30 ડિસેમ્બર : રાશિફળ : બુધવારે મકર અને કુંભ જાતકો માટે ગ્રહ સ્થિતિ શુભ રહેશે, આજે વિદ્યાર્થીઓએ ખરાબ પ્રવૃત્તિથી દૂર રહેવું.

0
5

મેષ

પોઝિટિવઃ– ઘણાં દિવસથી કામનો ભાર વધારે રહેવાના કારણે આજે તમે શાંતિ અને સુકૂનથી દિવસ પસાર કરશો. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારો રસ વધશે. ધાર્મિક પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત તમારા દૃષ્ટિકોણમાં આશ્ચર્યજનક અને પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો વધારે હોશિયારી કરવા છતાંય તમારા થોડાં કામ ખરાબ થઇ શકે છે. શેર, સટ્ટા જેવા કામોથી દૂર રહો. ઘરના વડીલોની કોઇ વાતને ઇગ્નોર કરશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા પરિવર્તન જેવી સ્થિતિ બની રહી છે.

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક હાવી રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે માનસિક રૂપથી ખૂબ જ સંતોષજનક સમય છે. ભાગદોડ કરવાની જગ્યાએ શાંતિથી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. થોડા નજીકના લોકોને મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમારો અતિ આત્મવિશ્વાસ તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભુ કરી શકે છે. વધારે અભિમાન રાખવું ઠીક નથી. વધારે વિચારો કરવામાં સમય ખરાબ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં ઉધાર લેવાની સ્થિતિ બની રહી છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– શરદી-ઉધરસની સ્થિતિ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર તમારા અનેક કાર્યોને યોગ્ય રીતે શરૂ કરશે. અનેક નકારાત્મક પરિસ્થિતિઓ પણ ઉકેલાઇ જશે. યુવા વર્ગ પોતાની કોઇ પરીક્ષા કે સ્પર્ધામાં સફળ રહેશે.

નેગેટિવઃ– કોઇ યોજના અસફળ થવાના કારણે તમારામાં નિરાશાનો ભાવ રહેશે. નજીકના મિત્રનો સહયોગ તમને રાહત પણ આપશે. જો કોઇ વારસાગત સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો હોય તો શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– પરિવારના લોકો સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– તમારા મનોબળને વધારવાની જરૂરિયાત છે.

કર્ક

પોઝિટિવઃ– આ સમય તમારે રચનાક્મક કાર્યોમાં પસાર કરવાનો રહેશે. ઘરમાં રિનોવેશન અને સજાવટને લગતા પરિવર્તન આવશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિ અનુભવ થશે.

નેગેટિવઃ– ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને તમારું નુકસાન કરી શકો છો. આજે પણ ગ્રહ સ્થિતિ થોડી એવી જ રહેશે. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખો. વિદ્યાર્થીઓએ ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપવું.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપશો નહીં.

લવઃ– પારિવારિક વાતાવરણ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજે જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્યમાં વિશેષ રસ રહેશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ મળશે. અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. વાતચીત કરીને તમે તમારું કામ કઢાવી શકશો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમે કોઇ કાયદાકીય બાબતમાં ફસાઇ શકો છો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ન કરો. રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ થઇ જશે. કોઇ મિત્ર સાથે સંબંધ ખરાબન થાય તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં વિશેષ સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ– કામનો ભાર વધારે રહેવાના કારણે ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– મહિલાઓ માનસિક તણાવના કારણે હોર્મોનલ સમસ્યા અનુભવ કરશે.

કન્યા

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય અધ્યાત્મક ગતિવિધિઓમાં પસાર થશે. રોજિંદા ભાગદોડથી થોડી રાહત મળશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેના ઉપર કામ કરો.

નેગેટિવઃ– આજે જમીનની ખરીદી કે વેચાણને લગતું કોઇપણ કામ ટાળો. આ સમયે કોઇ નુકસાન થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.

લવઃ– તમારા વ્યસ્ત જીવનમાં થોડો સમય પરિવાર અને જીવનસાથી સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ– નબળાઇના કારણે પગમાં દુખાવાની પરેશાની રહેશે.

તુલા

પોઝિટિવઃ– જીવનમાં થોડા અનિચ્છનીય ફેરફાર આવશે. પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. મહિલાઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. દરેક પરિસ્થિતિમાં હિંમત અને સાહસ સાથે લડવું.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારા નજીકના મિત્ર કે સંબંધી તમને દગો આપી શકે છે. તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર અસર પડશે. એટલે કામ સાથે-સાથે આરામ પણ કરો.

વ્યવસાયઃ– આર્થિક મામલે વધારે વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્નીમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવા અને સોજાની સમસ્યા રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. સામાજિક તથા રાજનૈતિક સીમા પણ વધશે. તમારું વર્ચસ્વ જાળવી રાખવા માટે સમય ઉત્તમ છે. ઘરમાં નજીકના લોકો આવવાથી વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ– બાળકના અભ્યાસને લઇને બેદરકારી ન કરો. આ સમયે તેમના ઉપર અનુશાસન જાળવી રાખવું જરૂરી છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓ અંગે ચર્ચા ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર સંભવ છે.

લવઃ– તમારા દરેક કાર્યોમાં જીવનસાથી તથા પરિવારના સભ્યોની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– ઠંડીના કારણે સાંધામાં દુખાવો થઇ શકે છે.

ધન

પોઝિટિવઃ– વધારે વ્યસ્ત હોવા છતાં આજે તમે તમારા પરિવારને લગતાં કાર્યો માટે સમય કાઢી શકશો. જેનાથી ઘરનું વાતાવરણ સુખયમ રહેશે. કોઇ અનુભવી વ્યક્તિનો સાથ મળવાથી તમારી યોજનાઓને શરૂ થવાનો અવસર મળશે

નેગેટિવઃ– અપરિચિત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો. અર્થ વિના બદનામી કે ખોટો આરોપ લાગવાની સંભાવના છે. ગુસ્સા અને ખરાબ ભાષાનો પ્રયોગ કરવાનું ટાળો

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક ગતિવિધિઓ ઘરે રહીને જ યોગ્ય રીતે શરૂ થઇ જશે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેશે.

મકર

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. આજે સપના સાકાર કરવાનો દિવસ છે, મહેનતથી કામ લેવું. આ સમયે ગ્રહ સ્થિતિ અનેક સુઅવસર આપશે.

નેગેટિવઃ– આળસના કારણે કોઇપણ કામને ટાળવાની કોશિશ ન કરો. તેના કારણે ઉન્નતિના રસ્તા અટકી જશે. બોલચાલની રીત નરમ રાખો. કોઇ નજીકના વ્યક્તિની સલાહને નજરઅંદાજ ન કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય અનુકૂળ છે.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– ઠંડા-ગરમ વાતાવરણના કારણે ગળમાં તકલીફ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– ધાર્મિક અને અધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધવાથી તમારા વિચાર પણ પોઝિટિવ અને સંતુલિત રહેશે. આર્થિક મામલે વધારે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા વ્યક્તિત્વને વધારે પ્રભાવશાળી બનાવશે.

નેગેટિવઃ– ફોન કે મિત્રો સાથે પોતાનો સમય ખરાબ ન કરો. ક્યારેય તમારી અંદર અહંકારની ભાવના આવી જાય છે. જેના કારણે થોડા સંબંધોમાં તણાવ પણ રહેશે. આ સમયે તમારી આ ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં હાલ વધારે સુધારની જરૂરિયાત નથી.

લવઃ– પરિવારમાં વાતાવરણ મધુર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– અન્યની સલાહ લેવાની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો. આ સમયે પ્રકૃત્તિ તમારા માટે શુભ અવસર લાવી રહી છે. જો કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો.

નેગેટિવઃ– આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે. આ સમયે રૂપિયા-પૈસાના મામલે બધા નિર્ણય જાતે જ લો. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો, કેમ કે આ સમયે તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે.

વ્યવસાયઃ– આજનો દિવસ ઉન્નતિ આપનાર રહેશે. કોઇ નવો કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પરિવારના વાતાવરણને મધુર જાળવી રાખવામાં તમારી જવાબદારી વિશેષ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here