ગુજરાત : આજે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે

0
8

ગાંધીનગર. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં મોડી રાતે કોરોના વાઇરસ પોઝિટિવ દર્દીનું મોત થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક 538 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,904  કેસ નોંધાયા છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ 88 ટેસ્ટ વધુ થયા છે અને 11 મે કરતા 20 કેસ વધુ પણ આવ્યા છે. આમ ટેસ્ટ વધ્યા હોવાથી કેસ પણ વધ્યાં છે.મુખ્ય મંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો અને અસરકારક પગલાં લેવા અંગે નિર્ણયો લેવાઈ શકે છે.

વિરમગામના વેપારીનું કોરોનાથી મોત

વિરમગામના રહેવાસી 65 વર્ષીય મુસ્તાકભાઇ વેપારી 11 મેના રોજ તાવ અને છેલ્લા સાત દિવસથી શ્વાસની તકલીફ થતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. મંગળવારે રાતે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને હાયપરટેન્શન, કિડની અને હ્રદયની અન્ય બીમારી પણ હતી. ત્રણ વર્ષ પહેલા બાયપાસ સર્જરી પણ કરાઇ હતી.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 362 કેસ

કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 362 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30, મહેસાણામાં 7, કચ્છમાં 6, ગીર સોમનાથમાં 5, છોટાઉદેપુર, ગાંધીનગર અને ખેડામાં 3-3 નવા કેસ ભાવનગર, મહીસાગર, પાટણમાં 2-2 કેસ અને દેવભૂમિ દ્વારકા, અવલ્લી, સાબરકાંઠા, જામનગર અને ભરૂચમાં 1-1 નવા કેસ સામેલ છે. જ્યારે 4ના કોરોનાથી અને 20 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 21, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. કુલ 8,904 દર્દીમાંથી 30 વેન્ટીલેટર પર છે જ્યારે 5091ની હાલત સ્થિર છે અને 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 537ના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,19,537 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 8,904ના રિપોર્ટ પોઝિટિવ અને 1,10,633ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કુલ 8904 દર્દી, 537ના મોત અને 3246 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 6353 421 1874
વડોદરા 574 32 311
સુરત 944 40 556
રાજકોટ 66 02 46
ભાવનગર 97 07 42
આણંદ 80 07 70
ભરૂચ 32 02 25
ગાંધીનગર 142 05 45
પાટણ 29 01 21
નર્મદા 13 00 12
પંચમહાલ 65 04 33
બનાસકાંઠા 81 03 36
છોટાઉદેપુર 17 00 13
કચ્છ 14 01 06
મહેસાણા 59 02 37
બોટાદ 56 01 22
પોરબંદર 03 00 03
દાહોદ 20 00 05
ખેડા 32 01 08
ગીર-સોમનાથ 17 00 03
જામનગર 30 02 02
મોરબી 02 00 01
સાબરકાંઠા 27 02 07
મહીસાગર 46 01 28
અરવલ્લી 75 02 22
તાપી 02 00 02
વલસાડ 06 01 04
નવસારી 08 00 07
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 05 00 00
સુરેન્દ્રનગર 03 00 01
જૂનાગઢ 03 00 02
અન્ય રાજ્ય 01 00 00
કુલ  8904 537 3246

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here