અનોખો રેકોર્ડ : શહેરનું નામ વિખ્યાત કરવા માટે પામ ઓનેને 1 મિનિટની અંદર ઉંધા ક્રમમાં 56 સ્પેલિંગ બોલીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

0
27

તમે બાળપણમાં રમતમાં ઉંધા ક્રમમાં સ્પેલિંગ બોલવાની સ્પર્ધા યોજી હશે, પરંતુ તેમાં અનેક પ્રયત્યનો છતાં કોઈ રેકોર્ડ સ્થાપિત નહીં કરી શક્યા હો. બાળપણમાં કરવામાં આવતી એક્ટિવિટી પર વધારે મહેનત કરીને અમેરિકાની પામ ઓનેને અનોખો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અમેરિકાની પામ ઓનેને ‘મોસ્ટ વર્ડ્સ સ્પેલ્ડ બેકવર્ડ્સ ઈન વન મિનિટ’નું ટાઈટલ પોતાને નામ કર્યું છે. ઓનેને 1 મિનિટમાં ઉંઘા ક્રમમાં 56 સ્પેલિંગ બોલીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે.

પામ ઓનેન મિનેસોટા રાજ્યના હાસ્ટિંગ શહેરની રહેવાસી છે. પોતાના શહેરનું નામ વિખ્યાત કરવા માટે પામે આ પ્રકારનો રેકોર્ડ બનાવ્યો છે. પામ તેના માટે ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરતી હતી.

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સની યુટ્યુબ ચેનલે પામ ઓનેનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પામ કેટલી ઝડપથી સ્પેલિંગ બોલી રહી છે એ પણ ઉંધા ક્રમમાં. પામે સ્ટાન્ડર્ડ, લિવિંગ, ડેટાબેઝ, મેડ, સ્પીકિંગ, રેકોર્ડ, ઓર્ડિનરી સહિતના શબ્દોના સ્પેલિંગ ઉંધા ક્રમમાં બોલીને સૌને નવાઈ પમાડી હતી.

આ વીડિયોને અત્યાર સુધીમાં 73 હજારથી વધારે વ્યૂઝ મળ્યા છે. પામના વીડિયોને જોઈ યુઝર કહી રહ્યા છે કે આ પણ એક આર્ટ છે. તો કેટલાક લોકો પામ પાસે આ આર્ટની ટ્રિક માગી રહ્યા છે. તો કેટલાક યુઝર પામના આ ટેલેન્ટનો મજાક પણ ઉડાવી રહ્યા છે. યુઝર કહે છે કે ઉંધા ક્રમમાં સ્પેલિંગ બોલવાની પ્રેક્ટિસ કરીને એવું ન થાય કે પામ બધા જ કામ ઉંધા ક્રમમાં કરવા લાગે. તો એક યુઝર લખે છે કે આ કામ ખરેખર મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here