21 ડિસેમ્બરનું રાશિફળ : સોમવારે મેષ, વૃષભ, કન્યા અને તુલા રાશિના લોકોના લગ્નજીવનમાં વિવાદ ઊભો થઇ શકે છે.

0
10

મેષઃ

પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆત સારી થશે. સમાન વિચારધારાના લોકો સાથે મળવાથી નવી ઊર્જા પ્રાપ્ત થશે. લક્ષ્ય પ્રાપ્તિ માટે કોઇ નજીકના સંબંધીનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનો રસ વધશે.

નેગેટિવઃ– આજે દિવસના બીજા ભાગમાં એવું અનુભવ થશે જાણે પરિસ્થિતિઓ તમારા હાથમાંથી સરકી રહી છે. આર્થિક સ્થિતિઓમાં થોડી ડગમગાઇ શકે છે. જેથી પરેશાન રહેશો. આ સમયે ધૈર્ય અને સંયમ રાખવું જ યોગ્ય છે.।

વ્યવસાયઃ– ભાગ્ય અને ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે.

લવઃ– પારિવારિક જીવનમાં કોઇ પ્રકારની ગેરસમજના કારણે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળમાં કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– ધનની જગ્યાએ પોતાના માન-સન્માન અને આદર્શો ઉપર વિશ્વાસ રાખવાથી તમને સફળતા મળશે. તમારું કર્મ પ્રધાન હોવું જ તમારા ભાગ્યનું પણ નિર્માણ કરશે. કોઇ ધાર્મિક કે સામાજિક આયોજનની જવાબદારી પણ તમારા ઉપર રહી શકે છે.

નેગેટિવઃ– વ્યક્તિગત કાર્યોમાં વધારે વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં. જેના કારણે પરિજનોની નિરાશા ભોગવવી પડી શકે છે. થોડો સમય બાળકોની સમસ્યાઓને ઉકેલવામાં પણ પસાર કરો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતો વ્યવસાય સફળ રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– યૂરિનને લગતું ઇન્ફેક્શન અને સોજા જેવી પરેશાની થવાની સંભાવના છે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– અધ્યાત્મક તથા થોડાં રહસ્યને જાણવા પ્રત્યે તમારો રસ વધશે. તમને ઉત્તમ જાણકારી પણ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિને મજબૂત જાળવી રાખવાની કોશિશ પણ તમે કરશો. પ્રોપર્ટીના વેચાણને લગતા કાર્યોમાં યોગ્ય લાભની સંભાવના છે.

નેગેટિવઃ– તમારો ખૂબ જ વધારે અનુશાસિત વ્યવહાર પરિવારજનો માટે પરેશાની ઊભી કરી શકે છે. એટલે તમારા વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– આજે મોટાભાગનો સમય માર્કેટિંગ તથા બહારની ગતિવિધિઓને પૂર્ણ કરવામાં પસાર કરો.

લવઃ– કોઇ અન્ય વ્યક્તિના કારણે લગ્નજીવનમાં તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યાથી રાહત મળી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ખોટી ગતિવિધિઓથી ધ્યાન હટાવીને આત્મ અવલોકન કરવાની કોશિશ કરો. જેનાથી તમને ખૂબ જ વધારે શાંતિ અને તણાવથી મુક્તિ મળી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરવા તથા સામાજિક સક્રિયતા વધારવાથી તમને સારી સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇને કોઇ સમયે વધારે વિચાર કરવાથી થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. એટલે તરત નિર્ણય લઇને કામ શરૂ કરો. યુવા વર્ગને કોઇ કારણોસર કરિયરને લગતી યોજનાઓને હાલ ટાળવી પડી શકે છે.

વ્યવસાયઃ– તમારા વ્યવહારને વધારવા માટે કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય ઉત્તમ છે.

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓથી રાહત મળી શકે છે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– અન્યની ભૂલોને માફ કરવી તથા સંબંધોને સહજ જાળવી રાખવા આ રાશિના લોકોની વિશેષતા છે. તમારું પરિવાર તથા સમાજમાં વર્ચસ્વ જળવાયેલું રહેશે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેની રૂપરેખા બનાવીને જ તેને અમલમાં મુકો.

નેગેટિવઃ– બહારની ગતિવિધિઓમાં વધારે સમય પસાર કરવાથી તમારા પોતાના વ્યક્તિગત કામ અટકી જશે. બાળકો ઉપર વધારે રોક-ટોક ન લગાવો. આવું કરરવાથી ઘરની વ્યવસ્થા ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– જૂની પ્રોપર્ટીના વહેંચાણને લગતાં વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ડીલ થવી શક્ય છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની મુશ્કેલીઓથી પરેશાન રહેશો.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે તમારા કાર્યોને ઉતાવળની જગ્યાએ સહજ રીતે સમજી-વિચારીને પૂર્ણ કરવાની કોશિશ કરો. તેનાથી તમારા કાર્ય સુગમતાથી પૂર્ણ થઇ જશે. કોઇ અટવાયેલાં રૂપિયા પણ પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતાં રહો.

નેગેટિવઃ– કોઇ-કોઇ સમયે ઉતાવળ અને બેદરકારીના કારણે થોડા કામ અધૂરા રહી શકે છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખવા માટે કઠોર નિર્ણય લેશો નહીં. ધૈર્ય પૂર્વક સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– આ સમયે વર્તમાન ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી પરેશાની વધવા દેશો નહીં.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– જો કોઇ રાજકીય કામ અટવાયેલાં છે, તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી કોશિશમાં સફળતા મળશે. ઘરેલુ તથા કામકાજી મહિલાઓ પોતાના ઘર-પરિવારની જવાબદારીઓને યોગ્ય રીતે નિભાવવામાં સક્ષમ રહેશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના થોડાં લોકો તમારી આલોચના કે નિંદા કરશે, પરંતુ ચિંતા ન કરો તમારું અહિત થશે નહીં. આર્થિક સ્થિતિઓમાં કોઇ પ્રકારની ભાગદોડ રહી શકે છે.

વ્યવસાયઃ– જો કોઇ વ્યવસાયિક કામ અટવાયેલું છે તો આજે તેનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ ઊભા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય પરિવારની જવાબદારીને પૂર્ણ કરવામાં પસાર થશે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ વધશે અને તમને માનસિક સુકૂન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. બેંકિંગ કાર્યોમાં કોઇ વાતની મુશ્કેલીઓ આવવાના કારણે મનમાં ગભરામણ થઇ શકે છે. આર્થિક મામલે થોડી સાવધાની જાળવવી.

વ્યવસાયઃ– વ્યવસાયિક વ્યવસ્થામાં સુધાર આવશે. મોટાભાગના કામ સમયે પૂર્ણ પણ થઇ શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– ઘરમાં નજીકના લોકો આવવાથી મનોરંજન અને ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે. કોઇ ધાર્મિક આયોજનનો પ્રોગ્રામ પણ બની શકે છે. આ સમયે પ્રોપર્ટીને લગતી ખરીદદારી કે વહેંચાણની યોજના બની રહી છે તો તેના ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ– અજાણ લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરો. તમારી સાથે દગાબાજી થઇ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઇ સામે જાહેર ન કરો. સાથે જ એવું પણ ધ્યાન રાખો કે આળસ કરવાથી અનેક અવસર હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– વર્તમાન સમય સફળતાનો છે. આ સમયે તમે તમારી સંપૂર્ણ મહેનત અને ઊર્જા દ્વારા તમારા કાર્યોમાં લગાવો.

લવઃ– તમારા કોઇપણ કામમાં જીવનસાથી કે પારિવારિક લોકોની સલાહ લેવું તમારા માટે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– શરદી વધવાના કારણે છાતિમાં દુખાવો થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. છેલ્લાં થોડા સમયથી જે લોકો તમારી વિરૂદ્ધ હતાં, તેઓ આજે તમારા પક્ષમાં આવી જશે. બાળકોને લગતાં કાર્યો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ જશે. આ સમયે તમારી પ્રતિભાને ઓળખો અને પૂર્ણ ઊર્જા સાથે તમારી દિનચર્યા અને કાર્યપ્રણાલી ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે તમારા સરળ સ્વભાવનો થોડો લોકો ફાયદો પણ ઉઠાવી શકે છે. અન્યના મામલાઓનો ઉકેલ લાવવાના ચક્કરમાં થોડા લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– આજે ઓફિસમાં કોઇ પ્રકારના ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે.

લવઃ– તમારી સમસ્યાઓને ઉકેલવામાં જીવનસાથી તથા પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણમાં તમારું ધ્યાન રાખો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– અચાનક જ કોઇ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિના અવસર લાવશે. લાભદાયક મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. કોઇ ધાર્મિક સંસ્થા સાથે તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તમારા માન-સન્માનને વધારશે.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઇ બહારના વ્યક્તિને સામેલ ન કરો. કોઇપણ યોજના બનાવતાં પહેલાં તેના અંગે ફરી વિચાર કરવો પણ જરૂરી છે. આ સમયે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં કાર્યને લગતી નીતિઓ અંગે ફેરફારને લગતી યોજનાઓ બનશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ ઉત્તમ જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે સર્વાઇકલને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આ સમય પ્રોપર્ટી કે અન્ય કોઇ અટવાયેલાં કામ રાજનૈતિક વ્યક્તિ દ્વારા ઉકેલાઇ શકે છે. સામાજિક સીમા પણ વધશે. તમે તમારા ફિટનેસને લઇને પણ ગંભીર રહેશો.

નેગેટિવઃ– તમના બનતાં કાર્યોમાં મોટાભાગે મુશ્કેલીઓ આવી જવાનું કારણ તમારી આળસ અને બેદરકારી રહેશે. તમારા આ અવગુણો ઉપર રોક લાગશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા અતિ જરૂરી છે.

લવઃ– કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here