19 ડિસેમ્બરનું રાશિફળ : શનિવારે મીન રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે : વેપાર માટે દિવસ શુભ.

0
7

મેષ

પોઝિટિવઃ– સમય શાંતિદાયક અને ધનદાયક ચાલી રહ્યો છે. ઘરમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ અભ્યાસમાં યોગ્ય પરિણામ મળી શકે છે. જીવન ખૂબ જ સહજ અને સરળ રહેશે.

નેગેટિવઃ– આ સમયે કોઇપણ પ્રકારના ટ્રાન્સપોર્ટેશનના કામને ટાળો. કેમ કે તેમાં સમય ખરાબ થવા સિવાય અન્ય કશું જ પ્રાપ્ત થશે નહીં. ઘરના કોઇ નજીકના સભ્યના લગ્નજીવનમાં અલગ થવાની સ્થિતિ ઊભી થવાથી ઘરમાં તણાવ રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વધારે વ્યસ્ત રહેશો. તમારી મહેનતનું પરિણામ પણ ખૂબ જ ઉત્તમ પ્રાપ્ત થશે.

લવઃ– પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં તાલમેલ જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આ સમયે તમે ફાલતૂ ગતિવિધિઓથી ધ્યાન હટાવીને તમારું ધ્યાન તમારા કાર્યો ઉપર કેન્દ્રિત રાખો. ગ્રહ સ્થિતિઓ અનુકૂળ છે. તમારા અટવાયેલાં કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. ઘરનું વાતાવરણ પણ સારું જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– કોઇ-કોઇ સમયે તમારું મન નાની-નાની વાતને લઇને વિચલિત રહી શકે છે. આ સમયે તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે તેની નકારાત્મક અસર તમારા પારિવારિક જીવન ઉપર પણ પડશે.

વ્યવસાયઃ– સ્ત્રી વર્ગ સાથે જોડાયેલાં વ્યવસાય સફળ રહેશે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ ભાવુકતાપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને અપચાની સમસ્યા રહેશે.

મિથુન

પોઝિટિવઃ– કળાત્મક તથા રસપૂર્ણ કાર્યોમાં વિશેષ સમય પસાર થશે. તમે પોતાને ખૂબ જ ઊર્જાવાન અનુભવ કરશો. કોઇ પારિવારિક સભ્યના લગ્નને લગતો સંબંધ આવી શકે છે. વિદેશી સંપર્ક સૂત્રો દ્વારા સારી આવક થવાની સંભાવના છે.

નેગેટિવઃ– થોડા કામ બનતાં-બનતાં અટકી શકે છે. તેના કારણે તમારી જ એકાગ્રતામાં ઘટાડો આવી શકે છે. ખર્ચ પ્રત્યે કંજૂસી કરવું પણ પરિવાર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– મીડિયા, આર્ટ, કમ્યુટર વગેરેને લગતાં વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે.

લવઃ– લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

કર્ક

પોઝિટિવઃ– તમારી પરેશાનીઓમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે. જેના કારણે તમને તણાવથી ખૂબ જ રાહત મળશે. કોઇ મહત્ત્વપૂર્ણ કામની શરૂઆત માટે આજનો દિવસ ઉત્તમ છે.

નેગેટિવઃ– થોડી ખોટી પ્રવૃત્તિના લોકો તમારા કામમાં વિઘ્ન ઊભું કરી શકે છે. આવા લોકો સાથે કોઇપણ સંપર્ક ન રાખો. ખોટા ખર્ચથી બચવું જરૂરી છે. પરિવારના લોકો ઉપર વધારે અનુશાસન જાળવી રાખવું તેમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાયેલું રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– તમે તમારા કામ પ્રત્યે સંપૂર્ણ રીતે સમર્પિત રહો, ભાગ્ય તમારો સહયોગ કરશે. તમને યોગ્ય સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં પણ અનુશાસન વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ– આ સમયે પિતરાઈ ભાઇ-બહેનોથી તમારા સંબંધોને સંભાળીને રાખવાની જરૂરિયાત છે કેમ કે, અકારણ જ તેમની સાથે મતભેદ ઊભો થઇ શકે છે. વારસાગત સંપત્તિને લઇને પણ કોઇ વિવાદ શક્ય છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક ગતિવિધિઓને તમારા કાર્યક્ષેત્રમાં રહીને જ પૂર્ણ કરો.

લવઃ– તમારા કાર્યોમાં જીવનસાથીનો પણ પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ સમજી-વિચારીને નિર્ણય લેવો વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે. આ સમયે આર્થિક સ્થિતિઓ પણ ખૂબ જ સારી બની રહી છે. એટલે સમયનો સદુપયોગ કરો. બજેટ પ્રમાણે કામ કરવાથી ધનને લગતાં મામલાઓમાં સમસ્યા આવશે નહીં.

નેગેટિવઃ– ક્યારેક કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. કોઇ નજીકના વ્યક્તિની આર્થિક મદદ કરવાના કારણે તમારા હાથ થોડાં ખેંચાયેલાં રહેશે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી એકાગ્રતા અને હાજરી વાતાવરણને યોગ્ય જાળવી રાખશે.

લવઃ– ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં પતિ-પત્ની બંનેનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. તમે કોઇ નવી તકનીકનો પ્રયોગ કરીને તમારા કામ આગળ વધારશો. ઘરને સાચવીને રાખવા અંગે નવી વસ્તુઓની ખરીદદારીને લગતી યોજના બનશે. પરિવાર સાથે હરવા-ફરવા અને મનોરંજનમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– તમારી કાર્યશૈલી અને યોજનાઓને યોગ્ય રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઇ ખોટી સલાહ તમને ભ્રમિત કરી શકે છે. બાળકોની ગતિવિધિઓ અને શિક્ષણને લગતી તૈયારીના વિષયમાં પણ જાણકારી લેતાં રહો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પરિશ્રમનું યોગ્ય પરિણામ મળવાનો સમય આવી ગયો છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાના કારણે માનસિક તણાવ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆત ખૂબ જ સુકૂનદાયક રહેશે. ફોન દ્વારા કોઇ શુભ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ક્રિયાઓમાં થોડો સમય પસાર થશે. જન્મદિવસ કે કોઇ અન્ય પાર્ટીમાં જવાનો અવસર મળશે.

નેગેટિવઃ– દિવસના બીજા ભાગમાં પરિસ્થિતિઓ ખૂબ જ પ્રતિકૂળ થઇ જશે. જેથી તમને લાગશે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, જલ્દી જ બધું ઠીક થઇ જશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી વ્યવસ્થિત દિનચર્યા અને ઉત્તમ રહેણીકરણી તમને સ્વસ્થ રાખશે.

ધન

પોઝિટિવઃ– કોઇ પારિવારિક સમસ્યામાં તમારી હાજરી અને સલાહ મહત્ત્વપૂર્ણ રહેશે. યોગ્ય સમાધાન પણ મળી શકશે. જીવનમાં થોડાં પોઝિટિવ ફેરફાર આવવાની સંભાવના છે. વિદ્યાર્થીઓને પણ તેમની સ્પર્ધાને લગતી પરીક્ષામાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારો જ કોઇ નજીકના સંબંધી તમારા જ વિરૂદ્ધ ગેરસમજ ઊભી કરી શકે છે. કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરીને તમારી ક્ષમતાઓ ઉપર જ વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સુધાર લાવવા માટે વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે તેમની દેખરેખ તથા પરિવારને લગતી જવાબદારી પણ તમારા ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

મકર

પોઝિટિવઃ– આજે રોજિંદાની દિનચર્યાથી અલગ થોડો સમય આત્મ અવલોકનમાં પણ પસાર કરો. થોડાં સમયથી ચાલી રહેલી તમારી મહેનત અને લગનનો લાભ પ્રાપ્ત થવાનો છે. આ સમયે અનેક ગુંચવાયેલાં કામને વ્યવસ્થિત કરવાની કોશિશ સફળ રહેશે.

નેગેટિવઃ– આ સમયે સંબંધીઓને લગતાં થોડા વાદ-વિવાદ ઊભા થઇ શકે છે પરંતુ સમસ્યાનું સમાધાન ખૂબ જ વ્યવહાર કુશળ રીતે મળી શકશે. ધ્યાન રાખો કે કોઇ જૂની નકારાત્મક વાત વર્તમાન ઉપર હાવી થાય નહીં.

વ્યવસાયઃ– પલ્બિક ડીલિંગ તથા મીડિયાને લગતાં કાર્યોમાં વધારેમાં વધારે ધ્યાન આપવું.

લવઃ– પાર્ટનર તથા પરિવારના લોકો સાથે થોડો સમય મનોરંજનમાં પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ સફળતા તમારા હાથમાં આવી શકે છે. પરંતુ આ સમયે હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું વધારે ફાયદાકારક રહેશે. નજીકના સંબંધીઓ સાથે પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે આ સમયે ભાવુકતાના કારણે થોડા નિર્ણય ખોટા સાબિત થઇ શકે છે. ક્યારેક-ક્યારેક ગુસ્સો અને ચીડિયાપણું પરિવારની વ્યવસ્થાને ખરાબ કરી શકે છે. એટલે તમારા વ્યવહારને પોઝિટિવ જાળવી રાખવા માટે મેડિટેશન કરો.

વ્યવસાયઃ– કોઇ અનુભવી વ્યક્તિની સલાહ તમને નવી દિશા પ્રદાન કરશે.

લવઃ– ઘરની યોગ્ય દેખરેખમાં પતિ-પત્ની બંનેનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– ધાર્મિક તથા અદ્યાત્મિક કાર્યોમાં વધારે સમય પસાર થશે. જેથી રોજિંદાના તણાવ અને થાકથી રાહત મળશે. યુવા વર્ગને કોઇ સારી જોબ મળવાને લગતી સૂચના મળશે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક રીતે મદદ કરવી પડી શકે છે.

નેગેટિવઃ– જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. બાળકોની કોઇ નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી મન નિરાશ રહેશે. આ સમયે ખૂબ જ સમજદારીથી પરિસ્થિતિઓને ઉકેલવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારા મોટાભાગના કાર્યો સરળતાથી પૂર્ણ થશે.

લવઃ– લગ્નજીવન સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ કરાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here