Friday, April 19, 2024
Home3 જાન્યુઆરીનું રાશિફળ : પ્રીતિ અને આયુષ્માન નામના બે શુભ યોગથી મેષ,...
Array

3 જાન્યુઆરીનું રાશિફળ : પ્રીતિ અને આયુષ્માન નામના બે શુભ યોગથી મેષ, કન્યા સહિત 7 રાશિ પર ગ્રહોની કૃપા રહેશે.

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા દિવસથી આ કાર્ય પ્રત્યે તમે કઠોર મહેનત કરી રહ્યા હતાં, આજે તેના શુભ ફળની પ્રાપ્તિ આશા કરતાં વધારે રહી શકે છે. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમે વિચારોમાં જ યોજનાઓ બનાવતાં રહો છો, એટલે કલ્પનાઓમાં ન રહીને હકીકતમાં આવો અને જીવનની વાસ્તવિકતાને સમજો. કોઇ મિત્રની આર્થિક મદદ પણ કરવી પડી શકે છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયિક મામલે બધા નિર્ણય જાતે જ લો.

લવઃ– પતિ-પત્નીનો એકબીજા સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટને લગતી તકલીફ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ રહેશે. અનેક અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. જો કોઇ વારસાગત સંપત્તિનો મામલો ચાલી રહ્યો છે, તો આજે તેનો ઉકેલ લાવી શકાશે. ધાર્મિક અને અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ રસ રહેશે.

નેગેટિવઃ– કોઇ પાસે વધારે આશા ન રાખો. પરંતુ પોતાની કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખવું ઉત્તમ છે. શેરબજાર, સટ્ટા વગેરે જેવા જોખમી કાર્યોથી દૂર રહો. આજે મોટું નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં જો કોઇ નવું કામ શરૂ કરવાની યોજના બની રહી છે તો આજે તે કાર્યોને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનતના કારણે સર્વાઇકલનો દુખાવો થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજે કોઇ પરિજન સાથે મુલાકાત તમારા સંબંધોને વધારે મજબૂત કરશે. તમે તમારા સંતુલિત વ્યવહારના કારણે બધાનું મન મોહી લેશો. વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ કે કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. અકારણ જ કોઇ સાથે ઝઘડો કે કોઇ ઝંઝટ ઊભી થઇ શકે છે. આળસ અને વધારે આરામ કરવાની ઇચ્છા તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને નવા કાર્યો કરવા માટે પ્રેરિત કરશે.

લવઃ– પ્રેમ સંબંધમાં પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ– થાક અને સુસ્તી હાવી રહેશે.

કર્ક

પોઝિટિવઃ– જીવન પ્રત્યે પોઝિટિવ વ્યવહાર તમારા વિશ્વાસ અને આત્મબળને વધારશે. લાભના નવા સ્ત્રોત બનશે. અચાનક જ થોડા એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે.

નેગેટિવઃ– તમારા ઉપર કામનો વધારે ભાર લેવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તથા તમારું રોજિંદા જીવન પણ અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. દિવસની શરૂઆત તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પહેલાં પૂર્ણ કરવામાં કરો.

વ્યવસાયઃ– આજે ગ્રહ સ્થિતિ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

સિંહ

પોઝિટિવઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા તણાવથી આજે રાહત મળશે. જીવનની ગાડી ફરીથી પાટા ઉપર આવી જશે. આર્થિક મામલે યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી નજીક આવવાની કોશિશ કરશે. ઉતાવળમાં કોઇપણ નિર્ણય ન લેશો. નહીંતર તમારી સાથે દગાબાજી થઇ શકે છે. કોઇ મિત્ર કે નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવાની સ્થિતિ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજે કામ વધારે રહેશે, પરંતુ સફળતા પણ પ્રાપ્ત થશે. સમાજ સેવી સંસ્થાને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. યુવા વર્ગને તેમની મહેનત પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– સંબંધને મજબૂત જાળવી રાખવા માટે સમજદારી અને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે. કેમ કે, ભાઇઓ સાથે કોઇ પ્રકારના મનભેદની સ્થિતિ બની શકે છે. અન્ય લોકોના કારણે તમારે થોડી આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે.

વ્યવસાયઃ– ભાગ્ય તમારા કાર્યોમાં તમને સાથ આપશે.

લવઃ– દિવસભર કામમાં વ્યસ્ત રહેવાના કારણે તમે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે કોઇ જગ્યાએથી સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જેનાથી આખો દિવસ સારો પસાર થશે. કોઇ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારી વિશેષ ભૂમિકા રહી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે અતિ આત્મવિશ્વાસ અને ઈગોના કારણે તમારા બનતા કામ ખરાબ થઇ શકે છે. સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. જરૂરી ખર્ચને પ્રાથમિકતા આપો, ખોટા ખર્ચથી દૂર રહો

વ્યવસાયઃ– વેપારને લગતાં કાર્યોમાં વધારેમાં વધારે પ્રચાર કરવો ફાયદાકારક રહેશે.

