આજે દેશમાં રોજ 5 લાખથી વધુ ટેસ્ટ થાય છે, આગામી દિવસોમાં રોજના 10 લાખ ટેસ્ટ કરવાનો ટાર્ગેટ : PM મોદી

0
3

નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ શહેરો-નોઈડા, મુંબઈ અને કોલકાતામાં કોરોના ટેસ્ટિંગમાં હાઈ થ્રૂપુટ (ઓટોમેટેડ) સેન્ટરનું ઉદઘાટન કર્યું છે. આ સેન્ટરમાં એક દિવસમાં 10 હજાર ટેસ્ટ કરી શકાશે. પ્રધાનમંત્રી કાર્યાલયના જણાવ્યા પ્રમાણે આ સેન્ટર મારફતે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં વધુ ઝડપ લાવી શકાશે. આ ઉપરાંત ચોક્કસ સમયમાં બીમારી વિશે જાણકારી મેળવવા તથા સારવાર શરૂ કરવામાં મદદ મળશે.આ રીતે સંક્રમણને ફેલાતુ અટકાવી શકાશે.

વર્તમાન સમયમાં દેશમાં 5 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં દરરોજ 10 લાખ ટેસ્ટ થાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. કોરોનાના સમયમાં એક સંકલ્પ છે કે એક-એક ભારતીયને બચાવવાના છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત બીજા ક્રમનો સૌથી મોટો PPE કિટ ઉત્પાદક દેશ છે. 6 મહિના અગાઉ દેશમાં એક પણ ઉત્પાદક ન હતા, આજે 1200થી વધારે ઉત્પાદકો દરરોજ 5 લાખથી વધારે PPE કિટ બનાવી રહ્યા છે. એક સમયે N-95 માસ્ક પણ બહારથી આયાત થતા હતા, આજે દરરોજ 3 લાખ માસ્કનું ઉત્પાદન થાય છે.

તેમણે કહ્યું કે કોરોના સામે લડાઈમાં ઘરેલુ સંશાધનોને તૈયાર કરવા તે એક મોટો પડકાર હતો. ભારતની કોરોના સામેની લડાઈને જોઈને આજે સમગ્ર વિશ્વને આશ્ચર્ય થઈ રહ્યું છે, આ પાછળનું એક કારણ સૈનિકો પણ છે. આજે આપણા દેશમાં કોરોના પ્રત્યે સાવધાની અને જાગૃતિ છે. વૈજ્ઞાનિક માહિતીનો વિસ્તાર થઈ રહ્યો છે. હવે આપણે રાજ્ય, જિલ્લા, તાલુકા તથા ગ્રામીણ સ્તરો પર માંગ-પુરવઠાની સ્થિતિને મજબૂત કરવાની છે

મોદીએ કહ્યું કે આપણે એ વાતની કાળજી રાખવાની છે કે આપણા કોરોનાના યોદ્ધાઓ કોઈ પણ રીતે થાકનો શિકાર ન બને. આપણે નવા અને નિવૃત જે પણ પ્રોફેસર આગળ આવવા ઈચ્છે છે તેમને પણ આ કાર્યમાં સાથે લેવાના રહેશે. આગામી સમયમાં તહેવારો પણ આવી રહ્યા છે.તે ઉત્સવનું કારણ બને, સંક્રમણ ન ફેલાય, આ માટે આપણે સાવધાની રાખવાની છે. આ સાથે એ પણ જોવાનું રહેશે કે ઉત્સવના સમયમાં ગરીબ પરિવારોને કોઈ તકલીફ ન પડે.દેશમાં કોરોનાની વેક્સીન માટે ઝડપભેર કામ થઈ રહ્યું છે. જ્યાં સુધી આ વેક્સીન ન આવે ત્યાં સુધી આપણે પોતે પણ બચવાનું છે અને પરિવારને પણ બચાવવાનો છે. મને વિશ્વાસ છે કે કોરોના સામેની લડાઈ આપણે સૌ સાથે મળીને લડશું અને જીતશું

​​​​​​​દેશમાં રિકવરી રેટ 64.19 ટકા, મૃત્યુ દર 2.30 ટકાઃ રવિવારે દેશમાં કોરોનાના કેસ 14 લાખને પાર થઈ ગયા હતા. જોકે ઠીક થનારા દર્દીની સંખ્યામાં પણ સતત વૃદ્ધિ થઈ રહી છે. આજે દેશમાં રિકવરી રેટ 64.19 ટકા છે. એટલે કે 100 દર્દી પૈકી 64 દર્દીને સારું થઈ રહ્યું છે. બીજીબાજુ મૃત્યુ દર 2.30 ટકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here