ઈતિહાસમાં પહેલીવાર આજે અંબાજીનો ચાચર ચોક ભક્તો વગર સુનો..! કરો મા અંબાનાં ઓનલાઈન દર્શન

0
16

ભાદરવી પૂનમના પાવન પર્વે કરો મા અંબાનાં આજના Online દર્શન..

ઈતિહાસમાં પહેલીવાર ભક્તો વગર અંબાજી ધામમાં ભાદરવી પૂનમ ઉજવાઈ રહી છે. કોરોના મહાસંકટથી મુક્તિ માટે અંબાજી મંદિરમાં સહસ્ત્રી ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજી ધામમાં માઈ ભક્તો વગર ભાદરવી પૂનમની સંપૂર્ણ સાદગીથી ઉજવણી થઈ રહી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં આશરે 25 લાખ ભક્તો માના દરબારમાં પહોંચતા હોય છે.

કોરોના મહામારીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો નથી અને ભક્તોને મા અંબાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શક્યું નથી. પરંતુ તમારે નિરાશ થવાની જરૂર નથી. ઓનલાઇન તમે ઘરે બેઠા જ આદ્યશક્તિનાં દર્શન કરી શકો છો. જે લિંક નીચે મુજબ છે…

 

કોરોના મહામારીને કારણે માતાજીનું મંદિર 2 સપ્ટેમ્બર સુધી ભક્તો માટે બંધ છે. દર વર્ષે શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા પરંતુ આ વખતે ભક્તોએ ઓનલાઇન દર્શનથી જ માતાના આશીર્વાદ લેવાના રહેશે. તો તમે પણ આજના મા અંબાના દર્શન કરી લો. કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે મંદિરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. મા અંબાજીનું મંદિર ભક્તો વગર સૂનું બન્યું છે. લાખો માઈભક્તો ઘરે બેઠાં માતાજીને પ્રાર્થના કરી રહ્યા છે કે ઝડપથી કોરોના કાળ ખતમ થાય અને જીવન ફરીથી સામાન્ય બને.

જણાવી દઇએ, 3 સપ્ટેમ્બર એટલે ગુરૂવારથી અંબાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. લોકોમાં સંક્ર્મણ ન ફેલાય તે માટે અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે 10 દિવસ બંધ રખાયું છે.

શ્રી આરાસુરી અંબાજી મંદિરે એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, દર્શનાર્થીઓ માટે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. કોરોના વાયરસથી જનજીવનનું રક્ષણ થાય તેવા આશયથી ચાચર ચોકમાં સહસ્ત્રચંડી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે. મંગળવારે છઠ્ઠા દિવસે માતાજીના લલીતાસહસ્ત્રનું પઠન-અર્ચન-હોમ કરાયા હતા. ચંડીપાઠમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના મંદિરમાં બેસી 1 હજારથી વધુ પાઠ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ યજ્ઞાની પ્રાપ્તિ થાય માટે આ પાઠનો હોમ આજે કરવામાં આવ્યો તેમજ આવતીકાલે પણ કરવામાં આવશે.

દર વખતે ભાદરવી પૂનમના મહામેળા માટે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી ખાતે ઉમટી પડતા હોય છે. જોકે, ‘અનલોક-3’ની ગાઇડલાઇન પ્રમાણે 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ઈતિહાસમાં પ્રથમવાર યોજાયો નહોતો. પ્રવર્તમાન સંજોગોને પગલે અંબાજી મંદિરની સાથે પગપાળા સંઘો-સેવા કેમ્પો-શોભા યાત્રા સહિતની પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here