વેરાવળ : આજે રક્ષાબંધનના દિવસે સોમનાથ દાદાને બોરસલી શૃંગાર કરાયો, મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી

0
0

વેરાવળ. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને રક્ષાબંધન છે. ત્યારે આજે સોમનાથ મહાદેવને બોરસલીનો શૃંગાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે આજે સોમનાથ મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. શ્રાવણ માસના દર સોમવારે લાખો ભાવિકો મહાદેવના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

આરતી સમયે લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં

શ્રાવણમાસના બીજો સોમવાર અને રક્ષાબંધન હોવાથી આજે સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 5.30 વાગ્યે ખુલ્યું હતું. સોમનાથ મહાદેવના મંદિરમાં લોકો આજે 8 વાગ્યા સુધી બોરસલી શૃંગારના દર્શન કરી શકશે. સવારથી સાંજ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં આખા દિવસ દરમિયાન 13 કલાક સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. મહત્વનું છે કે પાસ વગર એક પણ યાત્રિકને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ પાસ વગર કોઈ પણ શિવભક્તોને પ્રવેશ મળશે નહીં. જેથી ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જો કે આજે પણ સોમનાથ મહાદેવના મંદિરમાં આરતી સમયે લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here