23/06/2020 જૂનનું રાશિફળ : મંગળવારનો દિવસ કર્ક રાશિ માટે લાભદાયી રહેશે.

0
14

મેષ

પોઝિટિવઃ– થોડાં સમયથી તમે ઘર સાથે સંબંધિત થોડી નવીનીકરણની યોજના બનાવી રહ્યા છો. હવે તે સમય આવી ગયો છે. તમારી યોજનાઓને યોગ્ય સ્વરૂપ આપો.

નેગેટિવઃ– ક્યારેક અન્ય ઉપર વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયક રહેશે. કોઇ નજીકના સંબંધિ સાથે આજે વૈચારિક મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

વ્યવસાયઃ– વેપારમાં વધારે નફાની આશા કરશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– બદલાતા વાતાવરણના કારણે આજકાલ તમે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છો. ફોન દ્વારા બધાના સંપર્કમાં રહો. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ– પરંતુ ક્યારેક-ક્યારેક અન્ય ઉપર વધારે વિશ્વાસ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. સાથે જ તમે તમારી વાણીમાં કંટ્રોલ રાખીને મધુરતા જાળવી રાખશો.

લવઃ– વૈવાહિક સંબંધ મધુર રહેશે.

વ્યવસાયઃ– કોઇ નવા કામની પહેલ તમારી આવક વધારી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજે તમારો વ્યાવહારિક દૃષ્ટિકોણ તમને તમારા વિશે વિચારવાની પ્રેરણા આપી રહ્યો છે. તમે કોઇ જગ્યાએ ધનનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હતાં. આજે તેના માટે શુભ દિવસ છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક થોડાં ખર્ચની સ્થિતિ પણ બની રહેશે પરંતુ પરેશાન થશો નહીં આ ખર્ચ તમારી સુખ-સુવિધાઓ માટે રહેશે.

લવઃ– ક્યારેક તમારો ગુસ્સાવાળો સ્વભાવ અને અહંકાર તમારા અંગત સંબંધોમાં કટુતા ઉત્પન્ન કરશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ તમારો સમય ઉત્તમ ચાલી રહ્યો છે.

સ્વાસ્થ્યઃ– કસરત ઉપર ધ્યાન આપો.

કર્ક

પોઝિટિવઃ– આજે તમારા માટે લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. પરિવારમાં કોઇ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા પણ તમને કોઇ પ્રકારનો ફાયદો થશે. સમયનો ભરપૂર ઉપયોગ કરવો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક કોઇ પ્રકારની માનસિક ચિંતા રહી શકે છે. કોઇ મિત્રના કારણે કામ અટકી શકે છે. આ સમયે થોડું નુકસાન થાય તેવી સંભાવના છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે  માર્કેટિંગ સંબંધિત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને તેમના સાથીઓ પાસેથી નવી વસ્તુઓ શીખવા મળી શકે છે. વધારે ધનને રિઅલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. ધાર્મિક કાર્યોને કરવામાં તમારો રસ વધશે.

નેગેટિવઃ– થોડો ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. ઘર અને કામ ઉપર દબાવ તમારો ગુસ્સો વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો.

લવઃ– આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને ખૂબ જ યાદ કરશો.

વ્યવસાયઃ– તમારા વ્યવહામાં પોઝિટિવિટી જોવા મળશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને નજરઅંદાજ કરશો નહીં.

કન્યા

પોઝિટિવઃ– તમને તમારા છેલ્લે કરેલાં કાર્યોનું સારું ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ દરમિયાન તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો. આર્થિક પક્ષ સુદઢ કરવા માટે તમે જે પ્રયાસ કર્યાં હતાં, તેનું છેલ્લું પરિણામ પણ તમને જોવા મળશે.

નેગેટિવઃ– કામને ટાળવાની તમારી આદત સારી નથી. જે કામને તમે શરૂ કરી દીધું છે તેને જલ્દી જ પૂર્ણ કરવાની કોશિશ કરો. શાંતિ જાળવી રાખો.

લવઃ– પ્રેમ જીવન સામાન્ય રહેશે.

વ્યવસાયઃ– ઓફિસના કોઇ કામને લઇને કોર્ટ-કચેરીના ચક્કર વધી શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાન ઉપર ધ્યાન આપો.

તુલા

પોઝિટિવઃ– તમારા પોઝિટિવ વિચારોને પ્રોત્સાહન આપવામાં આવશે. તમે તમારી કોશિશોમાં સફળતા મેળવી શકો છો. તમારા સંગીની માતાના કારણે તમને ધનલાભ થવાની સંભાવના છે.

નેગેટિવઃ– એક મુખ્ય પ્રોજેક્ટ- જેના ઉપર તમે ઘણાં સમયથી કામ કરી રહ્યા હતા, તે આગળ ઢલવાઇ શકે છે. આજે તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

લવઃ- પ્રેમના દ્રષ્ટિકોણથી દિવસ ઉત્તમ છે.

વ્યવસાયઃ- તમારી સામે આવેલી યોજનામાં રોકાણ કરતાં પહેલાં વિચાર કરો.

સ્વાસ્થ્યઃ- કોઇ શારીરિક સમસ્યાના કારણે હોસ્પિટલ જવું પડી શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આર્થિક જીવન આ સમયે સારું રહેશે. નવી જોબ મળવાથી તમારી આવકમાં નફો થઇ શકે છે, જેના કારણે તમારી અનેક આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકે છે. આ સમયે બચત કરવામાં તમે સફળ થઇ જશો.

નેગેટિવઃ– જે લોકો ઘરથી દૂર રહે છે, તેમણે આ સમયે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડી શકે છે. મિત્રો સાથે તમે હરવા-ફરવા જાવ અને જરૂરિયાત કરતા વધારે ધન ખર્ચ કરી દો અને ત્યાર બાદ તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઇ જશે.

લવઃ– જે લોકો પ્રેમથી દૂર ભાગતાં હતાં, તેમને આજે કોઇ ખાસ મળી શકે છે.

વ્યવસાયઃ– જો તમે સ્ટોક માર્કેટમાં રૂપિયા લગાવો છો તો આ સમયે તમને નફો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમે માનસિક અને શારીરિક તણાવમાં રહેશો.

ધન

પોઝિટિવઃ– તમારા બાળકો આજનો દિવસ તમારા માટે યાદગાર બનાવી શકે છે. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારા બાળકો દરેક સંભવ કોશિશ કરશે અને તેઓ તમારી આજ્ઞાનું પાલન પણ કરશે.

નેગેટિવઃ– તમને ઘરમાં એકલતાનો અનુભવ થશે. તમને પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા પણ સતાવી શકે છે. આ સમયે તમારા ભાઇ-બહેન સાથે તમારે થોડાં મતભેદ થઇ શકે છે.

લવઃ– પ્રેમી સાથે કોઇ રોમેન્ટિક જગ્યાએ ફરવા જઇ શકો છો.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કામ બાબતે કોઇપણ પ્રકારની ઉતાવળ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ– પરણિત લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– તમારા પિતા એક મિત્રની જેમ તમારી સાથે વાત કરશે. જેના કારણે તમારા દિમાગમાં ચાલી રહેલી મુંજવણોને તમે તેમની સામે રાખશો. આ સમયે તમને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– જો તમે સાવધાની જાળવી નહીં તો ધનહાનિ થઇ શકે છે. વૃશ્ચિક રાશિના થોડાં લોકો આ સમયે સોનું પણ ખરીદી શકો છો. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી ડગમગી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે તમારે જે મતભેદ ચાલી રહ્યો હતો તેને દૂર કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– જે લોકો કાર્યક્ષેત્રમાં કામના બોજથી પરેશાન હતાં તેઓ એક યોગ્ય રણનીતિ બનાવીને પરેશાનીઓથી બચી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારે નિયમિત રૂપથી યોગનો અભ્યાસ કરવો જોઇએ.

કુંભ

પોઝિટિવઃ– આર્થિક દ્રષ્ટિએ તમારા માટે થોડી જરૂરી વસ્તુઓ ખરીદવી સરળ રહેશે. પરિવાર અને બાળકો સાથે સમય વિતાવશો તો ફ્રેશ રહી શકશો. માતા-પિતા તરફથી તમને આર્થિક મદદ મળી શકે છે.

નેગેટિવઃ– પોતાની પોઝિશનથી આ સમયે તમારે હાથ ધોવા પડી શકે છે. તમારા વિરોધીને આ સમયે તમારા સ્થાને બેસાડવામાં આવી શકે છે.

લવઃ– જીવનને યોગ્ય રીતે જીવવા માટે વિવાદોને સમજદારીથી ઉકેલવાં.

વ્યવસાયઃ– આ સમયે ઓફિસમાં થતી રાજનીતિથી તમે પરેશાન રહેશો.

સ્વાસ્થ્યઃ– જે લોકો કારથી ઓફિસ જાય છે, તેમણે પીઠનું ખાસ ધ્યાન રાખવું.

મીન

પોઝિટિવઃ– નોકરિયાત લોકોને શુભફળ પ્રાપ્ત થશે. તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામથી ખુશ થશે અને તેમના વખાણ સાંભળીને તમે પણ કામ પ્રત્યે વધારે મન લગાવશો.

નેગેટિવઃ– જો તમે સંબંધને વધારે મજબૂત જાળવી રાખવા માંગતાં હોવ તો પોતાના અહંકારને દૂર કરવાની કોશિશ કરો. તમારા આર્થિક પક્ષની વાત કરવામાં આવે તો તમારે ફાલતૂ ખર્ચ ઓછા કરવા જોઇએ.

લવઃ– પ્રેમ જીવનમાં સંભાળીને ચાલવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આ સમયે થોડી પરેશાનીઓ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– જીવનથી કંટાળી ગયા હોવ તો ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.