ટિપ્સ : તમારા વાળ ઓઈલી છે તો તેને વધારે બ્રશ ન કરો, વાળ ન ખરે તે માટે રબરબેન્ડથી ફીટ બાંધવાનું ટાળવું

0
4

તમારા વાળ સુંદર દેખાય અને તેમાં કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય, તેના માટે આપણે ઘણી સામાન્ય અને જરૂરી પદ્ધતિઅપનાવીએ છીએ. પરંતુ આપણી ત્વચાની જેમ વાળને પણ ધૂળ અને પ્રદૂષણની અસર થાય છે. તે વાળના મૂળને નુકસાન પહોંચાડે છે અને ગંભીર સમસ્યાઓનું કારણ બને છે. દેશના જાણીતા બ્યુટિશિયન શહેનાઝ હુસૈન પાસેથી જાણો વાળની સંભાળ રાખવાની ટિપ્સઃ

1. જો તમારા વાળ ઓઈલી છે તો તેને વધારે બ્રશ ન કરો. તેમજ ભીનાવાળમાં બ્રશ કરવાનું ટાળવું જોઈએ. હંમેશાં પહોળા દાંતાવાળા કાંસકાથી વાળ ઓળવવા જોઈએ. સપ્તાહમાં એક વખત કાંસકા અને બ્રશને ધોવા પણ જરૂરી છે. તેને ધોવા માટે એન્ટિસેપ્ટિક સોલ્યુશનના કેટલાક ટિપાંની સાથે એક મગમાં સાબુના પાણીમાં તમારો બ્રશ અને કાંસકો થોડીવાર માટે રાખીને મૂકી દો. બાદમાં જૂના બ્રશથી તેને રગડીને સાફ કરો.

2. ઓઈલી વાળને સપ્તાહમાં ત્રણથી ચાર વખત ધોવા. આ રીતે વાળ ધોવા માટે ક્રિમવાળા હેર કન્ડિશનરથી બચવું. વાળમાંથી તેલ ઓછું કરવા માટે હેર રિન્સનો ઉપયોગ કરો.

3. એક મગ પાણીમાં બે ચમચી સફરજન સીડર મિક્સ કરો અને શેમ્પૂ કર્યા બાદ રિન્સની જેમ વાળમાં લગાવો. તે વાળના મૂળના પીએચને સામાન્ય રાખવામાં મદદ કરે છે.

4. વાળ ન ખરે, તે માટે વાળને રબરબેન્ડથી એકદમ ફીટ બાંધવાનું ટાળવું જોઈએ. તેને હેર ડ્રાયર્સ અને બ્રશ પણ ન કરવા જોઈએ. પહોળા દાંતાવાળા કાંસકાથી વાળ ઓળવવા જોઈએ. સપ્તાહમાં બે વખત શુદ્ધ નારિયેળ તેલ હુંફાળું કરીને વાળમાં લગાવવું ફાયદાકારક છે. ત્યારબાદ ગરમ પાણીમાં ટૂવાલ પલાળીને અને નીચોવીને માથા પર પાઘડીની જેમ વીંટાળી લો. તેને પાંચ મિનિટ સુધી રાખો અને આ પ્રોસેસ ત્રણથી ચાર વખત કરવી. તેનાથી તમારા વાળ અને મૂળમાંથી તેલ સારી રીતે શોષાઈ જશે.

5. હેન્ડ હોલ્ડ હેર ડ્રાયર ડિવાઇસ માર્કેટમાં ઉપલબ્ધ છે. તેનાથી તમે તમારા વાળને ટેમ્પરરી સ્ટ્રેટ કરી શકો છો. વાળમાં ભેજ છે તો અલગ અલગ ભાગ કરી લો અને દરેક ભાગને સારી રીતે ડ્રાયર કરો. તમારા વાળ બીજા શેમ્પૂ સુધી સીધા રહેશે. ધ્યાન રાખવું કે વાળથી 6 ઈંચ જેટલું દૂર રાખવું હેર ડ્રાયર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here