આજે જામનગરનો જન્મદિવસ : ખાંભી પૂજન અને વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

0
63
જામનગરનો આજે સ્થાપના દિવસ છે. શ્રાવણ સુદ 7ના પ્રતિવર્ષે જામનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. જામનગરની 480 વર્ષ પહેલાં સ્થાપના રાજવી જામ રાવળે નવાનગર તરીકે કરી હતી.
આજે જામનગરના સ્થાપના દિવસે દરબારગઢ વિસ્તારમાં આવેલ સ્થાપના ખાંભીનું રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ(હકુભા)જાડેજા, મેયર હસમુખભાઈ જેઠવા, કમિશ્નર સતિષ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી, દિવ્યેશ અકબરી સહિતના કોર્પોરેટરો અને શહેરીજનો, રાજપૂત સમાજના આગેવાનોએ પૂજન કર્યું હતું.
સ્થાપના દિવસ નિમિત્તે જામનગરમાં આવેલી વિવિધ મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જામનગરના સ્થાપના દિવસે ખાસ વૃક્ષારોપણ અને શહેરીજનોને જામનગરને હરિયાળું બનાવવા વૃક્ષોના છોડ-રોપનું વિતરણ પણ કરાયું હતું.
રિપોર્ટર : સંજય મર્દનીયા, CN24NEWS, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here