20 જુલાઈનું રાશિફળ : સોમવારે મકર રાશિના લોકોએ પોતાના ઉગ્ર સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું પડશે

0
0

મેષ

પોઝિટિવઃ– પરિવારમાં થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ આજે તમારી મધ્યસ્થતાથી દૂર થશે. જેના કારણે પરિવારનું વાતાવરણ સામાન્ય થઇ જશે. સાથે જ, ઘરના રિનોવેશનનું કામ પણ શરૂ થવાની સંભાવના છે.

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યસ્તિ સાથે વિવાદ થઇ શકે છે. કઠોક અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવાથી બચવું. અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં હાલ નફાની આશા નથી.

લવઃ– જીવનસાથી પ્રત્યે પોઝિટિવ તથા સહયોગપૂર્ણ વ્યવહાર રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આર્થિક સ્થિતિ આજે સારી રહેશે. પિતા અથવા પિતા સમાન કોઇ વ્યક્તિની સલાહ માનવી તમારા માટે ફળદાયી રહેશે. સંતાન દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી તણાવમાંથી છુટકારો મળશે.

નેગેટિવઃ– આળસના કારણે તમારા થોડાં કામ અટકી શકે છે. તમારી શારીરિક ક્ષમતાને મજબૂત જાળવી રાખો. કોઇ નજીકના મિત્ર સાથે મનમુટાવ થઇ શકે છે.

વ્યવસાયઃ– પારિવારિક વ્યસ્તતાના કારણે તમારા કાર્યસ્થળ ઉપર વધારે સમય આપી શકશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– કસરત કરતાં રહો.

મિથુન

પોઝિટિવઃ– તમારી યોગ્યતા અને પ્રતિભા ઉપર વિશ્વાસ, તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવશે. તમારી અંદર છુપાયેલી પ્રતિભા હવે ઉજાગર થશે જેના કારણે ઘર અને સમાજમાં તમારું માન-સન્માન વધશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારા અહંકારના કારણે અનેક કામ ખરાબ થઇ શકે છે. સાથે જ, થોડાં લોકોના મનમાં તમારા પ્રત્યે ગેરસમજ પણ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– આજે તમે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખો.

લવઃ– ઘરની સુખ-સુવિધાઓ સંબંધિત ખરીદારી કરવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– ઠંડી વસ્તુઓનું સેવન કરશો નહીં.

કર્ક

પોઝિટિવઃ– આજે બપોર પછી લાભદાયક સ્થિતિઓ બની રહી છે. પરિવારના કોઇ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા તમને કોઇ પ્રકારનો ફાયદો થવાનો છે. ઘરના વડીલોનું સન્માન કરો.

નેગેટિવઃ– આજે ખર્ચમાં વધારો થશે. સાથે જ આવકના સાધન પણ બનશે. વધારે પરેશાન થવાની જરૂર નથી. કોઇ મિત્રના કારણે પણ કામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– આજે બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગ સંબંધિત કાર્યોને સ્થગિત રાખો.

લવઃ– તમારા સ્વભાવની ભાવુકતા અને મધુરતા પ્રેમ સંબંધને સુધારશે.

સ્વાસ્થ્યઃ– આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– લાંબા સમયથી અટવાયેલાં કાર્યો આજે પૂર્ણ થવાની સંભાવના છે. આ સમયે તમારું ધ્યાન તમારા કામ ઉપર કેન્દ્રિત રાખો. વારસાગત પ્રોપર્ટી સંબંધિત કામ પણ સરળતાથી પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– અસ્વસ્થતાના કારણે થોડો તણાવ અનુભવ કરશો. જેનો પ્રભાવ તમારી કાર્ય ક્ષમતા ઉપર પડશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારી સાથે મતભેદ થઇ શકે છે.

લવઃ– કોઇપણ કામમાં જીવનસાથીની સલાહ લેવી તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ– પેટના નીચેના ભાગમાં દુખાવાની ફરિયાદ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજે ભાઇઓ સાથે મળીને થોડાં મહત્ત્વપૂર્ણ વાતો ઉપર વાતચીત થઇ શકે છે. ભવિષ્ય સંબંધિત થોડી યોજનાઓ પણ આજે પૂર્ણ થશે.

નેગેટિવઃ– તમારા સ્વભાવ અને વિચારો ઉપર નિયંત્રણ રાખો. તમારા માન-સન્માન સંબંધિત કોઇ નકારાત્મક સ્થિતિ બનશે નહીં.

