TMC દ્વારા રાજ્યોમાં ‘શહીદ દિવસ’ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

0
0

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની તો એન્ટ્રી થઈ ગઈ છે. 2022ની ચુંટણી અગાઉ હવે TMCની પણ એન્ટ્રી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા શહીદ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ અમદાવાદમાં TMCના કાર્યકરોએ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો. અત્યાર સુધીમાં પ્રથમ વખત TMCનો ગુજરાતમાં કાર્યક્રમ યોજાયો છે, જે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ સંકેત છે.

અમદાવાદમાં TMCનો ‘શહીદ દિવસ’ કાર્યક્રમ

પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા. 11 કાર્યકરોના મોત બાદ 21 જુલાઈના દિવસે TMC દ્વારા શહીદ દિવસ મનાવવામાં આવે છે. દર વર્ષે 21 જુલાઈએ TMC દ્વારા કાર્યક્રમ યોજવામાં આવે છે, ત્યારે આ વર્ષે કાર્યક્રમ યોજાયો છે પરંતુ આ વર્ષના કાર્યક્રમમાં ગુજરાતને પણ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ઈસનપુરની હોટલમાં TMCના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો
ઈસનપુરની હોટલમાં TMCના કાર્યકર્તાઓએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લીધો

ઈસનપુરમાં TMC કાર્યકર્તાઓ વર્ચ્યુઅલી જોડાયા

અમદાવાદના ઈસનપુર ખાતેના એક રેસ્ટોરન્ટમાં પ્રોજેકટર પર લાઈવ કાર્યક્રમ શરૂ કરીને TMCના કાર્યકરો વર્ચ્યૂઅલી જોડાયા હતા. ગુજરાતમાં સૌ પ્રથમ વખત TMC નો કાર્યક્રમ યોજાતા રાજકારણ ગરમાયું છે અને આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં મોદી અને શાહના ગઢ ગુજરાતમાં TMC ધમાકેદાર એન્ટ્રી કરે તો નવાઈ નહીં.

અમદાવાદમાં મમતા બેનરજીના બેનરો લાગ્યાં
અમદાવાદમાં મમતા બેનરજીના બેનરો લાગ્યાં

વિપક્ષને એકજૂથ થવા મમતા બેનરજીનું આમંત્રણ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મમતા બેનરજીની નજર હવે લોકસભા ચૂંટણી પર છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મમતા બેનરજી બીજેપી વિરોધી પાર્ટીને એકજૂથ કરવામાં જોડાઈ ગઈ છે. બુધવારે શહીદ દિવસે મમતા બેનરજીએ વિપક્ષની પાર્ટીઓને એકજૂથ થવા માટે આમંત્રણ આપીને દિલ્હીની સત્તાને હટાવવાની વાત કરી હતી. વર્ચ્યુઅલ પ્રસારણમાં દિલ્હીના કન્સ્ટિટ્યૂશન ક્લબમાં આયોજિત કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, સપા નેતા રામગોપાલ યાદવ, જયા બચ્ચન, પી. ચિદમ્બરમ સહિત મુખ્ય બીજેપી વિરોધી નેતા એકજૂથ થયા હતા.

પહેલીવાર તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ ભાષણ પ્રસારિત કરાયું
પહેલીવાર તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ ભાષણ પ્રસારિત કરાયું

 

ગુજરાત સહિત પંજાબ, દિલ્હીમાં પણ ભાષણ પ્રસારિત કરાયું

બપોરે બે વાગ્યાથી મમતા બેનરજીના ભાષણને પશ્ચિમ બંગાળથી મોટા પડદા પર પ્રસારિત કરવામાં આવ્યું હતું અને પહેલીવાર તમિલનાડુ, દિલ્હી, પંજાબ, ત્રિપુરા, ગુજરાત અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાં પણ આ ભાષણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. મમતા બેનરજી સાથે સ્ટેજ પર બીજેપીમાંથી ટીએમસીમાં સામેલ મુકુલ રોય પણ હાજર રહ્યા હતા.

આ લડાઈ મની પાવર અને માફિયા પાવર વિરુદ્ધની લડાઈ

મમતા બેનરજીએ આ વર્ચ્યુલ પ્રસારણમાં કહ્યું હતું કે, મની પાવર, મસલ પાવર, માફિયા પાવર અને સત્તા પાવરને હરાવીને ટીએમસીને વીજયી બનાવી છે. આ પ્રેરણાં રવીન્દ્રનાથ ઠાકુર પાસેથી મલી છે. બંગાળના લોકોએ વોટ આપ્યા છે. આખા દેશનું એમને સમર્થન છે. મમતા બેનરજીએ કહ્યું છે કે, ત્રિપુરામાં પણ તે લોકોની સભા કરવા દેવામાં આવી નછી. બંગાળમાં હિંસાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ ચૂંટણી પહેલાની હિંસા હતી, પછીની નહીં. તેમણે કહ્યું કે, પ્રજાતંત્ર જોખમમાં છે. અમને નથી ખબર કે 2024માં શું થશે, ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા
પશ્ચિમ બંગાળમાં 1993માં TMCના 11 કાર્યકરો પોલીસ દ્વારા ફાયરિંગમાં માર્યા ગયા હતા

બીજેપી વિરુદ્ધ ફ્રન્ટ બનાવવાનું આમંત્રણ

મમતા બેનરજીએ કહ્યું છે કે, તમારા લોકોના કારણે 4 લાખ લોકોના મોત થયા, પ્રજાતાંત્રિક વ્યવસ્થાને નષ્ટ કરવામાં આવી રહી છે. તમે વિચાર્યું હશે કે બંગાળ પર જબરજસ્તી કબજો કરી લઈશુ. આપણે હવે બીજેપી વિરુદ્ધ એકજૂથ થવાનું છે અને એક ફ્રન્ટ બનાવવાનું છે. તેમણે કહ્યું કે, હવે તેઓ દિલ્હીમાં રહેશે અને મીટિંગ કરશે. તેઓ જ્યાં સુધી બીજેપીને નહીં હરાવી દે ત્યાં સુધી ‘ખેલા હોગા’.

ભવિષ્યમાં ગુજરાતમાં પણ ચૂંટણી લડવા ઉતરી શકે TMC

TMCના ગુજરાતના કન્વીનર જીતેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોને પરેશાની ના થાય તે માટે TMCના શહીદ દિવસ વર્ચ્યુઅલી મનાવ્યો હતો. અત્યારે પાર્ટી તરફથી 2022ને લઈને કોઈ સૂચના આપવામાં આવી નથી. પરંતુ ભવિષ્યમાં આપવામાં આવી શકે છે. પાર્ટીમા જોડાવવા માટે પાર્ટી તરફથી જ્યારે મેમ્બર બનાવવા માટે કહેવામાં આવશે, ત્યારે વધુમાં વધુ મેમ્બર બનાવવા પ્રયત્ન કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here