Monday, January 24, 2022
Home15 ડિસેમ્બર નું રાશિફળ : મંગળવારે ધન જાતકોએ બિઝનેસમાં પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં...
Array

15 ડિસેમ્બર નું રાશિફળ : મંગળવારે ધન જાતકોએ બિઝનેસમાં પાર્ટનરશિપને લગતાં કાર્યોમાં પારદર્શિતા રાખવી પડશે

મેષ

પોઝિટિવઃ– આજે ધાર્મિક કાર્યોમાં જોડાયેલાં રહેશો. સમાન વિચારધારા ધરાવતાં કોઇ વ્યક્તિ સાથે સંપર્ક કરવો તમારા માટે પ્રસન્નતાદાયક રહેશે. તથા જીવનસ્તરને સુધારવા માટે સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ પણ રાખવો.

નેગેટિવઃ– બાળકોના કરિયર કે લગ્નને લઇને ચિંતા રહેશે. ઘરની વિલાસિતાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં ખર્ચ થશે. જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. તમારી મૂલ્યવાન વસ્તુોને સંભાળીને રાખો. ચોરી થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– કામનો ભાર વધારે રહેશે.

લવઃ– જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે તથા તમારા પ્રિયજન અને પરિવારના લોકોની ચિંતા કરવી તમારા માન-સન્માનને વધારશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે સુસ્તી અને આળસ હાવી થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં આજે તમારો મોટાભાગનો સમય પસાર થશે. સાથે જ મહત્ત્વપૂર્ણ લોક સાથે સંપર્ક પણ મજબૂત થશે. વિદ્યાર્થીગણ પોતાના કાર્યો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે.

નેગેટિવઃ– આ સમયે તમારું ધ્યાન થોડી નકારાત્મક ગતિવિધિઓ તરફ આકર્ષિક થઇ શકે છે. તેમનાથી અંતર જાળવી રાખો. કોઇને રૂપિયા ઉધાર ન આપશો, કેમ કે તેના પાછા આવવાની આશા નથી.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી યોજના સફળ રહેશે.

લવઃ– તમારી કોઇપણ યોજનાને શરૂ કરવામાં તમારા જીવનસાથીની સલાહ અવશ્ય લો.

સ્વાસ્થ્યઃ– ઘૂંટણ કે પગનો દુખાવો વધી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– બાળકોની કોઇ સમસ્યાનો ઉકેલ કરવામાં તમારો સહયોગ પોઝિટિવ રહેશે. આજે પાડોસીની સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. પ્રોપર્ટીનું વેચાણ અંગેની યોજના સફળ થશે.

નેગેટિવઃ– આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં, કેમ કે તેના કારણે તમારા અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે. ખોટી ગતિવિધિઓમાં ખર્ચ વધારે થશે. કોઇને રૂપિયા ઉધાર ન આપો નહીંતર તેના પાછા આવવાની આશા નથી.

વ્યવસાયઃ– જો કોઇ વ્યવસાયમાં પાર્ટનરશિપની યોજના બની રહી છે તો તેના ઉપર તરત અમલ કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સારા સંબંધ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો.

કર્ક

પોઝિટિવઃ– આજે કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાનો અવસર પ્રાપ્ત થશે. ધાર્મિક ક્રિયાઓમાં પણ વ્યસ્ત રહેશો, જેનાથી તન અને મન બંને પ્રફુલ્લિત રહેશે. મિત્રોની સલાહ ભાગ્યોદય કારક સાબિત થશે. કોર્સ કેસમાં પણ સ્થિતિ તમારા પક્ષમાં રહેવાના યોગ છે.

નેગેટિવઃ– તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. તમે કોઇ ષડયંત્રમાં ગુંચવાયેલાં રહી શકે છે. આર્થિક રોકાણને લગતાં કાર્યોમાં સમજી-વિચારીને જ નિર્ણય લો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં આજે પોઝિટિવ વાતાવરણ રહેશે.

લવઃ– ઘર-પરિવારની સુખ-શાંતિ માટે જીવનસાથીની પૂર્ણ સમર્પણની ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનતના કારણે નસમાં દુખાવાની સમસ્યા રહેશે.

સિંહ

પોઝિટિવઃ– તમારા મનમાં નવી-નવી યોજનાઓ બનશે. જે ઘર તથા વ્યવસાય બંને માટે સારી સાબિત થશે. એટલે તેના ઉપર અમલ કરવાનું પણ શરૂ કરો. ઘરમાં સગા-સંબંધીઓ આવશે અને ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ– આ સમયે ભાઇઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. અનુભવી લોકોની મધ્યસ્થતાથી સમસ્યાનો ઉકેલ પણ જલ્દી જ પ્રાપ્ત થશે. બાળકની સંગત ઉપર નજર રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં રિનોવેશનમાં વધારે ખર્ચ થઇ શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે ચિંતા અને તણાવના કારણે માથાનો દુખાવો રહેશે.