વ્યવસાયઃ– વ્યવહારમાં દરેક કામ બિલ દ્વારા જ લેવડ-દેવડ કરો.

લવઃ– પતિ-પત્નીને એકબીજા પ્રત્યે સન્માન હોવાના કારણે સંબંધ મધુર બનશે.

સ્વાસ્થ્યઃ– તણાવ વધારે રહેવાના કારણે આત્મબળ ઘટી શકે છે.

તુલા

પોઝિટિવઃ– આજે કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેની યોજના અને રૂપરેખા બનાવો. ત્યાર બાદ જ કાર્ય શરૂ કરો. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ– કોઇ સંબંધિનો હસ્તક્ષેપ હોવાથી પરિવારમાં થોડો તણાવ ઉત્પન્ન થઇ શકે છે. આ સમયે તમે કોઇ અન્ય લોકોની વાત ઉપર ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ– સરકારી કર્મચારીઓને આજે નોકરી સાથે સંબંધિત કોઇ શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક ઊર્જામાં ઘટાડો અને થાક અનુભવ થશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ભાવુકતાની જગ્યાએ મનથી કામ લેવું. તમે તમારા કાર્યો પ્રત્યે વધારે સારી રીતે નિર્ણય લઇ શકશો. વિદ્યાર્થીઓને પણ પોતાના પ્રોજેક્ટને પૂર્ણ કરવાના અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આજે થોડી નેગેટિવ વાતો ઉચ્ચારવાથી વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. બાળકો સાથે સહયોગ પૂર્ણ વ્યવહાર રાખો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં બધા નિર્ણય તમારે જ લેવા પડશે.

લવઃ– જીવનસાથીને તમારી બધી જ વાત જણાવો.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર ચેક કરાવતાં રહો.

ધન

પોઝિટિવઃ– સંબંધીની સાથે વિવાદ પૂર્ણ મામલાઓમાં તમારો નિર્ણાયક સહયોગ પરિસ્થિતિનો ઉકેલ લાવશે અને સમાજમાં તમારું માન-સન્માન પણ વધશે.

નેગેટિવઃ– ઘરના કોઇ મહત્ત્વપૂર્ણ પેપરને રાખીને ભૂલી શકો છો. આ સમયે તમારે તમારી દરેક વસ્તુને યોગ્ય રીતે સંભાળવી પડશે. ખર્ચ વધારે થવાના કારણે પરેશાની ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– કર્મચારીઓનો નેગેટિવ વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.

લવઃ– તમારો સતત ગુસ્સો લગ્નજીવનમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– લીવર સાથે સંબંધિત થોડી પરેશાની અનુભવ થશે.

મકર

પોઝિટિવઃ– જો આજે ઘરના પરિવર્તન સંબંધિત કોઇ યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર ગંભીરતાથી વાત કરો. પરિવર્તન સંબંધિત ગ્રહ સ્થિતિઓ બની રહી છે.

નેગેટિવઃ– મામા પક્ષ સાથે ફરીથી સંબંધોમાં કોઇ પ્રકારની વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારા ઉગ્ર સ્વભાવ ઉપર નિયંત્રણ જાળવી રાખશો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે કામ યોગ્ય ચાલતું રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોને પારિવારિક લોકોની મંજૂરી મળશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગરમીના કારણે ગભરામણ અનુભવ થશે.

કુંભ

પોઝિટિવઃ– આજે ઘરનું વાતાવરણ પોઝિટિવ રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે. સંતાન સંબંધિત ચાલી રહેલી કોઇ સમસ્યાનો ઉકેલ પણ આજે મળી જશે.

નેગેટિવઃ– ધનના લાભની અપેક્ષા ખર્ચ વધારે રહેશે. આર્થિક સ્થિતિ ઉપર વધારે ધ્યાન આપો. આ સમયે ધૈર્ય જાળવી રાખવું.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ નવા કામની શરૂઆત કરવાની યોજના બની રહી હતી. તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ-ગરમીના કારણે તમારી અંદર થાક અનુભવ થશે.

મીન

પોઝિટિવઃ– ઘરના વડીલોના આશીર્વાદ અને સભ્યોનો સહયોગ તમારા માટે ભાગ્યોદયનું વાતાવરણ પ્રદાન કરશે. આ સમયે તેમની ભાવનાઓનું સન્માન કરો.

નેગેટિવઃ– ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– મીડિયા સંપર્ક સૂત્રો સાથે વ્યવસાયમાં આજે સુઅવસર પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજન અને મિત્રોને મળવાથી સુખ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– ઇમ્યૂન સિસ્ટમ મજબૂત રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here