Monday, October 18, 2021
Homeલોકોને કોરોના વાઈરસથી બચાવવા કોઈમ્બતુરના મંદિરે ‘કોરોના દેવી’ની સ્થાપના કરી
Array

લોકોને કોરોના વાઈરસથી બચાવવા કોઈમ્બતુરના મંદિરે ‘કોરોના દેવી’ની સ્થાપના કરી

કોરોના વાઈરસનો કહેર આખા દેશમાં ફેલાયેલો છે. રોજ કોરોના વાઈરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધતી જાય છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કોરોના વાઈરસ આ દેશ અને દુનિયામાંથી જતો રહે આથી લોકો દવા અને દુઆ એમ બંનેની મદદ લઇ રહ્યા છે. કોઈમ્બતુરમાં કમતચિપુરી મંદિરમાં ‘કોરોના દેવી’ની સ્થાપના કરી છે. મંદિરમાં પૂજારીઓ 48 દિવસ સુધી આ કોરોના દેવીની પૂજા કરીને દેશમાંથી કોરોના વાઈરસનો નાશ કરવાની પ્રાર્થના કરશે.

કોરોના દેવી બધાનું રક્ષણ કરશે

મૂર્તિ કાળા પથ્થરમાંથી બનેલી છે. તેની ઉંચાઇ 1.5 ફૂટ છે. મંદિરના મેનેજમેન્ટનું માનવું છે કે આ દેવી બધાનું રક્ષણ કરશે. સ્પેશિયલ પૂજાનું ફળ ચોક્કસ મળશે. કોરોના વાઈરસની બીજી લહેર અત્યંત ઘાતક બની રહી છે. દેશમાં ઓક્સિજન, ICU બેડ, દવા અને વેક્સિન આ બધાની અછત વર્તાય રહી છે. ઘણા લોકોએ અંધશ્રદ્ધાનો આશરો લીધો છે તો ઘણા લોકો હવન કરાવી રહ્યા છે તો ઘણા લોકો ઉપવાસ કરી રહ્યા છે.

48 દિવસ સુધી પૂજા કરશે

મંદિરના મેનેજર આનંદ ભારતીએ ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, કોરોના વાઈરસથી લોકોને બચાવવા માટે અમે આ મૂર્તિની સ્થાપના કરી છે. રોજ અનેક લોકો સંક્રમિત થઇ રહ્યા છે. અમારા ગુરુજીએ સપનામાં આવીને અમને આ કામ કરવા કહ્યું. મંગળવારે મૂર્તિની સ્થાપના થઇ અને બુધવારથી અમે પૂજા કરવાનું શરુ કર્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments