14 નવેમ્બરનું રાશિફળ : દિવાળીના દિવસે સમય અને ભાગ્ય બંને જાતકોના આત્મવિશ્વાસ અને આત્મબળમાં વધારો કરશે.

0
10

મેષ

પોઝિટિવઃ– આજે વિવિધ લોકો સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. કોઇ વિશેષ મુદ્દે ચર્ચા-વિચારણાં પણ થશે. પ્રોપર્ટીની ખરીદારીને લગતાં કાર્યો માટે આજનો દિવસ ઉત્તમ છે. વ્યક્તિગત રસને લગતાં કાર્યો માટે પણ સમય શુભ રહેશે.

નેગેટિવઃ– બાળકોને તેમના કરિયરને લગતાં કાર્યો પૂર્ણ ન થવાથી તણાવ રહેશે. આ સમયે બાળકોનું મનોબળ જાળવી રાખવું જરૂરી છે. સાથે જ, પરિવારની દેખરેખ અને જરૂરિયાતોને પૂર્ણ કરવામાં તમારું યોગદાન આપો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં થોડાં મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા અંગે થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે.

લવઃ– પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે બેદરકારી ન કરોય

વૃષભ

પોઝિટિવઃ– પરિવારના કોઇ સભ્યના લગ્નને લગતી વાતચીત થઇ શકે છે. ઘરમાં સંબંધીઓ આવવાથી ચહેલ-પહેલ રહેશે. કોઇ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાથી ધનને લગતી પરેશાનીનો ઉકેલ મળી જશે.

નેગેટિવઃ– બાળકોની પરેશાનીઓના સમાધાનમાં તેમનો સહયોગ કરો, જેથી તેમનો આત્મવિશ્વાસ વધશે. ઘર માટે કોઇ મૂલ્યવાન વસ્તુની ખરીદારીને આજે ટાળો. વધારે ભીડભાડમાં જવું નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં કોઇ પણ સમસ્યાના સમાધાન માટે ઘરના વડીલ તથા અનુભવી વ્યક્તિઓની સલાહ લો.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે. સંપૂર્ણ મનથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. અન્ય પાસેથી સલાહ લેવાની જગ્યાએ તમારા હ્રદયનો અવાજ સાંભળો

નેગેટિવઃ– તમારી લાઇફ સાથે જોડાયેલ કોઇપણ કાર્યમાં અન્યની દખલ થવા દેશો નહીં. જો કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો.

વ્યવસાયઃ– ફાઇનાન્સ તથા કંસલ્ટેન્સી સાથે જોડાયેલાં વ્યવસાયમાં સારી સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– પરિવારમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વાહન દ્વારા ઈજા પહોંચવાની સંભાવના છે.

કર્ક

પોઝિટિવઃ– આ સમયે ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ કરો. મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવા માટે કર્મ પ્રધાન તો થવું જ પડશે. તમારી ઊર્જા અને ક્ષમતાને ઓળખો અને તેનો ઉપયોગ કરો. જો પ્રોપર્ટીની ખરીદારીને લગતી કોઇ યોજના બનાવી છે તો આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

નેગેટિવઃ– તમારી મહત્ત્વપૂર્ણ તથા મૂલ્યવાન વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખો. તેના ખોવાઇ જવા કે કોઇ સ્થાને રાખીને ભૂલી જવાની સ્થિતિ રહેશે. જેના કારણે તમારી પરશાની વધી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમે વધારેમાં વધારે સમય પસાર કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક તથા વિશ્વાસપૂર્ણ સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

સિંહ

પોઝિટિવઃ– સમાજસેવી કાર્યોમાં તમારો વિશેષ રસ રહેશે. સેવાને લગતાં કાર્યોમાં યોગદાન પણ રહેશે. તમારા પોતાના વ્યક્તિગત કાર્યો પણ પારિવારિક સભ્યની મદદથી પૂર્ણ થઇ જશે. દિવસ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ– ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. આજે કોઇપણ અજાણ વ્યક્તિ સાથે વિવાદ કરશો નહીં. વાત વધવાથી પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચે તેવી સંભાવના છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવું નહીં. નહીંતર ભારે નુકસાન થઇ શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– શરીરમાં હળવો તણાવ અનુભવ થશે.

કન્યા

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી અટવાયેલાં કાર્યો ઉપર આજે વધારે સમય પસાર કરો. આજે તે કાર્યોને પૂર્ણ થવાની સંભાવના છે. કોઇ નજીકના વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજ પણ તમારી સમજણથી દૂર થઇ જશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, તમારો થોડો પણ ગુસ્સો અને ઉતાવળ બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. એટલે તમારા વ્યવહારમાં લચીલાપણું જાળવી રાખો. અજાણ વ્યક્તિઓ સાથે કોઇપણ પ્રકારનો વ્યવહાર ન કરો તો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– મશીનને લગતાં કાર્યોમાં કોઇ દુર્ઘટના થવાની સંભાવના છે.

લવઃ– જીવનસાથી અને પારિવારિક લોકોની સલાહ તમારા માટે સારી સાબિત થશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત તથા ગેસના કારણે પેટમાં દુખાવાની ફરિયાદ રહેશે.

તુલા

પોઝિટિવઃ– બાળકોના અભ્યાસ અને કરિયરને લગતાં કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થઇ જશે. જેનાથી તમે તણાવમુક્ત અનુભવ કરશો. જો કોઇ વિવાદિત સંપત્તિને લગતો મામલો ચાલી રહ્યો છે તો તે કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે.

