આજે મંદ ચંદ્રગ્રહણ અને કારતક પૂર્ણિમા : આજે ચંદ્ર આગળ ધૂળ જેવો પડછાયો રહેશે, ગ્રહણ બપોરે થવાથી ભારતમાં જોવા મળશે નહીં

0
10

સોમવાર, 30 નવેમ્બર એટલે આજે મંદ ચંદ્રગ્રહણ થઇ રહ્યું છે. ભારતીય સમય પ્રમાણે આ ગ્રહણ બપોરે લગભગ 1.04 વાગ્યાથી શરૂ થઇ જશે. બપોરે 3.13 વાગ્યે ગ્રહણનો મધ્યકાળ રહેશે અને સાંજે 5.22 વાગ્યે મંદ ચંદ્રગ્રહણ પૂર્ણ થઇ જશે. આ ગ્રહણને ઉપછાયા ગ્રહણ અને પેનુમબ્રલ પણ કહેવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે મંદ ચંદ્રગ્રહણનું કોઇ ધાર્મિક મહત્ત્વ રહેતું નથી. તેનું સૂતક પણ લાગતું નથી. આજે કારતક પૂર્ણિમા પણ છે. મંદ ચંદ્રગ્રહણનું ધાર્મિક અસર ન હોવાથી આજે પૂર્ણિમા સાથે જોડાયેલાં અનેક શુભ કામ કરી શકાય છે. પૂર્ણિમાએ કોઇ પવિત્ર નદીમાં સ્નાન કરો, દાન-પુણ્ય કરો. કોઇ ગૌશાળામાં ધનનું દાન કરો. ભગવાન સત્યનારાયણની કથા કરો. સૂર્યાસ્ત પછી ઘરમાં તુલસી પાસે દીવો પ્રગટાવો.

ઉપછાયા ગ્રહણ કોને કહેવાય છે?

આ મંદ એટલે ઉપછાયા ચંદ્રગ્રહણ છે. મંદનો અર્થ છે ન્યૂનતમ એટલે મંદ હોવાની ક્રિયા. એટલે આ ચંદ્રગ્રહણને લઇને સૂતક રહેશે નહીં. તેની કોઇપણ પ્રકારે ધાર્મિક અસર રહેશે નહીં. આ ગ્રહણમાં ચંદ્ર આગળ પૃથ્વીનો ધૂળ જેવો પડછાયો રહેશે. આ ગ્રહણ વિશેષ ઉપકરણોથી સરળતાથી સમજી શકાય છે.

મંદ ચંદ્રગ્રહણ ક્યાં-ક્યાં જોવા મળશે?

ઉત્તર, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને એશિયા મહાદ્વીપમાં મંદ ચંદ્રગ્રહણ જોવા મળશે. આ 2020નું છેલ્લું ચંદ્રગ્રહણ છે.

હવે પછીનું ચંદ્રગ્રહણ 2021માં 26 મેના રોજ થશે.

ભોપાલની વિજ્ઞાન બ્રોડકાસ્ટર સારિકા ધારૂના જણાવ્યાં પ્રમાણે 30 નવેમ્બર પછીનું ચંદ્રગ્રહણ 2021માં 26 મેના રોજ થશે. આ ગ્રહણ એશિયા મહાદ્વીપમાં જોઇ શકાશે. તેના પછીનું મંદ ચંદ્રગ્રહણ 2023માં 5 મેના રોજ થશે. આ ગ્રહણ પણ ભારતમાં જોઇ શકાશે.

મંદ ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે?

જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક સીધી લાઇનમાં આવે છે. ત્યારે પૃથ્વીના કારણે ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પહોંચી શકતો નથી અને પૃથ્વીની છાયા સંપૂર્ણ રીતે ચંદ્ર ઉપર પડે છે. આ સ્થિતિને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે મંદ ચંદ્રગ્રહણમાં ચંદ્ર પૃથ્વી અને સૂર્ય એક એવી લાઇનમાં રહે છે, જ્યાંથી પૃથ્વીની હળવી છાયા ચંદ્ર ઉપર પડે છે. આ ત્રણેય ગ્રહ એક સીધી લાઇમાં રહેતાં નથી. આ કારણે મંદ ચંદ્રગ્રહણની સ્થિતિ બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here