28 નવેમ્બરનું રાશિફળ : શનિવારે કર્ક રાશિના જાતકોને અચાનક લાભ પ્રાપ્ત થશે, ભાઈઓ સાથે મતભેદ પણ થઈ શકે છે.

0
7

મેષઃ

પોઝિટિવઃ– આજે ભવિષ્યને લઇને થોડી યોજનાઓ શરૂ થશે. ઈશ્વરના આશીર્વાદથી તમે ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરી લેશે. હાલ કરેલો પરિશ્રમ આગળ જઇને લાભ આપશે. સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરી રહેલા લોકો માટે સમય સારો છે.

નેગેટિવઃ– બપોર પછી અચાનક જ થોડા ખર્ચ સામે આવશે, જેને કારણે ચિંતા રહેશે. તમારી વાણી પર સંયમ રાખો, કેમ કે એને કારણે થોડા સંબંધોમાં તિરાડ પડી શકે છે.

વ્યવસાયઃ– નોકરી તથા કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– વાત, પિત્તને લગતી પરેશાનીઓ રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– આ સમયે તમે કંઈક નવું શીખવાના ઉત્સુક રહેશો. કોઇ ખાસ વ્યક્તિ સાથે મળવાનું વધશે. ઘરમાં સુધારાને લગતી યોજના પણ બનશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ વ્યવહાર તમારા વ્યક્તિત્વમાં નિખાર લાવશે.

નેગેટિવઃ– વારસાગત સંપત્તિ કે ભાગલાની વાતને લઇને ભાઇઓ વચ્ચે મનદુઃખ થઇ શકે છે. આળસને તમારા પર હાવી થવા દેશો નહીં. મનમાં વિવિધ આશંકાઓ રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાય માટે સફળતાદાયક સમય છે.

લવઃ– પરિવારમાં કોઇ વાતને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો મનદુઃખ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી તમે સ્વસ્થ રહેશો.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ રહીને અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરશે. ઘરના વડીલો તમને સહયોગ કરશે. કોઇ જોખમી કાર્યમાં તમારો રસ વધશે. પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં સફળ રહેશો.

નેગેટિવઃ– કોઇ વાતને લઇને તમે નિરાશ રહેશો. તમારા લક્ષ્યથી ભટકશો નહીં તથા મનને વશમાં રાખો. ખરાબ મિત્રો સાથે અંતર જાળવવું યોગ્ય રહેશે. વાહન તથા મશીનને લગતા સામાનનો સાવધાની સાથે પ્રયોગ કરો.

વ્યવસાયઃ– વેપારમાં કોઇ મજબૂત અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ– પોતાના લોકો વચ્ચે સુખમય સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે અકારણ જ તણાવને કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– કાર્ય સ્થળે તથા વ્યવસ્થાને નવો લુક આપવા માટે કોઇ નિષ્ણાતની સલાહ લેવાની જરૂર પડશે. અચાનક લાભની પ્રાપ્તિ થશે, જેનાથી આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. પડકાર સામે આવશે, પરંતુ તમે એનો સામનો કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– કોઇપણ કામને મજબૂરીમાં ન કરો, નહીંતર તમારા પર તણાવ હાવી થઇ શકે છે. તમારી કોઇ પ્રિય વસ્તુ ચોરી કે ગાયબ થઇ શકે છે. ભાઇઓ સાથે મનદુઃખની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધારે રહેશે.

લવઃ– જીવનસાથી તથા પરિવારનો ભરપૂર સહયોગ તમને દરેક ક્ષેત્રમાં મળશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે આંખમાં પીડાનો અનુભવ થઇ શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમે તમારી જીવનશૈલીને વધારે ઉત્તમ બનાવવા માટે થોડી યોજનાઓ બનાવશો. અટવાયેલાં પારિવારિક કાર્યને સહજતા અને સરળતા સાથે પૂર્ણ કરો. સંબંધીઓની આગતા-સ્વાગતામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– સાસરિયાં પક્ષ સાથે કોઇ વાતને લઇને ચિંતા રહી શકે છે. આર્થિક મામલે પણ સમજી-વિચારીને નિર્ણય લેવો. આ સમયે કોઇને પણ ઉધાર રૂપિયા આપશો નહીં. અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે તમારી કુશળતા દ્વારા ઉન્નતિ પ્રાપ્ત કરશો.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી પરેશાની રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– તમે સમજી-વિચારીને તથા પ્લાનિંગ સાથે કામ કરશો તો સફળતા મળશે. મિત્રોની મદદથી ગૂંચવાયેલાં કાર્યો ઉકેલાઇ જશે. અટવાયેલા રૂપિયા પ્રાપ્ત થશે, જેનાથી આર્થિક પરેશાનીઓ દૂર થઇ શકશે.

નેગેટિવઃ– દિવસનો બીજો ભાગ થોડો પરીક્ષાવાળો રહેશે. માનસિક તણાવ રહેશે તથા તમારાં કાર્યોને યોગ્ય રીતે તમે કરી શકશો નહીં. જીવનમાં બધું જ હોવા છતાં કોઇ ખાલીપણુંનો અનુભવ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આ સમયે કોઇપણ પ્રકારનું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. યુવાઓની યોગ્યતા સામે આવશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમે સફળ રહેશો. મન પ્રમાણે કાર્ય પૂર્ણ થઇ જશે. કોઇની યોગ્ય સલાહ પણ તમને પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ સમયે લગ્ન યોગ્ય લોકોને કોઇ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આળસ હાવી રહેશે. તમારા ગુસ્સાના કારણે બનતાં કામ ખરાબ થઇ શકે છે. કોઇ પણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં એને યોગ્ય રીતે વાંચી લેવા યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક વ્યવસાયમાં લાભદાયક સાબિત થશે.