કન્યા

પોઝિટિવઃ– અત્યાર સુધી તમે જે કાર્યશૈલીમાં પરિવર્તનને લગતી યોજના બનાવી હતી, આજે તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે. તમે તમારા કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. ઘરની દેખરેખ તથા સુખ-સુવિધાઓને લગતાં કાર્યોમાં તમારો સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને સંબંધ ખરાબ થઇ શકે છે. થોડી પણ બેદરકારી અને સમજણ દ્વારા જલ્દી જ ગેરસમજ દૂર થઇ જશે. ખર્ચ વધારે રહેવાના કારણે ચિંતા વધશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં તણાવમાંથી રાહત મળશે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘર અને પરિવાર બંને જગ્યાએ તાલમેલ જાળવી રાખવામાં તમે સક્ષમ રહેશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે કોઇ ધાર્મિક આયોજનમાં તમે વ્યસ્ત રહેશો. તમારો સિદ્ધાંતવાદી તથા વ્યાપક દૃષ્ટિકોણ સમાજમાં તમારી છાપને વધારે નિખારશે. કોઇ અટવાયેલાં રૂપિયા મળવાના યોગ્ય યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં ચાલી રહેલી પરેશાનીઓને લઇને ચિંતા રહેશે. આ સમયે ધૈર્ય અને વિવેક દ્વારા સમસ્યાને ઉકેલો. ઘરની દેખરેખ તથા વિલાસિતાને લગતી વસ્તુઓ ઉપર ખર્ચથી બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– તમે કાર્યક્ષેત્રમાં કોઇ ઠોસ કે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો.

લવઃ– તમારા કાર્યક્ષેત્રમાં જીવનસાથીનો સહયોગ તમારી ચિંતાઓને ઘટાડશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આ સમયે તમે ઉપલબ્ધિઓ, આશાને લગતાં જે સપના સજાવ્યાં હતાં, તે પૂર્ણ થવાના છે. એટલે સંપૂર્ણ જોશ અને મહેનત સાથે તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતાં રહો. પોતાને સાબિત કરવા માટે સ્થિતિ સારા સમયનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ– આજે કોઇ અપ્રિય સમાચાર પણ મળી શકે છે, જેના કારણે મન નિરાશ રહેશે. વાહન ખરાબ થવાથી મોટો ખર્ચ સામે આવશે. જો ઘરમાં કોઇ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદારીની યોજના બની રહી છે, તો આજે ટાળો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતાં વ્યવસાયમાં સફળ રહેશો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

ધન

પોઝિટિવઃ– આજે થોડાં સમય પોતાના રસને લગતાં કાર્યોને કરવામાં પસાર કરો. તેનાથી તમે ફરી પોતાને ફ્રેશ અનુભવ કરશો. તમારી દિનચર્યાને લગતાં કાર્યોમાં સંપૂર્ણ ઊર્જા સાથે ધ્યાન લગાવી શકશો.

નેગેટિવઃ– ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખો. થોડી બેદરકારીના કારણે કોઇ વિવાદમાં ફસાઇ શકો છો. કોઇપણ મોટું રોકાણ કરતાં પહેલાં તેને લગતી પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતાં કોઇપણ કામમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ– તમારો થાક અને તણાવને દૂર કરવા માટે પરિવારના લોકો તમારી જરૂરિયાતનું પૂર્ણ ધ્યાન રાખશે.

સ્વાસ્થ્યઃ– વાતાવરણમાં ફેરફારના કારણે સાંધામાં દુખાવાની ફરિયાદ રહેશે.

મકર

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી તમે તમારી આંતરિક ઊર્જાને સમજવા માટે જે કોશિશ કરી રહ્યા છો, તેના કારણે તમારા વ્યવહારમાં ખૂબ જ પોઝિટિવ પરિવર્તન આવશે. અન્યના દુઃખ અને તકલીફમાં તેમની મદદ કરવી તમારો વિશેષ ગુણ રહેશે.

નેગેટિવઃ– જો પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેવાનો પ્લાન બનવી રહ્યા છો તો આજે તેને ટાળવો જ સારો રહેશે. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં નથી. આ સમયે ખોટા ખર્ચ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– છેલ્લાં થોડા સમયથી ધનને લગતી જે મુશ્કેલીઓના કારણે પ્રોડક્શનના જે કામ અટવાયેલાં હતાં આજે તેમાં ગતિ આવશે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યની તકલીફમાં તેમનો સહયોગ કરવો સંબંધને વધારે મજબૂત બનાવશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો રહેશે.

કુંભ

પોઝિટિવઃ– ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થશે. તમારા વિચારોનું આદાન-પ્રદાન ઘરના વાતાવરણને સુખમય રાખશે. કોઇ વિશેષ મુદ્દા ઉપર પણ વિચાર થઇ શકે છે. યુવાઓને કોઇ વડીલ વ્યક્તિના સાનિધ્યમાં તેમની સમસ્યાનો ઉકેલ મળશે.

નેગેટિવઃ– બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન રાખીને મિત્રો જેવો વ્યવહાર કરો. તેનાથી તેઓ સરળતાથી પોતાની સમસ્યાને તમારી સામે રાખી શકશે. તમારા ઈગો અને ગુસ્સાના કારણે વાતાવરણ થોડું અસ્ત-વ્યસ્ત થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારીની બેદરકારીથી કોઇ મોટું નુકસાન થવાની સંભાવના છે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને ખભામાં દુખાવની ફરિયાદ રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે થોડો લાભ લઇને આવશે. જો કોઇ કોર્ટ કેસને લગતો મામલો ચાલી રહ્યો છે, તો આજે તેનો નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– આવક સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. તમારા બિનજરૂરી ખર્ચ ઉપર રોક લગાવો. તમારી કોઇપણ યોજના કોઇ સામે જાહેર ન કરો. નહીંતર હાનિનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– માર્કેટિંગને લગતાં કાર્યો સાવધાની પૂર્વક કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular