7 ડિસેમ્બરનું રાશિફળ : સોમવારે મકર રાશિના લોકોએ અન્યના કાર્યોમાં દખલ કરવી નહીં, માંગ્યા વિના સલાહ આપવાથી બચવું

0
6

મેષ

પોઝિટિવઃ– આજે ખાસ લોકો વચ્ચે કોઇ ગંભીર વિષય અંગે ચર્ચા થશે. જે ખૂબ જ પોઝિટિવ રહેશે. તમારા મોટાભાગના કામ સમયે પૂર્ણ થઇ જશે, જેનાથી મનમાં સુકૂન રહેશે. મેલજોલ વધારવામાં પણ ધ્યાન આપો, આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, થોડાં લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ આલોચના કરી શકે છે. જોકે, તેના દ્વારા તમારા માન-સન્માન ઉપર કોઇ નકારાત્મક પ્રભાવ પડશે નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ઉતાવળની જગ્યાએ ગંભીરતા અને સાવધાની પૂર્વક કાર્ય કરવાની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ થવાના કારણે તાવની સ્થિતિ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે તમે રોજિંદા જીવનથી અલગ કશુંક નવું શીખવામાં સમય પસાર કરશો. જેનાથી તમને આત્મિક સુખ મળશે. વધારે ખર્ચની સ્થિતિ જળવાયેલી રહેશે પરંતુ સાથે જ આવકના સાધન પણ વધશે, એટલે મુશ્કેલી અનુભવાશે નહીં.

નેગેટિવઃ– પર્સનલ લાઇફમાં કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાથી બચવું. સાથે જ, પોતાની શંકાશીલ પ્રવૃત્તિ જેવા સ્વભાવને પણ નિયંત્રિત રાખો. કોઇ અશુભ સમાચાર મળી શકે છે. જેના કારણે મન નિરાશ થશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઇ નવો ઓર્ડર મળવાથી વધારે આવકની સ્થિતિ બનશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– કામ અને થાકના કારણે માથાનો દુખાવો અને નબળાઇ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– તમારી કોઇ ગુપ્ત પ્રતિભાને ઓળખ મળશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધારે મજબૂત થશે. વિશિષ્ટ વ્યક્તિઓનો સહયોગ તમારા માટે થોડી લાભદાયક પરિસ્થિતિઓ બનાવશે. પરિવાર માટે થોડો સમય પસાર કરો.

નેગેટિવઃ– કોઇપણ મેલજોલ કે મીટિંગ માટે જતી સમયે પહેલાં તેના અંગે સંપૂર્ણ રૂપરેખા બનાવી લો. કેમ કે, મોઢેથી બોલાયેલી કોઇ નકારાત્મક વાત તમારા માટે પછતાવો પેદા કરી શકે છે.

વ્યવસાયઃ– આજનો દિવસ વ્યસ્તતાપૂર્ણ રહેશે.

લવઃ– દિવસભર ભાગદોડ કરવા છતાંય થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– તમારો ઉદારવાદી તથા મદદગાર દૃષ્ટિકોણ સામાજિક કાર્યોમાં એક શ્રેષ્ઠ મિસાલ જેમ સામે આવશે. પારિવારિક જવાબદારીઓમાં પણ તમારો સંપૂર્ણ સહયોગ રહેશે. ઘરમાં કોઇ માંગલિક કામ પૂર્ણ થવાની યોજના બનશે.

નેગેટિવઃ– અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ કામ બનતાં-બનતાં અટકી જવાથી થોડો તણાવ રહી શકે છે. કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ આજે ટાળો. આ સમયે નકારાત્મક પરિસ્થિતિઓથી પરેશાન થવાની જગ્યાએ તેનો ઉકેલ શોધવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે કોઇપણ નવું કામ શરૂ ન કરો.

લવઃ– લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારું નિયમિત ચેકઅપ કરાવતાં રહો.

સિંહ

પોઝિટિવઃ– ઘણાં સમય પછી ઘરમાં મહેમાનોના આવી જવાથી બધા ખુશ થશે. સાથે જ, કોઇ પારિવારિક વિવાદનો પણ ઉકેલ આવી જશે. ધનના રોકાણને લગતી યોજનાઓ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, જેના કારણે તમારી પણ માનહાનિ સંભવ છે. કોઇપણ કામને શરૂ કરતાં પહેલાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનું સારું પરિણામ મળી શકશે નહીં.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટ અને લીવરને લગતી કોઇ પરેશાની રહેશે.

કન્યા

પોઝિટિવઃ– તમારી કાર્ય ક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને તમારી યોજનાઓને અંજામ આપો, તમને ચોક્કસ સફળતા મળશે. પરિવાર સાથે મનોરંજન તથા સુખ-સુવિધાને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– બાળકો ઉપર ગુસ્સો કરવાની જગ્યાએ તેમની સાથે મિત્રો જેવો વ્યવહાર કરો. કોઇપણ વાત કરતી સમયે તમારા શબ્દોના ઉપયોગ અંગે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– વેપારમાં આજે કઇ નવું કરવાની અપેક્ષાએ વર્તમાન કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– ઘરમાં ખાસ મહેમાનો આવવાથી તમે વ્યસ્ત રહેશો. તમે તમારા રોજિંદા કામમાંથી થોડો સમય સુકૂન અને મોજમસ્તી માટે પણ પસાર કરી શકશો. બાળકો તરફથી પણ કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે.

નેગેટિવઃ– તમારા થોડાં વિરોધી ઇર્ષ્યાની ભાવનાથી તમારા ઉપર ખોટા આરોપ લગાવી શકે છે. તમારા ગુસ્સા અને આવેગ ઉપર કંટ્રોલ રાખો તથા સંયમથી પરિસ્થિતિને સંભાળો.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડ રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે વ્યસ્તતાના કારણે શારીરિક અને માનસિક રૂપથી થાક અનુભવ થશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે બાળકોની પરેશાનીઓને સમજો અને તેને ઉકેલવામાં વ્યસ્ત રહેશો. થોડાં નજીકના લોકો સાથે મળવાથી સારું પરિણામ સામે આવશે. સામાજિક સ્તરે જ તમને એક નવી ઓળખ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો. તેનાથી તમારા વિરોધીઓમાં ઇર્ષ્યાની ભાવના આવશે, જે નુકસાનદાયી રહી શકે છે. ધનને લગતાં લેવડ-દેવડના કાર્યોને ધ્યાનપૂર્વક કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે કોઇ બહારના વ્યક્તિની દખલથી કર્મચારીઓ વચ્ચે મતભેદ થઇ શકે છે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તમારો ઘરના કાર્યોમાં સહયોગ આપવો સંબંધોને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ– સાંધા અને ઘૂંટણનો દુખાવો રહેશે.

ધન

પોઝિટિવઃ– થોડાં નજીકના લોકોને મળવાથી સારા પરિણામ સામે આવશે અને લાભદાયક પરિસ્થિતિઓ પણ બનશે. તમારા વિનમ્ર સ્વભાવ અને ઉત્તમ વ્યક્તિત્વના કારણે ઘર તથા આસપાસના વાતાવરણમાં તમારા વખાણ થશે. પાડોસીઓ સાથે ચાલી રહેલો કોઇ વાદ-વિવાદ ઉકેલાઇ જશે

નેગેટિવઃ– ક્યારેક એવું લાગશે કે તમને તમારા સ્વભાવના કારણે લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેના કારણે તમે તમારા આત્મબળને નબળું અનુભવ કરશો.

વ્યવસાયઃ– આ સમયે કાર્યક્ષેત્રમાં વધારે મહેનતની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણનો નકારાત્મક પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

મકર

પોઝિટિવઃ– જો કોર્ટ કેસને લગતી કાર્યવાહી ચાલી રહી છે, તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવે તેવી સંભાવના છે. તમારા પક્ષને મજબૂત જાળવી રાખો. દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે પણ સંબંધ સ્થાપિત થશે.

નેગેટિવઃ– અન્યના કાર્યોમાં દખલ કરશો નહીં અને માંગ્યા વિના સલાહ આપશો નહીં. કેમ કે, તેનો નકારાત્મક પ્રભાવ તમારા ઉપર જ પડશે. બાળકને લગતી કોઇ ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિથી હાલ સમય વધારે લાભદાયક નથી.

લવઃ– જીવનસાથી સાથે સંબંધોને મધુર જાળવી રાખવામાં તમારી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાથી તણાવ વધશે.

કુંભ

પોઝિટિવઃ– જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બની રહી છે, તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. રોજિંદા કાર્યોથી અલગ થોડો સમય આત્મનિરીક્ષણમાં પસાર કરો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારો જ અહંકાર અને જિદ્દના કારણે ભાઇઓ સાથે કોઇ વાદ-વિવાદ થઇ શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સારી જળવાયેલી રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શનના કારણે તાવ અને ઉધરસની સ્થિતિ રહેશે.

મીન

પોઝિટિવઃ– આ સમયે તમને તમારી લગન અને મહેનતનો લાભ પ્રાપ્ત થવાનો છે, એટલે તમારા કામ ઉપર સંપૂર્ણ રીતે સમર્પિત રહો. ઘરમાં કોઇ ધાર્મિક કાર્યક્રમ પણ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– વારસાગત સંપત્તિના કાર્યોમાં થોડું મોડું થશે, પરંતુ પછી કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે. ધ્યાન રાખો કોઇ જૂની નકારાત્મક વાત સામે આવવાથી સંબંધોમા ખટાસ આવી શકે છે.

વ્યવસાયઃ– પબ્લિક ડીલિંગ અને મીડિયાને લગતાં લોકો પોતાના કાર્યોમાં વધારે ધ્યાન આપે.

લવઃ– થોડો સમય જીવનસાથી સાથે મનોરંજન અને શોપિંગમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here