લવઃ– પતિ-પત્નીનો તાલમેલ સારો જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે થાક અને શરીરમાં દુખાવાની પરેશાનીથી પસાર થવું પડી શકે છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– સામાજિક તથા પારિવારિક કાર્યોમાં વ્યસ્તતા રહેશે. આજે તમને કોઇ વિશેષ સમાચારની પ્રાપ્તિ થશે, જેનાથી માનસિક સંતોષ જળવાયેલો રહેશે. તમે તમારાં કામ ઉત્સાહથી પૂર્ણ કરશો અને તેનું સારું પરિણામ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇની ખોટી સલાહ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. આ સમયે ક્લેશ તથા વાદ-વિવાદની સ્થિતિથી દૂર રહેવામાં જ ફાયદો છે. તમારા ગુસ્સા તથા વાણી પર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં પડકારનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તમે તમારા વિચાર દ્વારા પરિસ્થિતિનો ઉકેલ કરવામાં સક્ષમ રહેશો.

લવઃ– જીવનસાથી તથા પારિવારિક લોકોથી ભરપૂર સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– બ્લડપ્રેશર તથા ડાયાબિટિક લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

——————————–

ધનઃ-

પોઝિટિવઃ– જમીનને લગતાં અટવાયેલાં કામ સંપન્ન થશે. તમે તમારા રસના કામ કરવાથી ખૂબ જ વધારે પ્રસન્ન અનુભવ કરશો. વીમા, વિઝા, પાસપોર્ટને લગતાં અટવાયેલાં કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– બોલતી વખતે યોગ્ય અને સાર્થક શબ્દોનો પ્રયોગ કરો. બિનજરૂરી બોલતા રહેવાથી તમે પોતાની વાતમાં જ ફસાઈ શકો છો. બાળકો તરફ થોડી ચિંતા રહેશે. વૈચારિક મતભેદ પણ થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિથી સમય ઉપલબ્ધિવાળો છે.

લવઃ– બાળકોની સમસ્યાને લઇને પતિ-પત્ની વચ્ચે થોડો તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે સાંધા તથા ઘૂંટણનો દુખાવો થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– કોઇ જગ્યાએથી સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થવાથી મન પ્રસન્ન રહેશે. નવા મકાનની ખરીદદારી કે રિનોવેશનને લગતી યોજનાઓ પણ બનશે. તમે તમારું બધું કામ ખૂબ જ સરળ રીતે કરી શકશો. સેવાને લગતી સંસ્થાઓમાં પણ તમારું ખાસ યોગદાન રહેશે.

નેગેટિવઃ– આ સમયે તમારી સહનશક્તિમાં ઘટાડો આવી શકે છે. કોઇ બહારની વ્યક્તિ તમારા માટે પરેશાની ઊભી કરવાની કોશિશ કરી શકે છે. બેકારની વાતોમાં ખર્ચની સ્થિતિ પણ રહેશે. તમારી કોઇપણ યોજનાને કોઇની સામે ઉજાગર કરશો નહીં.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયમાં પ્રચાર-પ્રસાર કરવાની જરૂરિયાત છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખમય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરની કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે તમારા પ્રયાસથી કોઈ નજીકની વ્યક્તિનું મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ શકે છે, જેનાથી તમને સુખ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનું પણ અભ્યાસમાં મન લાગશે. યુવા વર્ગ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે અતિ ઉત્સાહી રહેશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. કોઇ પ્રકારનો વિવાદ થવાથી તમે તમારું નિયંત્રણ ગુમાવી શકો છો તથા સ્વભાવમાં ચીડિયાપણું વધશે. કોઇ દુઃખદ સમાચારની પ્રાપ્તિ મનને નિરાશ કરી દેશે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં કાર્યો કરવામાં તમે તમારા મનના અવાજને પ્રાથમિકતા આપો, અન્ય પર વિશ્વાસ કરવો પરેશાની અને હાનિનું કારણ બની શકે છે.

લવઃ– પરિવારના લોકો સાથે ચાલી રહેલું મનદુઃખ દૂર થવા લાગશે.

સ્વાસ્થ્યઃ– દાંતનો દુખાવો પરેશાન કરી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– બાળકો પોતાનાં અભ્યાસ, પરીક્ષા તથા સ્પર્ધા પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર રહેશે. ઉધાર આપેલા રૂપિયા પાછા મળી શકે છે. કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન થશે. તમારા પોઝિટિવ વિચાર તમારી કાર્ય ક્ષમતાને વધારશે.

નેગેટિવઃ– તમારા મિત્ર કે સહયોગી તમારી ઉન્નતિની ઈર્ષ્યા કરી શકે છે. તમારી કોઇ ઉપલબ્ધિ કોઇ સામે જાહેર કરશો નહીં. ઘરમાં મહેમાનોના અચાનક આવી જવાથી તમારી દિનચર્યા અવ્યવસ્થિત થઇ જશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ છે.

લવઃ– મોજ-મસ્તીમાં સમય પસાર કરવાની સાથે-સાથે તમારા પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here