MG મોટર ઈન્ડિયા આજે ભારતમાં તેની પ્રથમ કાર MG Hector લોન્ચ કરવાની છે. આ કાર ભારતીય મીડ સાઈઝ એસયુવી સેગમેન્ટમાં માર્કેટમાં ઉતારવામાં આવશે. કંપનીએ 15મેનાં રોજ તેને ભારતમાં પ્રસ્તુત કરી હતી અને 4 જૂનથી તેનું બુકિંગ શરૂ કર્યું હતું. હવે કારની કિંમત અંગે આજે ખુલાશો થશે.
MG Hector એક કનેક્ટેડ SUV છે. તેમાં અનેક કનેક્ટિવિટી તથા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ મશળે. હાલ જે ડિલર્સને ત્યાં આ કારનું બુકિંગ કરી રહ્યા છે, તમેનું કહેવું છે કે, આ કારની કિંમત પણ એટલી જ આક્રમક હશે જેટલી કારની અગાઉથી ચર્ચા થઈ રહી છે. હાલમાં રૂપિયા 50 હજારની ટોકન એમાઉન્ટથી બુકિંગ ચાલી રહ્યું છે. અક અંદાજ મુજબ આ કારની કિંમત 10થી 16 લાખની વચ્ચે રહે તેવી શક્યાતા છે.
MG Hector એક ઈન્ટરનેટ કાર છે, જેમાં AI- ઈનબિલ્ટ વોઈસ આસિસ્ટ સિસ્ટમ મળશે. કારમાં ઑન ધ ગો ઈન્ટરનેટ કનેક્શન માટે એરટેલનું ઈ-સિમકાર્ડ આપ્યું છે. તેના ઈન્ટિરિયરમાં 10.4-ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ આપી છે. સાથે જ તેનો સ્પોર્ટી લૂકને વધૂ આકર્ષક બનાવવા માટે 17 ઈંટનાં ડ્યૂઅલ ટૉન એલોય વ્હીલ પણ આપ્યા છે.
આ કાર 1.5-લિટર પેટ્રોલ, 1.5- લિટર પેટ્રોલ હાઈબ્રિડ, 2.0- લિટર ડિઝલ એન્જિન વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે. પેટ્રોલ વેરિઅન્ટમાં ઓટોમેટિકનો ઓપ્શન પણ મળશે. આ કાર પ્રાથમિક તબક્કે ચાર વેરિઅન્ટ- Style, Super, Smart અને Sharp માં મળશે.