Monday, January 24, 2022
HomeHair Care : લાંબા અને મજબૂત વાળ માટેની ટિપ્સ.
Array

Hair Care : લાંબા અને મજબૂત વાળ માટેની ટિપ્સ.

બીયર પીધા બાદ જો બોટલમાં થોડી બીયર વધે તો તેને ફેંકી દેવાને બદલે તમારા વાળ માટેનું કંડીશનર બનાવી લો. કેટલાંક લોકો આ વાંચીને ચોંકી ગયા હશે કે વળી બીયરથી કેવી રીતે હેર કંડીશનિંગ થઇ શકે! પણ આ શક્ય છે. આને લગાવવાથી તમારા વાળમાં મજબૂતીની સાથેસાથે ચમક પણ આવશે અને વાળ ભરાવદાર બનશે, ખરતા અટકશે અને ખોડો પણ દૂર થશે. જાણીએ તેના પ્રયોગ વિષે…

1. પ્રાકૃતિક હેર કંડીશનરનો પ્રભાવ ઇચ્છતા હોવ તો વાળને પહેલા બીયરથી ધુઓ અને પછી સામાન્ય ગરમ પાણથી. આનાથી તમારા વાળ મુલાયમ બનશે.

2. જો વાળને ચમકીલા અને ભરાવદાર બનાવવા હોય તો તેને બીયર અને સફરજનના સરકાના મિશ્રણ સાથે ધુઓ. આ મિશ્રણ શેમ્પૂ કર્યા બાદ જ વાળ પર લગાવો.

3. બીયરના કપમાં થોડું જોજોબા ઓઇલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો અને થોડીવાર પછી વાળ સારી રીતે ધોઇ લો.

4. જો તમારે વધુ સારું પરિણામ જોઇતું હોય તો બીયરની બોટલને એક આખી રાત ખુલ્લી મૂકી દો. સવારે તેને ગરમ કરો અને તેમાં થોડો લીંબુનો રસ અને 2 ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. તેને વાળમાં 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સારી રીતે ધોઇ લો.

5. નિસ્યંદિત પાણી, લીંબુનો રસ, બીયર અને સરકાને એકસાથે મિક્સ કરી શેમ્પૂ કરેલા વાળ પર લગાવો. થોડીવાર રહેવા દઇ વાળ ધોઇ લો.

6. જો વધારે મથામણ કરવા નથી ઇચ્છતા તો સીધા શેમ્પૂ અને પાણી સાથે બીયર મિક્સ કરી લગાવી દો. તેનાથી વાળ તો મજબૂત બનશે જ સાથે કોમળ પણ થશે.

7. બીયરમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને માલટોસ હોય છે જે વાળની દેખરેખ માટે મહત્વની સામગ્રીઓ ગણાય છે. તેમાં બાયોટિન પણ હોય છે જે ટાલ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ખોડો ભગાડે છે. માલટોસ વાળને મજબૂતી અને વિટામિ સી પ્રાકૃતિક ચમક આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular