Wednesday, September 28, 2022
Home5 જાન્યુઆરીનું રાશિફળ : શોભન અને પ્રજાપતિ નામના બે શુભ યોગથી કુંભ,...
Array

5 જાન્યુઆરીનું રાશિફળ : શોભન અને પ્રજાપતિ નામના બે શુભ યોગથી કુંભ, તુલા સહિત 8 રાશિના જાતકો માટે મંગળવાર શુભ રહેશે.

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– આજે સમય સમજી-વિચારીને તથા આત્મ નિરીક્ષણ કરવાનો છે. અચાનક જ કોઇ અસંભવ કાર્ય સંભવ થઇ શકે છે. તમે તમારી કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે અહંકાર અને અતિ આત્મવિશ્વાસ તમારા ઉપર હાવી ન રહે. ઘરમાં ભાઇઓ સાથે કોઇ પ્રકારનો વાદ-વિવાદ શક્ય છે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા તેનાથી છુટકારો મેળવી લેશો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં હાલ ગતિવિધિઓ થોડી ધીમી રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે ઠંડીનો પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આજે સમય ઉત્તમ છે. સ્થાન પરિવર્તનની કોઇ યોજના શરૂ થઇ શકે છે. આવકના પણ નવા સ્ત્રોત બનશે તથા આર્થિક સ્થિતિ પણ સારી બનશે. કોઇ નજીક મિત્રની સલાહ તમને અનેક પરેશાનીઓથી રાહત અપાવશે.

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં પારિવારિક સભ્યોની મંજૂરી લો. ધ્યાન રાખો કે કોઇપણ અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. સાથે જ, અપમાનજનક સ્થિતિ પણ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ગંભીરતાથી સમજી-વિચારીને મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ– વ્યવસાયિક પરેશાનીઓને પોતાના જીવન ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– શરદી અને તાવ જેવી સમસ્યા રહેશે.

મિથુન

પોઝિટિવઃ– પરિસ્થિતિ અનુકૂળ છે. સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરો, તમને નવી સફળતા પ્રાપ્ત થશે. જમીન, સંપત્તિને લગતું કોઇ મુખ્ય કામ પણ આજે પૂર્ણ થઇ શકે છે. અધ્યાત્મિક કાર્યોમાં પણ રસ રહેશે.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાથી બચવું કેમ કે, તેનાથી કોઇપણ લાભ થશે નહીં. કોઇની વ્યક્તિગત લાઇફમાં દખલ ન કરો. નહીંતર સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– સરકારી સેવાનું કામ કરતાં વ્યક્તિઓ માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવો તમને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ બનાવશે. સંપત્તિના ભાગલાને લગતું કોઇપણ કામ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. બાળકના કરિયર અને શિક્ષણને લગતી કોઇ ચિંતાનું સમાધાન થવાથી રાહત મળી શકે છે.

નેગેટિવઃ– ભાવુકતા તથા ઉદારતામાં લીધેલાં નિર્ણય નુકસાનદાયક રહેશે. એટલે તમારી આ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરવું જરૂરી છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય અને કાર્યોમાં હાનિ પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની રાખો.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઇ અને થાક અનુભવ થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– આજે થોડા જૂના મતભેદ દૂર થશે, તથા એકબીજા સાથેના સંબંધોમાં ફરી મધુરતા આવશે. ખાસ મહેનત કરવાનો સમય છે અને સફળતા પણ નિશ્ચિત છે. તમારા વિનમ્ર સ્વભાવથી તમારી લોકપ્રિયતા તથા સાખમાં વધારો થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ સમયે થાક અને તણાવના કારણે તમારામાં નકારાત્મક વિચાર હાવી થઇ શકે છે. તમે તમારા મનોબળ દ્વારા તેના ઉપર કાબૂ પણ મેળવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ– કર્મચારીઓને લગતી કોઇ સમસ્યા આજે દૂર થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– કફ અને ઉધરસ જેવી પરેશાનીઓ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજે ખર્ચની સ્થિતિ રહેશે. પરંતુ આવકના સ્ત્રોત સારા રહેવાથી ખર્ચની પરેશાની થશે નહીં. બાળકોની સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન કરીને તેમના આત્મવિશ્વાસને વધારો.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમાં થોડા કાર્યોમાં વિઘ્ન આવવાથી ચિંતા રહેશે. ધીમે-ધીમે બધું જ સામાન્ય થઇ જશે. આ સમયે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખવો જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળમાં બધા કામ પોતાની દેખરેખ હેઠળ જ કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે

તુલા

પોઝિટિવઃ– સમય તમારા પક્ષમાં છે. થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક મતભેદ દૂર કરવાની કોશિશ કરો. તેનાથી પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. પ્રતિષ્ઠિત લોકો સાથે હળવું-મળવું તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– બાળકોની ભૂલમાં તેમને ખીજાવાની જગ્યાએ તેમને પ્રેમથી સમજાવવાની કોશિશ કરો. તમારા સ્વભાવને સરળ અને મધુર જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી.

લવઃ– પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તમને કોઇ સારી સફળતા આપવા માટે તત્પર છે. મિત્રો અને સંબંધીઓ સાથે તમને ભાવનાત્મક લગાવ રહેશે. કોઇ નજીકના વ્યક્તિની સમસ્યાનો ઉકેલ કરવામાં પણ તમારે ઘણો સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇ શોકપૂર્ણ સમાચાર મળવાથી મનમાં નિરાશાનો ભાવ રહેશે. થોડો સમય ધાર્મિક કે અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર થશે. યુવાઓ પોતાના કરિયરને લગતાં પ્રોજેક્ટમાં અસફળ થવાથી ફરી કોશિશ કરવી પડી શકે છે.

વ્યવસાયઃ– જો વેપારમાં કોઇ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત જ તેના ઉપર કાર્યવાહી શરૂ કરી દો.

લવઃ– પતિ-પત્નીનો સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– બીપી તથા શુગરના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી.

ધન

પોઝિટિવઃ– આજે તમને તમારી કોઇ મહેનત અને પ્રયાસના પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. રાજકારણ તથા સામાજિક સંપર્કોને વધારે મજબૂત કરો. આ સમય નવી યોજનાઓ બનાવવા તથા નવા ઉપક્રમ કરવા માટે ખૂબ જ અનુકૂળ છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે તમારી જ કોઇ ભૂલ તમારા માટે પરેશાનીનું કારણ બનશે. આ સમયે તમારા નજીકના સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવાની સમસ્યા વધશે.

મકર

પોઝિટિવઃ– આજે સમય સામાન્ય ફળદાયક રહેશે. કોશિશ કરવાથી મનગમતું કાર્ય પૂર્ણ થઇ શકે છે. વધારે લાભ તો થશે નહીં પરંતુ નુકસાન પણ થશે નહીં. બાળકોના કાર્યોમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે.

નેગેટિવઃ– ખોટી મુંજવણમાં પડીને તમારો સમય ખરાબ ન કરો. ક્યારેક મુશ્કેલીઓના કારણે વાણી અને વ્યવહારમાં નકારાત્મકતા વધી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં થોડી સમસ્યાઓ સામે આવી શકે છે.

લવઃ– વ્યવસાયિક તણાવની અસર તમારા લગ્નજીવન કે ઘર-પરિવાર ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે અચાનક જ તમને કોઇ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. માત્ર અન્ય પાસેથી આશા કરવાની અપેક્ષાએ પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. વ્યવસ્થિત રીતે તમારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– આ સમયે કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ સ્થાપિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મીન

પોઝિટિવઃ– આ સમયે ઘરના રિનોવેશનને લગતાં કાર્યોની તૈયારીઓ શરૂ થશે. આજે ગ્રહ સ્થિતિ પણ તે સંકેત આપી રહી છે કે નાણાકીય યોજનાઓને લગતાં કાર્યો ઉપર પણ તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો.

નેગેટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો અને તેમની વાતોમાં પણ આવશો નહીં. બાળકોના અભ્યાસ કે કરિયરને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં વર્તમાન પરિસ્થિતિઓના કારણે હાલ નવી યોજનાઓ બનાવવા માટે સમય યોગ્ય નથી.

લવઃ– ઘરના મામલે વધારે દખલ ન કરો.

સ્વાસ્થ્યઃ– આ સમયે નકારાત્મક વાતાવરણની વચ્ચે ધૈર્ય અને સંયમ રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular