1 જાન્યુઆરી 2021નું રાશિફળ : વર્ષ 2021ની શરૂઆતનો પહેલો દિવસ બારેય રાશિના જાતકો માટે શુભાશુભ રહેશે.

0
0

મેષ

પોઝિટિવઃ– થોડા સમયથી ચાલી રહેલી કોઇ પ્રકારની દુવિધા અને બેચેનીથી આજે રાહત મળશે. અધ્યાત્મ અને ધાર્મિક કાર્ય પ્રત્યે રસ તમારા વ્યવહારને વધારે પોઝિટિવ બનાવશે. તમને મીડિયા કે માર્કેટિંગને લગતી કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે.

નેગેટિવઃ– રોકાણને લગતાં કાર્યો કરતી સમયે સાવધાન રહો. કોઇ ગેર કાયદેસર કામમાં રસ ન લો. ગુસ્સા અને બાળપણ જેવા તમારા સ્વભાવના કારણે થોડાં સંબંધોમાં મનમુટાવ આવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા બહારના મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– લગ્ન સંબંધો મધુર જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ– વાસી અને તળેલું ભોજન કરવાથી પેટ ખરાબ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– ઘરના વડીલોના અનુભવ અને સલાહનું પાલન કરવું તમારા માટે ભાગ્યોદય કારક રહેશે. કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન પણ લાવશે.

નેગેટિવઃ– જમીન સંપત્તિને લગતા મામલે રૂપિયાની લેવડ-દેવડ સાવધાનીથી કરો, કેમ કે થોડી બેદરકારીથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. બાળકની કોઇ ગતિવિધિ તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– દૈનિક આવક પહેલાં કરતાં વધારે સારી રહેશે. વ્યવસાયિક મામલે આજે મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો.

લવઃ– પારિવારિક ગતિવિધિઓમાં તમારો સગયોગ અને સમર્પણ વાતાવરણને વધારે સારું બનાવશે.

સ્વાસ્થ્યઃ– શરદી અને તાવ રહી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– તમે તમારી વિચારશૈલી અને દિનચર્યામાં સારું પરિવર્તન લાવવામાં સક્ષમ રહેશો. આ સમયે બધા કાર્યોને જાતે જ પૂર્ણ કરવાની કોશિશ કરો, કોઇની મદદની અપેક્ષા ન રાખશો. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું નિવારણ થશે.

નેગેટિવઃ– ક્યારેક તણાવ હાવી થઇ શકે છે. પરંતુ તમે ધ્યાનથી વિચારશો તો તમને લાગશે કે પરેશાની એટલી મોટી નથી. આ સમયે કોઇના ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

વ્યવસાયઃ– જો કોઇ મશીન કે તેને લગતાં કોઇ ઉપકરણ વગેરેને લગતો વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો સમય ઉત્તમ છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે. તમે ઘર તથા વેપાર બંને જગ્યાએ યોગ્ય તાલમેલ જાળવી રાખશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કર્ક

પોઝિટિવઃ– આર્થિક મામલાને પૂર્ણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા પણ દૂર થશે. વિવિધ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે, જેનાથી તમારી વિચારશૈલીમાં પણ નવીનતા આવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાન પણ આપી શકે છે. કોઇપણ કામ કરતી સમયે તેના દરેક સ્તર અંગે યોગ્ય વિચાર કરી લેવો. દેખાડાની પ્રવૃત્તિથી બચવું.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વ્યવહારમાં પારદર્શિતા જાળવી રાખવી જરૂરી છે.

લવઃ– થોડો સમય જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજનને લગતી ગતિવિધિઓમાં પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

સિંહ

પોઝિટિવઃ– ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીનું સમાધાન મળશે. તમે તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. વ્યક્ત હોવા છતાંય સંબંધીઓ અને મિત્રો માટે પણ સમય કાઢવો સંબંધોને વધારે મજબૂત કરશે.

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસની સ્થિતિ નુકસાન આપી શકે છે. ઉધાર આપેલાં રૂપિયા હાલ પાછા મળવાની આશા નથી. વિદ્યાર્થી વર્ગ પણ આ સમયે પોતાના અભ્યાસ ઉપર યોગ્ય ધ્યાન આપી શકશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં અનુકૂળ પરિણામ મળવાની આશા છે. આ સમયે માર્કેટિંગને લગતાં કાર્યોને વધારે મહત્ત્વ આપો.

લવઃ– ઘરના વાતાવરણને સુખમય જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી પરેશાનીથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

કન્યા

પોઝિટિવઃ– અધ્યાત્મિક ક્ષેત્ર પ્રત્યે તમારી આસ્થા અને રસ તમારા વ્યક્તિત્વને વધારે પોઝિટિવ જાળવી રાખશે. કોઇપણ વ્યક્તિગત કાર્યને કરતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ રિચર્સ કરો. તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે વિચાર કરીને જ તેને શરૂ કરો.

નેગેટિવઃ– કોઇ મુશ્કેલી આવી શકે છે. એટલે ખોટી ગતિવિધિઓથી દૂર રહો. જમીનને લગતાં કાર્યોમાં વધારે લાભની આશા ન રાખો. કોઇ નજીકના મિત્ર સાથે ગેરસમજના કારણે સંબંધોમાં ખટાસ આવી શકે છે.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં થોડા ફેરફાર કરવાની જરૂરિયાત છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– અન્યની અપેક્ષા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે. જરૂરિયાતમંદ વ્યક્તિની મદદમાં પણ સમય પસાર થશે. વડીલો અને શુભચિંતકોની પ્રેરણા અને આશીર્વાદથી તમને જીવનના ઉદેશ્યની પણ અનુભૂતિ થશે.

નેગેટિવઃ– કોઇપણ જગ્યાએ કોઇ મહત્ત્વપૂર્ણ વાતચીત કરતી સમયે અશિષ્ટ શબ્દોનો પ્રયોગ ન કરો. તેનાથી તમારી માનહાનિ થઇ શકે છે. અન્ય ઉપર વધારે અધિકાર જમાવવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ– કમીશન, વીમા, શેરબજાર વગેરેને લગતાં વ્યવસાયમાં ફાયદાકારક સ્થિતિઓ રહેશે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘરમાં કોઇ લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. નવી વસ્તુ કે નવી ગાડીની ખરીદદારીને લગતી યોજના પણ બનશે. અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો.

નેગેટિવઃ– ખર્ચ વધારે રહેવાના કારણે આર્થિક પરેશાની થઇ શકે છે. ક્યારેક તમે તમારું મહત્ત્વ દર્શાવવા માટે થોડી બિનજરૂરી વાતો પણ કરશો. તમારી આ આદતમાં સુધાર લાવો.

વ્યવસાયઃ– વેપારમાં કોઇ મન પ્રમાણે કોન્ટ્રેક્ટ મળશે તથા તમારી મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થશે.

લવઃ– વ્યસ્ત હોવા છતાં તમે થોડો સમય પરિવારના લોકો સાથે પણ પસાર કરશો.

સ્વાસ્થ્યઃ– ક્યારેક વધારે મહેનત અને તણાવના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે.

ધન

પોઝિટિવઃ– સફળતા દાયક સમય છે. તમે દરેક મુશ્કેલ લક્ષ્યને મહેનત દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. આર્થિક સ્થિતને સારી જાળવી રાખવા માટે અનેક અવસર મળશે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કોઇ મહત્ત્વના કામ પૂર્ણ થશે.

નેગેટિવઃ– બપોર પછી કોઇ અપ્રિય કે અશુભ સમાચાર મળી શકે છે, જેના કારણે મન નિરાશ રહેશે. ધ્યાન રાખો, કોઇ મિત્ર કે સંબંધી તમારી ભાવનાઓનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– જો તમે તમારા વ્યવસાયમાં કોઇ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે.

લવઃ– કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા માટે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

મકર

પોઝિટિવઃ– માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ કરશો. તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરવો તમને વિજય પ્રાપ્ત કરાવશે. ખાસ કરીને મહિલા વર્ગ પોતાના ઘર તથા બહાર બંને જગ્યાએ સારું તાલમેલ જાળવી રાખશે.

નેગેટિવઃ– ક્યારેક જીવનમાં બધું જ ઠીક હોવા છતાં થોડું અજીબ લાગશે. થોડો સમય આત્મમંથન અને આત્મ વિશ્લેષણ કરવામાં પણ પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યમાં કોઇપણ પ્રકારની બેદરકારી ન કરશો. નહીંતર મોટો સોદો તમારા હાથમાંથી સરકી શકે છે.

લવઃ– પરિવારના લોકો સાથે ઘરની વ્યવસ્થા તથા સજાવટને લઇને યોજના બનશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓનો સંકેત મળી રહ્યો છે.

કુંભ

પોઝિટિવઃ– આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસ સાથે તમારા કાર્યો કરો. સમય તમારા માટે નવી સફળતા બનાવી રહ્યો છે. આવકના સ્ત્રોત પણ વધશે. વિદ્યાર્થીઓની પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્રતા તેમને સફળતા આપશે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાનું સમાધાન શોધવા માટે થોડો સમય તેમની સાથે પણ પસાર કરો. પ્રોપર્ટીને લગતાં કોઇપણ કામ કરતી સમયે દસ્તાવેજનો યોગ્ય અભ્યાસ કરો.

વ્યવસાયઃ– હાલ કોઇપણ નવી યોજના ઉપર કામ કરવા માટે સમય તમારા પક્ષમાં નથી.

લવઃ– પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

મીન

પોઝિટિવઃ– જો ઘરમાં સુધારને લગતી કોઇ યોજના બની રહી છે તો વાસ્તુને લગતા નિયમોનું પાલન કરો. પોતાને ભાવનાત્મક રૂપથી મજબૂત અનુભવ કરશો. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ– રૂપિયા-પૈસાના મામલે કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સંભાવના છે. કોઇના પણ વ્યક્તિગત કાર્યમા દખલ ન કરો તો સારું રહેશે.

વ્યવસાયઃ– તમારા કોઇ મહત્ત્વપૂર્ણ બનતાં કામમાં મુશ્કેલી આવી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં થોડા વિવાદની સ્થિતિ બની શકે છે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક નબળાઇ અને થાકનો અનુભવ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here