શહેર અને જિલ્લામાં આવતીકાલ તા.૧૪.૧ ને મંગળવારે પતંગરસિકો આખો દિવસ સમવયસ્ક મિત્રો, પરિવારજનો સાથે અગાશી, ધાબાઓ પર જ વિતાવશે જયાં આબાલવૃધ્ધ સૌ કોઈ પરસ્પરના પતંગના દોર કાપવામાં વ્યસ્ત રહેશે.આ સાથે સવારથી જ ભાવેણાનું ગગન એક એકથી ચડીયાતા રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. જયારે સાંજે આતશબાજીની જમાવટ કરાશે.ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને અંતિમ ઘડીની ખરીદી માટે સોમવારે સવારથી મોડી સાંજ સુધી શહેરના જવાહર મેદાન, ગંગાજળીયા તળાવ, મોતીબાગ રોડ, ઘોઘાગેટ,પીરછલ્લા શેરી,આંબાચોક અને વોરાબજાર સહિતના અનેક સ્થળોએ ભરાયેલી મીની પતંગ બજારમાં પતંગપ્રેમીઓનીબાકી રહી ગયેલી એસેસરીઝની ખરીદી માટે મિત્રો અને પરિવારજનો સાથે ભારે ભીડ દ્રશ્યમાન થતી હતી. તદઉપરાંત શહેરની મુખ્ય અને પરા વિસ્તારોની શાકમાર્કેટ, ફ્રુટ માર્કેટ, વિઠ્ઠલવાડી રોડ સહિતની બજારોમાં, વિવિધ સર્કલોની આસપાસ કાળી અને સફેદ શેરડી, જીંજરા, ખટ્ટમીઠા બોર, અવનવી ચીકી, લાડવાઓ, તરેહ તરેહની ડિઝાઈનનાચિત્તાકર્ષક મનોહર ફેસમાસ્ક, વિવિધ પ્રાણીઓના માસ્ક, ચિત્રવિચિત્ર અને કર્કશ અવાજ કરતા પિપુડાઓ, ગોગલ્સ ચશ્મા, કેપ સહિતની એસેસરીઝની ઉપરોકત બજારોમાં ધૂમ ખરીદી થતા તેજીનો માહોલ છવાયો હતો. હવે તો કન્ની (કાનેતર)બાંધેલા પતંગોનું પણ સ્થાનિક બજારોમાં વધારાના ચાર્જ સાથે વેચાણ થઈ રહ્યુ હતુ. પતંગ પર્વને અનુલક્ષીને રાજકીય પક્ષો દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધિઓના ફોટોગ્રાફ સાથેના પતંગોનું સ્થાનિક મ્યુનિ.ની શાળાઓના તેમજ પછાત વિસ્તારોના બાળકોને નિશુલ્ક વિતરણ કરાયુ હતુ. મકરસંક્રાતિના તહેવારની સાથે જ કમુર્હૂતા પુર્ણ થતા ગોહિલવાડમાં ફરી માંગલિક કાર્યોનો ધમધમાટ વધી જશે.
GUJARAT: આજે મકરસક્રાંતિઃ ગગનમંડળમાં રચાશે અવનવી રંગબેરંગી પતંગોની રંગોળી
- Advertisement -
તા.૧૪ જાન્યુઆરી ને સોમવારે પતંગ પર્વ મકરસંક્રાતિના તહેવારની પરંપરાગત રીતે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ સાથે ધાબાઓ અને અગાશીઓ પર લાઉડ સ્પીકર કે ડી.જે.ના સંગાથે પતંગપ્રેમીઓ અવનવી અને રંગબેરંગી પતંગના આકાશી યુધ્ધમાં ઓતપ્રોત રહેશે. આ સાથે આખો દિવસ ઢીલ દે દે દે રે ભૈયા… જો જાય, કાયપો છે ના ગગનભેદી નારાઓ સાથે ગુંજી ઉઠશે.
- Advertisment -