આજે શિક્ષક દિને યાદ કરીએ સ્વતંત્ર ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિને

0
0

અમદાવાદ: શિક્ષાના સૌથી મોટા માસ્ટર રહેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો આજે જન્મદિવસ છે, જેને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે. 27 વખત નોબેલ પુરસ્કાર માટે તે નામાંકિત થયેલા રાધાકૃષ્ણન જ્યારે રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે વિદ્યાર્થીઓને તેમનો જન્મદિવસ મનાવવાની ઇચ્છા હતી. આ વાત પર તેમણે કહ્યું -‘મારો જન્મદિવસ મનાવવાને બદલે 5 સપ્ટેમ્બરનો દિવસ શિક્ષક દિવસ તરીકે ઊજવવામાં આવે તો શિક્ષકો માટે ગર્વની વાત હશે. આમ, તેમણે પોતાનો જન્મદિવસ વ્યક્તિગત નામથી નહીં પણ સંપૂર્ણ શિક્ષક સમુદાયને સન્માનિત કરવાના હેતુથી શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેના પરિણામ રૂપે આજે દેશમાં તેમનો જન્મદિવસ દર વર્ષે શિક્ષકદિવસ તરીકે ઉજવાય છે.

તેમનો જન્મ ૫ સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ ભારતના દક્ષીણના તીરુત્તાનીમાં એક સાધારણ પરિવારમાં થયો હતો જે ચિન્નાઇથી ૬૪ કિમી ઉત્તર- પૂર્વમાં છે. તેમનું બાળપણ તીરુત્તાની તેમજ તિરુપતિ જેવા ધાર્મિક સ્થળો પર વીત્યું હતું. બાળપણથી જ પુસ્તક વાંચવાના શોખીન હતા. તે બાળપણથી જ ભણવામાં ઘણી રુચિ રાખતા હતા. તેમની પ્રારંભિક શિક્ષણ ક્રિશ્ચયન મિશનરી સંસ્થા લુંથર્ન મિશન સ્કુલમાં મેળવ્યું હતું અને આગળનું શિક્ષણ મદ્રાસ ક્રિશ્ચયન કોલેજમાં મેળવ્યું હતું. સ્કુલના દિવસોમાં જ ડૉકટર રાધાકૃષ્ણનએ બાઈબલના મહત્વપૂર્ણ અંશ કંઠસ્થ કરી લીધા હતા જેના માટે તેમને વિશિષ્ઠ યોગતા સન્માન આપવામાં આવ્યું હતું.

બહુ નાની ઉમરમાં જ સ્વામી વિવેકાનંદ તેમજ વીર સાવરકર જેવા મહાન વ્યક્તિઓના વિચાર તેમજ તેમની જીવની વાચી લીધી હતી. તેમણે ૧૯૦૨માં મેટ્રિક સ્તરની પરીક્ષા પ્રથમ શ્રેણીમાં જ પાસ કરી શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ૧૯૧૬માં દર્શન શાસ્ત્રમાં એમ.એ કર્યું અને મદ્રાસ રેસીડેન્સ કોલેજમાં આ જ વિષયના સહાયક પ્રાધ્યાપકનું પદ સાંભળ્યું હતું.

સર્વપલ્લી રાધાકૃષ્ણન હિંદુ વિચારક હતા અને તે સ્વતંત્રભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તેમજ દેશના બીજા રાષ્ટ્રપતિ હતા. રાજકારણમાં આવ્યા તે પહેલા તેમણે જીવનના મહત્વપૂર્ણ ૪૦ વર્ષ શિક્ષક તરીકે યોગદાન આપ્યું હતું. તેમનામાં એક શિક્ષક હોવાના તમામ આદર્શ ગુણ હતા.

તેમના લેખો તેમજ ભાષણના માધ્યમથી ભારતીય દર્શન શાસ્ત્રને વિશ્વની સમક્ષ રજુ કરવા માટે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું મહત્વનું યોગદાન છે. પુરા વિશ્વમાં તેમના લેખની પ્રસંસા થઇ હતી. કોઈ પણ વાતને સરળ ભાષામાં કઈ રીતે કેહવી એમાં તેમને મહારથ હતી. આ જ કારણ હતું કે ફિલોસોફી જેવા અઘરા વિષયને પણ એક આનંદિત વિષય બનાવી દીધો હતો.

૧૯૧૫માં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ હતી. તેમના વિચારોથી પ્રભાવિત થઇને રાધાકૃષ્ણનએ રાષ્ટ્રીય આદોલનના સમર્થનમાં અનેક લેખો લખ્યા હતા. તેમની મુલાકાત ૧૯૧૮માં મૈસુરમાં રવિન્દ્રનાથ ટાગોર સાથે થઇ હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ૧૯૧૮માં ‘રવિન્દ્રનાથ ટાગોરના દર્શન’ શીર્ષકવાળી એક પુસ્તક પ્રકાશિત કરી હતી. તેમનું માનવું હતું કે પુસ્તક એ સાધન છે જે વિવિધ સંસ્કૃતિઓની વચ્ચે પુલનું નિર્માણ કરી શકીએ. તેમને પુસ્તક ‘ધ રીન ઓફ રીલીજીયન ઇન કોન્ટેપરરી ફિલોસોફી’ થી આંતરરાષ્ટ્રીય ઓળખ મળી હતી. ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનએ ઘણી વિશ્વવિદ્યાલયને શિક્ષણનું કેન્દ્ર બનવવા પોતાનું યોગદાન આપ્યું.

1954માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તે એવા શિક્ષક રહ્યા, જે દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ બન્યા. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ સમગ્ર વિશ્વને એક યુનિવર્સિટી માનતા હતા. તેમનું માનવું હતું કે, જે જગ્યાએથી પણ જે કંઈ શિખવા મળે તેને જીવનમાં ઉતારી લેવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here