કોરોનાને લઈ પરંપરા જાળવવા બહુચરાજીમાં પલ્લી અને ઊંઝામાં ધજારોહણ વિધિ કરાઈ

0
7

પવિત્ર આસો માસની નવરાત્રિની આઠમ એટલે કે દુર્ગાષ્ટમી નિમિત્તે શનિવારે રાત્રે 12 વાગે શક્તિપીઠ બહુચરાજી ખાતે બહુચર માતાજીના સાનિધ્યમાં પલ્લીખંડ (નૈવેદ્ય) ભરવામાં આવ્યો હતો. આ વર્ષે કોરોનાના કારણે પૂજારી, મંદિર સ્ટાફ અને યજમાનની હાજરીમાં જ પલ્લી ભરાઇ હતી. જ્યારે રવિવારે વિજયા દશમીની સવારે જ્વારા ઉત્થાપન વિધિ કરાઇ હતી. બાદમાં ભૂદેવો દ્વારા ધજાની પૂજનવિધિ કરી સાદાઈ અને સરકારે જાહેર કરેલા નિયમો સાથે માતાજીની પરંપરાની જાળવણી સાથે ધજા બદલવામાં આવી હતી.

ઊંઝા
(ઊંઝા)

 

કડવા પાટીદારનાં કુળદેવી મા ઉમિયાની ધજાનાં દર્શન એ માતાજીનાં દર્શન કરવા બરાબર છે. વિજ્યા દશમીના પર્વે પરંપરાગત 11 રાઉન્ડ ફાયરની સલામી સાથે મા ઉમિયાની ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. ધજારોહણ પૂર્વે ધજાની આરતી-પૂજા કર્યા બાદ મંદિરની પાંચ પ્રદક્ષિણા કરાઈ હતી. જેમાં પ્રમુખ મણીલાલ પટેલ (મમ્મી), માનદમંત્રી દિલીપભાઈ નેતાજી, મહેન્દ્રભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ ધજાના પૂજા પાઠ કરી જન કલ્યાણની પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here