13 નવેમ્બરનું રાશિફળ : શુક્રવારે મીન રાશિના લોકોની ગ્રહ સ્થિતિ પક્ષમાં રહેશે, જાતકોને તેમની યોગ્યતા દર્શાવવાની તક મળશે

0
13

મેષ

પોઝિટિવઃ– ઘરમાં સંબંધીઓની અવર-જવર રહેવાથી વાતાવરણ સારું જળવાશે. કોઇ બાળકના એડમિશનને લગતી ચિંતા દૂર થશે અને રાહત અનુભવ થશે. જેથી તમે તમારું ધ્યાન પોતાના કાર્યોમાં લગાવી શકશો.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં ઘમંડ અથવા અતિ આત્મવિશ્વાસ જેવી સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું. આ સ્થિતિ તમારા જ લોકો વચ્ચે તમારી છાપ ખરાબ કરી શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

વ્યવસાયઃ– કોઇ નવા કાર્યને લગતી યોજના ફળીભૂત થઇ શકે છે.

લવઃ– ઘરની વ્યવસ્થા યોગ્ય જાળવી રાખવામાં પતિ-પત્નીનો ભરપૂર સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારની ઈજા કે એક્સિડેન્ટની સ્થિતિ રહી શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– ધાર્મિક તથા આધ્યાત્મિક ગતિવિધિઓમાં તમારો વિશેષ રસ રહેશે. જેના કારણે તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો પ્રવાહ અનુભવ કરશો. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના કરિયરને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– અચાનક જ કોઇ સંબંધીને લગતી પરેશાનીમાં તમારે આર્થિક મદદ કરવી પડી શકે છે. જેના કારણે તમારે તમારા પરિવારના ખર્ચમાં કાપ મુકવો પડશે અને મહત્ત્વપૂર્ણ કાર્યોમાં પણ વિઘ્ન આવશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા ઓર્ડરને પૂર્ણ કરવામાં કોઇ પ્રકારની બેદરકારી કરશો નહીં.

લવઃ– વ્યવસાયિક તણાવની અસર તમારા લગ્નજીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ લેવાના કારણે શુગર લેવલ વધી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજે ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને તમારા પક્ષમાં છે. તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં તમે સક્ષમ રહેશો. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મધુર રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ તમારો વિશેષ રસ રહેશે.

નેગેટિવઃ– કોઇપણ અપરિચિત વ્યક્તિ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહેવાની જરૂરિયાત છે. તમારા સાથે કોઇ પ્રકારની દગાબાજી થવાની આશંકા છે. કોઇપણ પ્રકારની ઉધારી અથવા લેવડ-દેવડ કરશો નહીં.

વ્યવસાયઃ– પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલાં લોકોની આજે કોઇ સારી ડીલ થઇ શકે છે.

લવઃ– કોઇ પારિવારિક સભ્યના લગ્ન માટે સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– હળવી શરદી કે ઉધરસ રહી શકે છે.

કર્ક

પોઝિટિવઃ– સામાજિક ગતિવિધિઓમાં આગળ આવીને ભાગ લેવાથી તમારી સમાજમાં વિશેષ ઓળખ બની રહેશે. આજે પણ કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે તમારી મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. ઉત્તમ વ્યક્તિત્વના લોકો સાથે મેલજોલથી તમારામાં પણ પોઝિટિવ પરિવર્તન આવશે.

નેગેટિવઃ– બાળકોની કોઇ ભૂલ ઉપર કઠોરતાથી વ્યવહાર કરવાની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયત્ન કરો. નહીંતર તેમનું આત્મવિશ્વાસ અને મનોબળ વધારે ઘટી શકે છે.

વ્યવસાયઃ– વ્યક્તિગત વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– અસંતુલિત ખાનપાનના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજે બપોર પછી પરિસ્થિતિ તમારા માટે થોડો લાભ લઇને આવી રહી છે. કોઇ રાજકારણ સાથે જોડાયેલાં વ્યક્તિની મદદથી તમને કોઇ સારી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. જો કોર્ટ-કચેરીને લગતો કોઇ મામલો ફસાયેલો છે તો આજે તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે.

નેગેટિવઃ– તમારી કોઇપણ યોજના સાર્વદનિક ન કરો, નહીંતર કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે. આવકની અપેક્ષાએ ખર્ચની સ્થિતિ વધારે રહેશે. યુવા વર્ગ પોતાનો સમય ખરાબ ન કરીને ભવિષ્યને લગતી રૂપરેખા તૈયાર કરવામાં સમય પસાર કરશે તો સારું રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક મામલે અન્ય પાસેથી સલાહ લેવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખશો તો સારું રહેશે.

લવઃ– પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજે તમારા કોઇ કામમાં વધારે લાભની સ્થિતિ બની રહી છે, એટલે સંપૂર્ણ રીતે એકાગ્ર ચિત્ત રહો. આવકના સ્ત્રોત પણ વધશે. વિદ્યાર્થીઓને પણ કોઇ સ્પર્ધામાં સફળતા મળવાથી ભવિષ્યને લગતાં લક્ષ્ય નિર્ધારિત કરવામાં સરળતા રહેશે.

નેગેટિવઃ– આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. ક્યારેક તમારા વહેમ અને જિદ્દી સ્વભાવના કારણે માનહાનિ થઇ શકે છે. એટલે તમારા સ્વભાવમાં પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– તમારા પબ્લિક રિલેશન તથા સંપર્ક સૂત્ર સારા હોવાના કારણે નવા વ્યવસાયિક કરાર પ્રાપ્ત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘૂટણ અને સાંધાના દુખાવાની સમસ્યા રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. કોઇપણ કામમાં વધારે મહેતન કરવી પડશે. આ મહેનતનું સુખદ પરિણામ પણ મળશે. એટલે પૂરા મનથી તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. બાળકોના પણ અભ્યાસ અને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળી જશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ કરવામાં તમારા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આજે કારણવિના મનમાં થોડા નકારાત્મક વિચાર આવી જવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– આજે વ્યવસાય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી કે આળસ કરશો નહીં.

લવઃ– ઘરમાં અન્યની સમસ્યાના કારણે થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને અપચાના કારણે માથાનો દુખાવો અને પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– શેરબજાર, મ્યુચુઅલ ફંડ વગેરે જેવી પોલિસીમાં રોકાણ કરવું લાભદાયક રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ સાથે જ આવકના સાધન પણ મળી જવાથી ખર્ચની ચિંતા રહેશે નહીં. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન રહેશે.

નેગેટિવઃ– ક્યારેક વધારે આત્મ કેન્દ્રિત થઇ જવું નજીકના સંબંધો ખરાબ કરી શકે છે. સંબંધોની પૂંજીને સાચવીને રાખવા માટે તમારા વ્યવહારમાં સોમ્યતા તથા મેલજોલ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડી નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. આવકના સ્ત્રોત પણ વધશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

ધન

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી પારિવારિક ગેરસમજ દૂર થશે તથા એકબીજા સાથે સંબંધ ફરી મધુર થઇ જશે. વડીલોનો આશીર્વાદ પણ મળી શકશે. લોન અથવા ટેક્સને લગતાં કાર્યોને આજે પૂર્ણ કરી લેવાનો પ્રયાસ કરો નહીંતર થોડી પરેશાની ઊભી થઇ શકે છે.

નેગેટિવઃ– બિનજરૂરી કાર્યો તથા ખરીદારીમાં ધન ખર્ચ કરશો નહીં. કોઇ નજીકના વ્યક્તિને લગતાં દુઃખદ સમાચાર મળવાથી મનમાં નિરાશા અને તણાવ જેવી સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા ઠોસ અને ગંભીરતા પૂર્ણ નિર્ણય લેવાની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ જળવાયેલું રહેશે.

મકર

પોઝિટિવઃ– સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તેના કારણે તમારા લાભદાયક સંપર્ક સૂત્ર પણ વધશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી રહેશે. ઘરમાં કોઇના લગ્નને લઇને યોગ્ય સંબંધ પણ આવી શકે છે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં ઘમંડ અને ઈગો જેવી ભાવના જન્મે નહીં તેનું ધ્યાન રાખો. સૌમ્યતા અને સરળતા રાખવાથી તમને ઘર અને સમાજમાં વિશેષ રૂપથી માન-સન્માન પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– કાર્યસ્થળમાં હાલ નવું કામ શરૂ કરવા માટે સમય ઉત્તમ નથી.

લવઃ– પારિવારિક વાતાવરણને સુખમય જાળવી રાખવા માટે વિશેષ પ્રયાસ કરવો પડશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટીના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– આધ્યાત્મિક કાર્યોમાં તમારી વિશેષ આસ્થા અને રસ રહેશે. દિનચર્યાને લગતાં કોઇપણ મહત્ત્વપૂર્ણ કાર્ય કરતાં પહેલાં તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે યોગ્ય વિચાર કરો.

નેગેટિવઃ– નજીકના મિત્ર કે સંબંધી પાસેથી રૂપિયાની લેવડ-દેવડને લઇને મનમુટાવ થઇ શકે છે. સમસ્યાઓનો સાથે બેસીને ઉકેલ લાવો કેમ કે, તેની નકારાત્મક અસર પરિવાર ઉપર થવાથી અંતર વધશે.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં આજે થોડી હાનિ થવાના યોગ છે એટલે કોઇ પણ ડીલ કે પેપર વર્ક કરતી સમયે વધારે સાવધાની જાળવો.

લવઃ– પરિવારમાં તમને પૂર્ણ સહયોગ તથા માન-સન્માન પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે ઉધરસ અને તાવની ફરિયાદ રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે તમારા કામને ગંભીરતા અને સાદગી સાથે પૂર્ણ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે. અચાનક જ કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત નવી ઊર્જા અને તાજગી પ્રદાન કરશે. તમને તમારી યોગ્યતા અને પ્રતિભાને ઉજાગર કરવાનો પણ અવસર મળી શકે છે.

નેગેટિવઃ– જો કોર્ટ કેસને લગતો માલમો અટકી રહ્યો છે તો આજે તેને લઇને થોડા નકારાત્મક પરિણામ સામે આવી શકે છે. એટલે કોઇ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો.

વ્યવસાયઃ– તમારા કામ અંગે કોઇપણ પ્રકારની બેદરકારી કે આળસ કરશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે ઈજા પહોંચે તેવી સ્થિતિ બની રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here