ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની આગામી શ્રેણીની વનડે, ટી20 તથા ટેસ્ટ મેચના લાઈવ ટેલિકાસ્ટના ટાઈમિંગની જાહેરાત.

0
31

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 2020-21ની ટૂરની શરૂઆત 27 નવેમ્બરના રોજ પ્રથમ વનડે સાથે થશે. ત્યાર પછી ટી20 અને પછી અંતમાં ચાર ટેસ્ટ મેચની સીરિઝ (બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝ) રમાવાની છે. આ અગાઉ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે પ્રેક્ટિસ મેચ પણ રમવાની છે, જે ઓસ્ટ્રેલિયા-એ અને ભારત-એ વચ્ચે રમાશે.

ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ટેસ્ટ સીરિઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ છે. 17 ડિસેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ (બોક્સિંગ ટેસ્ટ) રમાશે. આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત નંબર વન અને ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે. પ્રથમ ટેસ્ટ પછી ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટિ લીવ પર ભારત પરત આવી જવાનો છે. ટીમ ઈન્ડિયા સિડની પહોંચી ગઈ છે અને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં છે.

ભારતીય ટીમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આથી ટીમે સિડની ઓલિમ્પિક પાર્કમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ માહિતી આપી હતી. હાર્દિક પંડ્યા, પૃથ્વી શો, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ચેતેશ્વર પૂજારા, ટી નટરાજન અને દીપક ચાહર સહિતના ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

વિરાટ કોહલીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભારતવાસીઓને શનિવારે સોશિયલ મીડિયા પર દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. વિરાટે એક વીડિયો સંદેશામાં કહ્યું કે, ‘તમને સૌને મારા અને પરિવાર તરફથી દિવાળીની શુભેચ્છાઓ. ઈશ્વર તમને ખુશીઓ, શાંતિ અને સમૃદ્ધિ આપે. પ્લીઝ યાદ રાખો કે, આ દિવાળી પર ફટાકડા ન ફોડો અને પર્યાવરણને સુક્ષિત રાખો. તમારા પરિવાર અને સ્નેહિજનોની સાથે ઘરે જ આ તહેવારનો આનંદ લો. દીવા સળગાવો અને મિઠાઈઓથી દિવાળી ઉજવો. ધ્યાન રાખો’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here