણ રહી ચૂક્યા છે પર્સન ઓફ ધી યર
આ પહેલીવાર નથી કે જ્યારે ટાઈમે પર્સન ઓફ ધી યર માટે કોઈ પ્રેસિડન્ટ ઈલેક્ટની પસંદગી કરી છે. આ પહેલાં 2016માં ટ્રમ્પને અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી તે માટે પસંદ કર્યા હતા. આ જ રીતે બરાક ઓબામા અને જ્યોર્જ બુશને બે વાર ટાઈમ પર્સન ઓફ ધી યર તરીકે પસંદ કરી ચૂક્યા છે. જોકે આ બંનેને મેગેઝિને રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી પસંદ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે એટલે કે 2019માં જળવાયુ પરિવર્તન માટે કામ કરતાં સ્વીડનના એક્ટિવિસ્ટા ગ્રેટા થનબર્ગને આ સન્માન આપવામાં આવ્યું હતું.

1927થી પર્સન ઓફ ધી યર પસંદ કરવાની શરૂઆત
1927થી ટાઈમે પર્સન ઓફ ધી યરની પસંદગી કરવાની શરૂઆત કરી છે. 1998માં તે માટે પહેલીવાર ઓનલાઈન પોલિંગ શરૂ કરાયું હતું. અત્યાર સુધી 108 વખત આ સન્માન આપવામાં આવ્યું છે. આ કોઈ વ્યક્તિ, ગ્રૂપ, ઓર્ગેનાઈઝેશન અથવા આંદોલનને તેમના કામ માટે આપવામાં આવે છે. આ કોઈ પ્રકારનું સન્માન કે અવોર્ડ નથી. ટાઈમ તે માટે એ જોવે છે કે, આ ખિતાબ જેને આપવામાં આવશે તેનો પ્રભાવ કેટલો છે અથવા કેટલો મહત્વનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here