TMCના સ્ટ્રેટેજિસ્ટનો દાવો:પ્રશાંત કિશોરે કહ્યું – ભાજપ માટે બંગાળમાં બે આંકડાનો આંક પાર કરવો પણ મુશ્કેલ બનશે, જો ભાજપ આ આંક પાર કરી દેશે તો છોડી દઇશ ટ્વીટર

0
0

બંગાળમાં આવતા વર્ષે ચૂંટણી થવાની છે, ત્યારે વાતાવરણ અત્યારથી જ ગરમ છે. ભાજપ બંગાળમાં 200 બેઠકનું લક્ષ્ય રાખે છે. આ તરફ તૃણમૂલ (TMC)ના ચૂંટણી સ્ટ્રેટેજિસ્ટ પ્રશાંત કિશોરે સોમવારે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ માટે બે આંકડાનો આંક પાર કરવો પણ મુશ્કેલ બનશે. તેમણે કહ્યું હતું કે આ પોસ્ટને સાચવીને રાખો, જો ભાજપ આ દાવા કરતાં કંઈક સારું કરી શકે છે, તો આ જગ્યા છોડી દઇશ. મમતા બેનર્જીના રાજનીતિક સલાહકાર પ્રશાંત કિશોતે કહ્યું હતું કે જો ભાજપ બે આંકડાનો અંક પાર કરી દેશો તો પોતે ટ્વીટર છોડી દેશે.

 

બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીયએ નામ લીધા વિના પ્રશાંત કિશોરને જવાબ આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બંગાળમાં ભાજપની સુનામી ચાલી રહી છે, સરકાર બનાવ્યા પછી આ દેશને ચૂંટણી વ્યૂહરચનાકાર ગુમાવવો પડશે.’

તૃણમૂલના બળવાખોર શુભેંદુ સહિત 10 ધારાસભ્ય ભાજપમાં જોડાયા

ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અને રવિવારે બંગાળની મુલાકાતે હતા. મમતા બેનર્જીના ખાસ રહેલા પૂર્વ મંત્રી શુભેંદુ અધિકારીએ શાહની ઉપસ્થિતિમાં શનિવારે ભાજપમાં સામેલ થયા હતા. સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્ય પણ ભાજપમાં જોડાયા હતા, જેમાંના 5 ધારાસભ્ય તૃણમૂલ કોંગ્રેસના છે. આ બાબતે શાહે કહ્યું હતું કે ચૂંટણી આવતાં આવતાં દીદી (મમતા બેનર્જી) એકલાં રહી જશે.

2019માં ભાજપને બંગાળમાં 18 લોકસભાની બેઠક મળી હતી
બંગાળમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને 2 બેઠક મળી હતી. વોટ શેર 17%થી વધુ રહ્યું હતું. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માત્ર 3 બેઠક જીતી શક્યો. વોટ શેર 10% રહ્યું. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 18 બેઠક જીતવામાં સફળ રહ્યો અને વોટ શેર 40.64%એ પહોંચ્યું.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here