24/06/2020 જૂનનું રાશિફળ : બુધવારે ધન જાતકોએ તેમના લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહેવું, આધ્યાત્મ પ્રત્યે મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધશે

0
7

મેષ

પોઝિટિવઃ– આજે તમે તમારી યોગ્યતાઓ, વિષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશો જેના કારણે તમારી વાહવાહી થશે અને તમને પોઝિટિવ પરિણામ હાંસલ થશે. કોઇ જમીન સંબંધિત ખરીદારીનું કાર્ય પણ આજે સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ મામલે વધારે દખલઅંદાજી કરવાથી તમારી બદનામી થઇ શકે છે.

લવઃ– પ્રેમ પ્રસંગમાં અંતર જાળવી રાખવું.

વ્યવસાયઃ– બોસ કે અધિકારી સાથે કોઇ વિવાદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- એલર્જી કે ગરમી સંબંધિત કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આજે તમારી પ્રતિભા અને યોગ્યતા લોકો સામે આવશે અને તમારા દુશ્મન પણ તમારા ઉપર સફળતા અને વિજય પ્રાપ્ત કરશે. સાંસારિક કાર્યોમાં તમને માન-સન્માન પણ મળશે.

નેગેટિવઃ– તમને સતત એવી સલાહ આપવામાં આવે છે કે, ગુસ્સો અને આક્રોશ ઉપર કાબૂ રાખો, અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહમાં તમારું કામ ખરાબ થઇ શકે છે.

લવઃ– પ્રેમ પ્રસંગ બદનામીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાય અને કારોબારમાં વધારે મહેનતની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બદલાવની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડશે.

મિથુન

પોઝિટિવઃ– જો તમે સ્વયં અથવા પરિવાર સાથે સંબંધિત કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાની યોજના બનાવી રહ્યા છો તો તરત અમલ કરો. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– સંતાનની આદતો અને દિનચર્યાનું વિશેષ ધ્યાન રાખો. માતા-પિતા કે ઘરના કોઇ વરિષ્ઠ સભ્યોને સ્વાસ્થ્ય સંબંધિત કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– પ્રેમ પ્રસંગોમાં કોઇ પ્રકારના તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં પોતાના સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– વડીલોની કૃપા અને આશીર્વાદ તમારા ઉપર રહેસે. તમારું માન-સન્માન જળવાયેલું રહેશે. તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારે મહેતન કરવી પડી શકે છે.

નેગેટિવઃ– નેગેટિવિટીના કારણે ક્યારેક પરેશાનીઓ વધી શકે છે. ખોટાં કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ બની શકે છે. આ સમયે તમારે તમારું બજેટ જાળવીને ચાલવું પડશે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

વ્યવસાયઃ– વેપારની વિસ્તારની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપી શકશો નહીં.

સિંહ

પોઝિટિવઃ– ખોટા ખર્ચને રોકવા માટે એક સંતુલિત અને ટકાઉ બજેટ બનાવો. જો તમે વાહન ખરીદવાનો કોઇ પ્લાન બનાવી રહ્યા છો તો તમે  તેના ઉપર અમલ કરી શકો છો.

નેગેટિવઃ– તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું પડશે. કોઇ ઉપર જરૂરિયાત કરતાં વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

લવઃ– પ્રેમ સંબંધમાં સમય વ્યર્થ કરશો નહીં.

વ્યવસાયઃ– વેપાર વિસ્તારની યોજનામાં મુશ્કેલીઓ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– સંતાનના કરિયરમાં શિક્ષા સંબંધિત ચિંતાનું સમાધાન થવાથી મનમાં પ્રસન્નતા રહેશે તથા બુદ્ધિ અને હોશિયારીથી તમે તમારું કાર્ય પૂર્ણ કરી લેશો.

નેગેટિવઃ– સોશિયલ મીડિયાથી આજે થોડું અંતર જાળવી રાખો. અનુચિત કાર્યો, બે નંબરના કાર્ય તથા ખરાબ લોકોથી દૂર રહો.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

વ્યવસાયઃ– કારોબાર તથા વેપારમાં સફળકા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઇ અનુભવાશે.

તુલા

પોઝિટિવઃ– તુલા રાશિના વ્યક્તિ સુખ-દુઃખ, લાભ-હાનિ, શુભ-અશુભ દરેક પક્ષમાં સંતુલન જાળવી રાખો. તમારો આ દૃષ્ટિકોણ અને ઉત્તમ વિચાર આગળ વધવામાં તમારી મદદ કરશે.