નેગેટિવઃ– અચાનક જ થોડાં એવા ખર્ચ સામે આવશે જેના ઉપર કાપ મુકવો સંભવ નથી. એટલે ધૈર્ય અને સંયમથી કામ લો. કોઇ સાથે પણ ગેરસમજના કારણે સંબંધોમાં અંતર વધી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે ગ્રહ સ્થિતિ વ્યાપારિક દૃષ્ટિકોણથી ખૂબ જ લાભદાયક બની રહી છે.

લવઃ– લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી જીવનશૈલીને વ્યવસ્થિત રાખો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે બપોર પછી પરિસ્થિતિ ખૂબ જ ઉત્તમ બનશે. એટલે દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવી લો. ઉત્તમ સમયનો સદુપયોગ કરો. ઘરના રિનોવેશન કે સુધારને લગતાં કાર્યો ઉપર પણ વિચાર થશે.

નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ તથા પેપરને સાચવીને રાખો. કોઇ અજાણ વ્યક્તિના હાથમાં આવવા દેશો નહીં. થોડી બેદરકારી પણ નુકસાન પહોંચાડી શકે છે. અસમંજસની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે.

લવઃ– ઘરમાં કોઇ માંગલિક કાર્યને લગતી તૈયારીઓ શરૂ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે ભાગદોડના કારણે થાક અને નબળાઇ રહેશે.

ધન

પોઝિટિવઃ– જો વાહન કે કોઇ મૂલ્યવાન વસ્તુ ખરીદવાનો વિચાર બની રહ્યો છે તો દિવસ અતિ શુભ છે. મહેમાનની આગતાં-સ્વાગતામાં સમય પસાર થશે. ઘરમાં આવેલાં લોકો સાથે મહત્ત્વપૂર્ણ મુદ્દે ચર્ચા-વિચારણાં થશે.

નેગેટિવઃ– આવક સાથે ખર્ચ પણ થશે. આ સમયે તમારા બજેટનું પણ ધ્યાન રાખો. યુવા વર્ગ ખોટી મોજ-મસ્તીમાં પોતાના કરિયર સાથે કોઇ પ્રકારનો સમજોતો ન કરે.

વ્યવસાયઃ– રાજકીય કાર્યોને લગતાં વ્યવસાયમાં સારી સફળતા મળવાના યોગ છે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– માનસિક તણાવના કારણે થાક તથા ઊર્જાની કમી રહેશે.

મકર

પોઝિટિવઃ– આજે તમે તમારા વ્યક્તિગત અને રસને લગતાં કાર્યોમાં પણ તમારો સમય પસાર કરશો. જેથી તમને માનસિક શાંતિ અને સુકૂન મળશે. રોકાણને લગતી થોડી લાભકારી યોજનાઓ બનશે અને મોટાભાગના કામ પણ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે.

નેગેટિવઃ– વિદ્યાર્થી વર્ગને પોતાના કરિયરને લઇને કોઇના માર્ગદર્શનની જરૂરિયાત છે. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો. ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લઇને પણ ચિંતા રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ– ઘર અને વ્યવસાયની વચ્ચે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરવાળા દર્દીઓએ વિશેષ ધ્યાન રાખવું.

કુંભ

પોઝિટિવઃ– આજે સમય અને ભાગ્ય બંને તમારા આત્મવિશ્વાસ અને આત્મબળને વધારે પ્રબળ કરી રહ્યા છે. તમારા સંપર્ક સૂત્રને વધારે સુદૃઢ કરો. કેમ કે, આ સંપર્ક તમારા માટે ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ– તમારા આત્મવિશ્વાસ પ્રત્યે સજાગ રહો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે મેલજોલ રાખવાથી તમારા માન-સન્માન ઉપર આંચ આવી શકે છે. જેની અસર તમારા સામાજિક પારિવારિક સંબંધો ઉપર પણ પડશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વર્કર્સની ગતિવિધિઓ ઉપર તમારી નજર રહેશે.

લવઃ– લગ્નજીવન સુખયમ રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇ-કોઇ સમયે નકારાત્મક વિચારો આવવાથી ડિપ્રેશનની સ્થિતિ રહેશે.

મીન

પોઝિટિવઃ– તમને તમારા કોઇ કાર્યમાં શાનદાર સફળતા પ્રાપ્ત થવાની છે, એટલે દરેક કામ ખૂબ જ સમજી-વિચારીને તથા મન લગાવીને કરો. યુવા વર્ગ પણ પોતાના ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે મહેનત કરશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, અન્યના મામલે દખલ ન કરો અને માંગ્યા વિના સલાહ આપશો નહીં. નહીંતર કોઇના દ્વારા તમારી માનહાનિ થઇ શકે છે. કોઇને રૂપિયા ઉધાર આપતાં પહેલાં તે ક્યારે પાછા મળશે તે જાણી લો.

વ્યવસાયઃ– કારોબારી પરિસ્થિતિમાં સુધાર આવશે. નાની-મોટી પરેશાનીઓ ઊભી થશે પરંતુ સમય રહેતાં તમે તે મુશ્કેલીઓ અને પરેશાનીઓનો ઉકેલ શોધી લેશો.

લવઃ– પારિવારિક સભ્યોની જરૂરિયાતનું ધ્યાન રાખવું તમને સંતુષ્ટિ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનતના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here