Thursday, April 18, 2024
Homeટિપ્સ : પાર્ટીમાં નેટ સ્કાર્ફ યુનિક લુક આપશે, સ્કાર્ફની આ વેરાયટીની સાથે...
Array

ટિપ્સ : પાર્ટીમાં નેટ સ્કાર્ફ યુનિક લુક આપશે, સ્કાર્ફની આ વેરાયટીની સાથે મેળવો સ્ટાઇલિશ લુક

- Advertisement -

સ્કાર્ફ હવે ઉનાળાની એસેસરિઝ નથી પરંતુ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ થઈ ગયો છે. તે વિવિધ પ્રિન્ટ અને પેટર્નમાં માર્કેટમાં મળે છે. તેને પહેરવાથી તમારો લુક એકદમ બદલાઈ જાય છે. જાણો કેટલાક લેટેસ્ટ સ્કાર્ફની વેરાયટી વિશે.

કોટન સ્કાર્ફ
કોટન સ્કાર્ફનો ઉપયોગ મોટાભાગે ગરમીમાં કરવામાં આવે છે કેમ કે તે લાઈટવેટ હોય છે અને તેનું કોટન ફેબ્રિક હોય છે. તે લાઈટવેટ હોવાને કારણે એક જગ્યાએ રહે છે અને તેને ડિફરન્ટ રીતે બાંધી શકાય છે. તે માર્કેટમાં સરળતાથી મળી જાય છે. તે લગભગ 200 રૂપિયાની રેન્જથી શરૂ થાય છે.

નેટ સ્કાર્ફ
નેટનું કાપડ સ્કાર્ફ બનાવવા માટે ઉપયોગ થાય છે. સ્કાર્ફ માટે ચિકન નેટ ફેબ્રિકને પસંદ કરવું જોઈએ. નેટ સ્કાર્ફ મોટાભાગે પાર્ટીમાં પહેરવામાં આવે છે. તે આશરે 400 રૂપિયાની રેન્જથી મળવાનું શરૂ થાય છે.

સિલ્ક સ્કાર્ફ
સિલ્ક ઘણું મોંઘું કપડું હોય છે અને સિલ્ક સ્કાર્ફની વાત કંઈક અલગ જ છે. હાથેથી પ્રિન્ટ કરવામાં આવેલા સિલ્ક સ્કાર્ફની ડિમાન્ડ વધારે રહે છે. તેની કિંમત 2000 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્ટાર્ફ ઓફલાઈનની સાથે ઓનલાઈન પણ મળે છે.

હાથથી ગુંથેલા વુલન સ્કાર્ફ
વુલન સ્કાર્ફને હાથથી ગુંથવામાં આવે છે. તે ઘણા બધા શેપ અને સાઈઝમાં માર્કેટમાં મળે છે. તે ઠંડી દૂર કરવા માટે કામમાં આવે છે. આ સ્કાર્ફ ઓફલાઈન અને ઓનલાઈન બંને જગ્યાએ મળે છે. તેની કિંમત 500 રૂપિયાથી શરૂ થાય છે.

ટ્રાયએંગલ સ્કાર્ફ
શિયાળાની સાથે ઉનાળામાં પણ ટ્રાયએંગલ સ્કાર્ફને પહેરવાનું લોકો પસંદ કરે છે. આ સ્કાર્ફને ફેશન એસેસરિઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે નામથી જ ખબર પડી જાય છે ટ્રાયએંગલ સ્કાર્ફ એક ટ્રાયએંગલ શેપમાં હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular