‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શૉના આજે 12 વર્ષ પૂર્ણ, આવી રીતે થશે ઉજવણી

0
0

લોકપ્રિય કૉમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને આજે એટલે કે 28 જુલાઈના રોજ 12 વર્ષ પૂરા થઈ ગયા છે. આ વખતે કોરાના વાઈરસના કારણે તારક મહેતાની ટીમે સેલિબ્રેટ નહીં કરવાનો નિર્ણય લીધો છે. શૉમાં ટપૂથી લઈને જેઠાલાલ સહિત બધા કલાકારોએ દર્શકોનું 12 વર્ષ સુધી ઘણું મનોરંજન કર્યું છે અને આગળ પણ કરતા આવશે.

https://www.instagram.com/p/CDK_Fc0htPS/?utm_source=ig_embed

આજે શૉના 12 વર્ષ પૂરા થયા છે અને હવે શૉ 13માં વર્ષમાં પ્રવેશ કરશે. આ દિવસને તેઓ ‘હસો તથા હસાવો’ દિવસ તરીકે સેલિબ્રેટ કરવાના છીએ. કલાકારો કેક કાપીને પોતાની ખુશી વ્યક્ત કરીશે. જોકે, આ વખતે કોરાના વાઈરસને ધ્યાનમાં રાખીને સેલિબ્રેશન નાના પાયે કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને માત્ર ટીમની સાથે સેલિબ્રેશન કરવામાં આવશે. જોકે, બાકી ઉત્સાહ તમને પહેલા જેવો જ જોવા મળશે.

સૂત્રથી મળેલી જાણકારી અનુસાર શૉના પ્રોડ્યૂસર આસિતકુમાર મોદીનું કહેવું છે કે દર્શકોના આટલા પ્રેમ માટે હું એમનો આભારી છું. અમારી કોશિશ એવી જ રહેશે કે આવનારા એપિસોડ્સમાં અમે દર્શકોને હંમેશાની જેમ જ હસાવશું અને આનંદનો વરસાદ વરસાવતા રહીશું. આ શૉની સ્ટ્રેન્ગ્થ સારો કોન્સેપ્ટ, ઈનોવેટિવ વાર્તા અને સ્ટોરી કહેવાની એક અનોખી રીત છે.

લગભગ 4 મહિના બાદ શૉની શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવી છે. સાથે જ શૉના કલાકારોને ઘણી રાહત મળી છે. પણ સેટ પર પહેલા જેવી શૂટિંગ નથી થઈ રહી. શૉમાં 22 લીડ એક્ટર્સ છે. અત્યાર સુધી બધાને એકસાથે સ્ક્રીન પર દેખાડ્યા નથી, કારણકે હાલ કોરોના વાઈરસના લીધે બધાની તબિયતને ધ્યાનમાં રાખીને એકસાથે બધાને બતાવતા નથી. સેટ પર બધા કલાકારોની પૂરે-પૂરી સાવધાની રાખવામાં આવી રહી છે. આવા મુશ્કેલ સમયમાં લોકોને હસાવવું અમારા માટે સરળ નથી. આ સ્ટ્રેસના વાતાવરણમાં લોકોને હસાવવાની જવાબદારી અમારી છે અને આ મુશ્કેલ છે. જોકે, અમે પૂરો પ્રયાસ કરીએ છીએ કે દર્શકો ખુશ રહે. આ એક પડકાર છે અને અમે ઘણી જ મહેનત કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here