નેગેટિવઃ– કોર્ટ કે સરકારી મામલે જે છેલ્લાં કેટલાંક સમયથી અટવાયેલાં હતાં કે હવે ગતિ પકડી શકે છે. આજે કોઇ દસ્તાવેજ ઉપર વાંચ્યા વિના હસ્તાક્ષર કરશો નહીં.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વ્યવસાયઃ– કારોબારમાં રોકાણ સંબંધિત વિચાર કરી શકો છો.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– જે શુભ સમાચારને પ્રાપ્ત કરવા માટે તમે ઘણાં સમયથી આતુર હતાં તે આજે મળી શકે છે. યોજનાબદ્ધ રીતે બધા કાર્યો કરતાં રહો. આ સમયે તમને ફાયદો થશે.

નેગેટિવઃ– રૂપિયાના મામલે કોઇ ઉપર વિશ્વાસ કરશો નહીં અને કોઇ વ્યક્તિની વાતોમાં આવી જવું નહીં. આ સમયે બધા લોકો સાથે સારા સંબંધ જાળવીને ચાલો.

લવઃ– પ્રેમ સંબંધમાં કોઇ ગેરસમજની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં પ્રોડક્શન સાથે માર્કેટિંગ ઉપર પણ ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન

પોઝિટિવઃ– તમારા લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર રહો. આજે તમારા બધા જ કામ યોગ્ય રીતે સંપન્ન થઇ જશે. ધર્મ અને આધ્યાત્મ પ્રત્યે તમારા મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ વધશે.

નેગેટિવઃ– નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. તમે કોઇ એવું કામ પણ કરશો જેનાથી તમારી આલોચના  થઇ શકે છે.

લવઃ– સંતાનનો જિદ્દી વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક કાર્યોને ગતિ આપવા માટે તમે પ્રયાસ કરતાં રહો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ– જો કોઇ પાસેથી રૂપિયા ઉધાર લીધા છે તો આજે તેને ચૂકવી શકો છો. દિવસ શાંતિપૂર્ણ પસાર થશે. આજે કોઇ ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– સામાજિક અને રાજનૈતિક કાર્યોથી અંતર જાળવી રાખો નહીંતર કોઇ પ્રકારની બદનામી મળવાની સંભાવના છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

વ્યવસાયઃ– કામકાજને ગંભીરતાથી લેવું.

સ્વાસ્થ્યઃ– આજે તણાવની સ્થિતિ બની શકે છે.

કુંભ

પોઝિટિવઃ– સંતાનના શિક્ષા સંબંધિત કોઇ કાર્ય સંપન્ન થવાથી પ્રસન્નતા બની રહેશે. ઇચ્છિત શિક્ષણ સંસ્થામાં એડમિશન મળવાની સંભાવના છે. પારિવારિક સંબંધોમાં તણાવ રહેશે.

નેગેટિવઃ– રૂપિયાની લેવડ-દેવડના મામલે કોઇ ઉપર વિશ્વાસ કરશો નહીં. કોઇ સંબંધી પાસેથી અપ્રિય સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– જીવનસાથી તમને વિપરીત પરિસ્થિતિઓમાં સાથ આપશે.

વ્યવસાયઃ– શેરબજાર, સટ્ટા વગેરે સાથે જોડાયેલાં લોકોએ સાવધાની રાખવી.

સ્વાસ્થ્યઃ– કોઇ જૂનો રોગ ફરી થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– આજે તમે પારિવારિક અને વ્યાવસાયિક ગતિવિધિઓની વચ્ચે સંતુલન જાળવી રાખો. તમારો આ સ્વભાવ તમારા માટે ઉન્નતિના માર્ગ પ્રશસ્ત કરશે.

નેગેટિવઃ– વિદ્યાર્થી આશા અને મહેતનના વિપરીત પરિણામ મળવાથી તણાવમાં રહેશે. ધનના રોકાણ સંબંધિત નિર્ણયમાં પણ વિચાર કરવાં પડશે.

લવઃ– પ્રેમ પ્રસંગોના અવસર તો પ્રાપ્ત થશે પરંતુ અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ– આર્થિક લાભ અને નફો વધશે તો પાર્ટનર સાથે તણાવ અને વિવાદ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– આજે વાહનનો પ્રયોગ કરશો નહીં.