વડોદરા : આજે વધુ 99 પોઝિટિવ, કેસનો કુલ આંક 14 હજારને પાર થયો.

0
0

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 99 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ વડોદરા શહેરમાં 77 દિવસ પછી આજે પહેલીવાર 100થી ઓછા કેસ નોંધાયા છે. જે વડોદરા શહેર અને જિલ્લા માટે સારા સમાચાર છે. કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 14 હજારને પાર થઇને 14,009 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 209 થયો છે.

આજે વધુ 99 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

વડોદરા શહેર અને જિલ્લામાં આજે વધુ 99 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 12,203 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1597 એક્ટિવ કેસ પૈકી 162 દર્દી ઓક્સિજન પર અને 63 દર્દી વેન્ટિલેટર પર છે અને 1372 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ વારસીયા, સુભાનપુરા, સવાદ, ગોકુલનગર, દિવાળીપુરા, મકરપુરા, કપુરાઇ, છાણી, ગોત્રી, શિયાબાગ, નવીધરતી, નવાયાર્ડ, કિશનવાડી, જ્યુબિલીબાગ, યમુનામિલ, તાંદલજા, ગોરવા
ગ્રામ્યઃ રણોલી, બાજવા, પાદરા, દશરથ, બીલ, ડભોઇ, કરજણ, સાવલી, વાઘોડિયા

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3829 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 14,009 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2163, પશ્ચિમ ઝોનમાં 2300, ઉત્તર ઝોનમાં 3033, દક્ષિણ ઝોનમાં 2648, વડોદરા ગ્રામ્યમાં 3829 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here