19/06/2020 નું રાશિફળ : શુક્રવારે મેષ જાતકો ઉપર લક્ષ્મીજીની કૃપા રહેશે, ગ્રહોનું ગોચર લાભદાયક ફળ પ્રદાન કરશે

0
11

મેષ

પોઝિટિવઃ– રાશિ સ્વામી મંગળનો બારમા ભાવમાં પ્રવેશ તમારી ગતિવિધિઓમાં સામેલ થવા માટે તૈયાર છે. આજે ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બનાવી રહ્યું છે.

નેગેટિવઃ– બહારની ગતિવિધિઓમાં સામેલ થતી સમયે એક વાતનું ધ્યાન રાખવું કે, તમારા મનોબળમાં કોઇપણ કારણોસર ઘટાડો આવે નહીં.

લવઃ– જીવનસાથી સલાહ લઇને કાર્ય કરશો તો પ્રગતિ મળશે.
વ્યવસાયઃ– તમારા સંપર્કોથી જે પણ ઉપલબ્ધિ મળે તેના ઉપર વધારે વિચાર કરશો નહીં.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– રાશિ સ્વામી શુક્ર અને ચંદ્રનો રાશિમાં જ વિરાજમાન થઇને તમારા માટે દરેક પ્રકારની લાભદાયક અને શુભ પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તેનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ– આજે તમે તમારી ઉપર વધારે ધ્યાન આપવાના કારણે પરિજનોને કોઇ પ્રકારની અસુવિધા થાય નહીં તેનું ધ્યાન રાખવું.

લવઃ– જીવનસાથીનો સ્વભાવ ઉત્તેજિત થઇ શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ધ્યાન આપશો નહીં.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– તમારી રાશિના સ્વામી બુધ રાશિમાં જ વિરાજિત થઇને તમને ખૂબ જ પ્રેક્ટિકલ બનાવશે. આ સમયે અન્ય લોકો પાસેથી મદદ લેવાની અપેક્ષાએ તમારી કાર્ય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક ખરીદારી વગેરેમાં બિનજરૂરી ખર્ચ થઇ જશે. તમે તમારા દેખાડાની પ્રકૃતિના કારણે ફાલતૂ ખર્ચ કરી શકો છો.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજા સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ– તમે તમારા વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપશો.
સ્વાસ્થ્યઃ- કફ, ઉધરસ અને તાવ જેવી સમસ્યા રહેશે.

કર્ક

પોઝિટિવઃ– તમારી રાશિના સ્વામી ચંદ્ર તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ તૈયાર કરી રહ્યું છે. પરિસ્થિતિવશ કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓમાં થોડી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– માત્ર તમારી મરજી કરશો નહીં અન્ય લોકોની વાત ઉપર પણ ધ્યાન આપો. કોઇ વાત ઉપર વધારે અડગ રહેવાથી નિર્ણયો ગુંચવાઇ શકે છે.

લવઃ– પ્રેમ સંબંધને મજબૂત કરવામાં તમારી ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.
વ્યવસાયઃ– શેરબજારના કાર્યોમાં ફાયદો થશે.
સ્વાસ્થ્યઃ– તમે તમારી ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખો.

સિંહ

પોઝિટિવઃ– તમારો પોતાના ઉપર વિશ્વાસ રાખવો તમારા માટે દરેક પ્રકારના લાભનો સુઅવસર બનાવશે. આજકાલ તમે સામ, દામ, દંડ અને ભેદ બધી જ નીતિઓમાં સામેલ કરી પરિસ્થિતિ અનુકૂળ બનાવશો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક વધારે પ્રેક્ટિકલ થવું અને પોતાની મરજી વધારે ચલાવવી બાળકો ઉપર નેગેટિવ પ્રભાવ છોડી શકે છે.

લવઃ– થોડાં સમયથી જીવનસાથી સાથે મતભેદ ચાલી રહ્યો છે જેના કારણે તમારી કાર્યક્ષમતા ઘટી શકે છે.
વ્યવસાયઃ– વ્યવસાય સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ– વિટામિન્સ વગેરે ભરપૂર માત્રામાં લો.

કન્યા

પોઝિટિવઃ– માતા-પિતાના આશીર્વાદ તમારા માટે ભાગ્યોદયના માર્ગ પ્રબળ કરશે. તેમની અને વડીલોની સેવા કરો અને આશીર્વાદ લો. આજે તમને સફળતા અવશ્ય મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારા સ્વભાવમાં ચિડિયાપણું આવી શકે છે અને સમય કરતાં જલ્દી ઉપલબ્ધિ મેળવવાની ઇચ્છા પણ કોઇ પરેશાની વધારી શકે છે.