લવઃ– ઘણાં સમય પછી પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યક્રમ બનવાથી બધા લોકો ખુશ રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇ જૂનો રોગ ફરીથી થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે વ્યક્તિગત તથા પારિવારિક કાર્યોમાં દિવસભર વ્યસ્તતા રહેશે. કોઇ ઉત્તમ સમાચારની પ્રાપ્તિ થઇ શકે છે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે.

નેગેટિવઃ– અન્યની એડવાઇઝ ઉપર વધારે વિશ્વાસ ન કરો. ક્યારેક મનમાં કોઇ અનહોની જેવો ભય અનુભવ થશે. થોડો સમય અધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં સ્થિરતા જળવાયેલી રહેશે તથા કોઇ અધિકારી સાથે મન પ્રમાણે મદદ પણ પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– શરીરમાં દુખાવાની સમસ્યા રહેશે.

ધન

પોઝિટિવઃ– પારિવારિક મતભેદ આજે એકબીજાની ચર્ચા-વિચારણાંથી ઉકેલાઇ શકે છે. માત્ર ધૈર્ય તથા એકબીજા ઉપર વિશ્વાસ જાળવી રાખવાની જરૂરિયાત છે. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ પ્રાપ્ત થશે. ભાવનાત્મક રૂપથી આજે તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.

નેગેટિવઃ– ગુસ્સાના કારણે તમે તમારું ધૈર્ય ગુમાવશો નહીં. તેના કારણે કોઇ પાડોસી કે નજીકના સંબંધી સાથે ક્લેશની સ્થિતિ ઊભી થઇ શકે છે. થોડો સમય ધાર્મિક સ્થળ કે કોઇ એકાંત વાતાવરણમં પસાર કરો.

વ્યવસાયઃ– જો કાર્ય ક્ષેત્રમાં થોડું પરિવર્તન લાવવાનું વિચારી રહ્યા છો તો આ સમય યોગ્ય છે.

લવઃ– પારિવારિક સભ્યો સાથે તમારી ગતિવિધિઓને જાહેર કરો.

સ્વાસ્થ્યઃ– તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને જાળવી રાખો.

મકર

પોઝિટિવઃ– વર્તમાન સમય સન્માન સૂચક છે. તમારા કાર્યોના વખાણ થશે તથા તમારી લોકપ્રિયતાનો ગ્રાફ પણ વધશે. ભવિષ્યની યોજનાઓને લઇને છેલ્લી નીતિઓ ઉપર જ કામ કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ– બધું જ વ્યવસ્થિત હોવા છતાં પણ જીવનમાં થોડી અજીબ નિરાશા રહેશે. ક્યારેક કામમાં મન લાગશે નહીં. આ સમયે પોઝિટિવ પ્રવૃત્તિના લોકોના સાનિધ્યમાં થોડો સમય પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડા ઠોસ નિર્ણય લેવા પોઝિટિવ રહેશે.

લવઃ– બાળકોની તરફથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન થશે.

સ્વાસ્થ્યઃ– કોઇપણ પ્રકારની ખરાબ આદતથી દૂર રહો.

કુંભ

પોઝિટિવઃ– આજે તમારે તમારી કાર્યકુશળતા દ્વારા આશાથી વધારે લાભ પ્રાપ્ત થશે. વધારે વ્યસ્તતા હોવા છતાં પણ તમે તમારા પરિવાર અને સગા સંબંધીઓ માટે સમય કાઢી શકશો.

નેગેટિવઃ– આજે માનસિક સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે કોઇ નજીકના એકાંત સ્થાને કે ધાર્મિક સ્થળ જવાનું થશે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. આજે કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉત્તમ રહેશે.

લવઃ– પારિવારિક સભ્યોમાં એકબીજાનો સહયોગ અને સમર્પણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– આ સમય ભાવુકતાની જગ્યાએ પોતાની બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરો. અચાનક જ તમારું કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી મનમાં સંતોષ રહેશે. સાથે જ અનુભવી અને જવાબદાર લોકોનું માર્ગદર્શન પણ મળશે.

નેગેટિવઃ– ગુસ્સા અને જિદ્દ જેવા નકારાત્મક સ્વભાવના કારણે કોઇ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. આ સમયે આર્થિક સ્થિતિ પણ થોડી નબળી રહેશે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– થોડી વ્યવસાયિક યોજનાઓ હાલ અટવાયેલી રહેશે.

લવઃ– લગ્નજીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– નશાવાળા પદાર્થોનું સેવન કરવાથી બચવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular