ગણેશ વિસર્જન : આજે ગણેશ વિસર્જન પછી માટી અને પાણીને કુંડા કે વૃક્ષ-છોડમાં અર્પણ કરી દો

0
17

1 સપ્ટેમ્બર એટલે આજે અનંત ચૌદશ પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. 10 દિવસ સુધી ગણેશજીની પૂજા-અર્ચના પછી આજે મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવશે. જોકે, ધાર્મિક ગ્રંથોમાં ગણેશજીને વિસર્જિત કરવાનો કોઇ ઉલ્લેખ મળતો નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદવ્યાસ જ્યારે મહાભારત લખવા માટે એક ગુણી લેખકને શોધી રહ્યા હતાં ત્યારે આ કામ માટે ગણેશજી તૈયાર થયા હતાં પરંતુ તેણે શરત રાખી હતી કે જ્યા સુધી મહર્ષિ અટક્યા વિના બોલશે ત્યાં સુધી તેઓ સતત લખતાં રહેશે. વેદવ્યાસજીએ ગણેશ ચતુર્થીના દિવસે મહાભારતની કથા સંભળાવવાની શરૂ કરી હતી. ગણેશજી સતત 10 દિવસ સુધી કથા લખતાં રહ્યાં.

વધારે મહેનતથી તાપમાન વધ્યું અને સ્નાન પછી રાહત મળી.

મહર્ષિ વેદવ્યાસ મહાભારતની કથા સંભળાવતા રહ્યા અને ગણેશજી લખતાં રહ્યાં. કથા પૂર્ણ થયા બાદ મહર્ષિ વેદવ્યાસે આંખ ખોલી. તેમણે જોયું કે વધારે મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધી રહ્યું છે. સતત રાત-દિવસ લખવાના કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધવા લાગ્યું, ત્યારે વેદવ્યાસે તેમને શરીર ઉપર માટીનો લેપ લગાવીને ભાદરવા સુદ પક્ષની ચૌદશના રોજ તેમની પૂજા કરી. માટીનો લેપ સૂકાઇ ગયા પછી ગણેશજીનું શરીર જકડાઇ ગયું. તેમના શરીરનું તાપમાન પણ વધી રહ્યું છે, ત્યારે વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં સ્નાન કરાવ્યું. મહાભારતનું લેખન કાર્ય 10 દિવસ સુધી ચાલ્યું હતું અને અનંત ચૌદશના દિવસે પૂર્ણ થયું હતું. ત્યારથી જ ગણેશજીને ઘરમાં બેસાડવાની પરંપરા ચાલી રહી છે.

વિસર્જન શું છે.

વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે, જેનો અર્થ પાણીમાં વિલીન થવું થાય છે. આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી મૂર્તિઓને વિસર્જિત કરીને તેમને સન્માન આપવામાં આવે છે. વિસર્જનની ક્રિયામાં મૂર્તિ પંચતત્વમાં સમાહિત થઇ જાય છે અને દેવી-દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે.

આ વાતનું પણ ધ્યાન રાખો.

ભગવાન ગણેશની મૂર્તિને આપમેળ જ પીગળવા દેવી જોઇએ. તેને જબરદસ્તી હાથ વડે દબાવવી જોઇએ નહીં. ત્યાર બાદ પ્રતિમા વિસર્જન થયા પછી પાણી અને માટી ઉપર પગ અડાડવો નહીં. મૂર્તિ વિસર્જનનું પાણી તુલસીના છોડમાં અર્પણ કરવું નહીં. ઉત્તર દિશા તરફ મુખ કરીને ગણેશ પ્રતિમા વિસર્જન કરવું જોઇએ. ત્યાં જ, ગણેશ વિસર્જનની પૂજામાં વાદળી અને કાળા રંગના કપડા પહેરવા જોઇએ નહીં.

લોકમાન્ય ટિળકે 126 વર્ષ પહેલાં આ પરંપરા શરૂ કરી હતીઃ-
બ્રિટિશકાળમાં સાંસ્કૃતિક કે ધાર્મિક ઉત્સવ સામૂહિક રૂપથી ઉજવવા અંગે પ્રતિબંધ હતો. એવામાં લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે 1893માં સાર્વજનિક રીતે ગણેશ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. લોકમાન્યએ પુનામાં પહેલીવાર સાર્વજનિક રૂપથી ગણેશોત્સવ ઉજવ્યો. આગળ જઇને તેમની આ કોશિશે સ્વતંત્રતા આંદોલનમાં લોકોને એકજૂટ કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી. ટિળકે ગણેશોત્સવને જે સ્વરૂપ આપ્યું તેનાથી ભગવાન ગણેશ રાષ્ટ્રીય એકતાના પ્રતીક બની ગયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here