લવઃ– જીવનસાથી આજે તમારી અંદર ઊર્જાનો ઘટાડો અનુભવ કરશે.
વ્યવસાયઃ– ભાઇ અથવા નજીકના મિત્રની મદદ તમને વેપારમાં મદદ કરશે.
સ્વાસ્થ્યઃ– કામ સાથે આરામ પણ કરવો.

તુલા

પોઝિટિવઃ– તમે છેલ્લાં થોડાં દિવસોથી તમારી અંદર આળસ જેવી અવસ્થા અનુભવ કરી રહ્યા છો. આજે ફરીથી તમારી ઊર્જા એકત્રિત કરીને તમારું મનોબળ વધારો.

નેગેટિવઃ– પિતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો ઘરમાં કોઇ સમારકામ ચાલી રહ્યું હોય કે કોઇ યોજના બની રહી હોય તો તેને હાલ સ્થગિત કરી દો.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.
વ્યવસાયઃ– તમારે તમારા વ્યવસાયની કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે તમારી અંદર થોડાં ક્રાંતિકારી વિચાર ઉત્પન્ન થઇ રહ્યાં છે. તમે સમજ્યા વિચાર્યા ઉપર વધારે ધ્યાન આપવા સિવાય કાર્યને તરત કરવાની રણનીતિ બનાવી રહ્યા છો.

નેગેટિવઃ– કોઇ બાળકના આક્રમક સ્વભાવના કારણે થોડી ચિંતાની સ્થિતિ રહેશે. આજે તમારે ધૈર્ય જાળવી રાખવાની જરૂર છે.

લવઃ– આજે જીવનસાથીની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.
વ્યવસાયઃ– વેપાર સબંધિત કોઇપણ નવું કામ આજે કરશો નહીં.
સ્વાસ્થ્યઃ– તણાવના કારણે ગળામાં દુખાવો થઇ શકે છે.

ધન

પોઝિટિવઃ– આજે તમે વ્યક્તિગત કાર્યોની જગ્યાએ તમારી આંતરિક શક્તિઓને ફરી સમેટવામાં ધ્યાન લગાવશો. ધનલાભ સંબંધિત કાર્યમાં કોઇ ગતિ મળશે નહીં.

નેગેટિવઃ– કાકાના ભાઇ-બહેન સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. રૂપિયા સંબંધિત કોઇ વિવાદની સંભાવના છે, જેનો પ્રભાવ માતાના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને વધારશે.
વ્યવસાયઃ– વર્તમાનમાં જે કામ ચાલી રહ્યું છે તેના ઉપર વધારે ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ– માનસિક સ્થિતિ નબળી થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– આજે તમે તમારા સ્વભાવમાં વધારે ભાવુકતા અનુભવ કરી રહ્યા છો. તમારે વધારે સમજી-વિચારીને નિર્ણય લેવો, જેથી તમારા માન-સન્માનની પ્રાપ્તિ થઇ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, તમારી ભાવુકતા અને વિચારોમાં વધારે સમય લગાવવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા વધશે.
વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધા જ કાર્યો યોગ્ય રીતે સંપન્ન થશે.
સ્વાસ્થ્યઃ– આત્મબળમાં ઘટાડો અનુભવ થશે.

કુંભ

પોઝિટિવઃ– રાજકીય મામલાઓમાં ગતિ આવી શકે છે. પરિશ્રમથી તમને લાભ મળી શકે છે. યાત્રા માટે આજનો દિવસ શુભ છે. નોકરી માટે આજે સારો યોગ બની રહ્યો છે. અધૂરા કાર્યો પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નિરાશ થયા વિના મહેનત કરતાં રહો. કોઇપણ નવી પરિયોજના શરૂ કરતાં પહેલાં વડીલોની સલાહ અવશ્ય લો.

લવઃ– સમય પહેલાં કોઇ પ્લાનિંગ કરશો નહીં.
વ્યવસાયઃ– નોકરી પ્રાપ્તિ માટે કોઇ તૈયારી ચાલી રહી છે તો તે સફળ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– આજનો દિવસ સારો રહેશે.

મીન

પોઝિટિવઃ– સંતાન તરફથી સુખદ સમાચાર મળવાના કારણે મન પ્રસન્ન રહેશે. આજનો દિવસ તમારા વ્યવહારમાં વિનમ્રતા આવી શકે છે. અન્ય સાથે તમે સહયોગાત્મક વ્યવહાર અપનાવી શકો છો.

નેગેટિવઃ– જીવનસાથી સાથે થોડો મનમુટાવ થવાની સંભાવના છે. ઘરમાં બધા સાથે મધુર સંબંધ જાળવી રાખો. ઘરની સ્થિતિ સારી રહેશે.

લવઃ– પ્રેમ જીવન સારું રહેશે.
વ્યવસાયઃ– કોઇપણ કાર્યની સંપૂર્ણ તપાસ કર્યાં બાદ જ તેનો સ્વીકાર કરો.
સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રૂપથી તમે સ્વસ્થ રહેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here