25/06/2020 જૂનનું રાશિફળ : ગુરુવારે કન્યા જાતકોએ પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું, પિતાની સલાહ લેવી લાભદાયક રહેશે

0
9

મેષ

પોઝિટિવઃ– થોડાં દિવસથી તમે ઘરની બહારની ગતિવિધિઓને યોગ્ય રીતે વ્યવસ્થિત કરવામાં જોડાયેલાં હતાં. આજે બપર પછી તમે તમારા બધા જ કામ પૂર્ણ થઇ શકશે. ધૈર્ય રાખવું.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમે તમારી અંદર એક અજાણ્યો ભય અનુભવ કરી રહ્યા છો. પરિવાર અને કસરત બંનેને લઇને કોઇ પ્રકારની ચિંતા કરશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

વ્યવસાયઃ– વેપાર માટે સમય શુભફળયદાયી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– થોડાં સમયથી તમે તમારી આસપાસની ગતિવિધિઓમાં વ્યસ્તતાના કારણે તમારા પોતાના ઉપર ધ્યાન આપી રહ્યા નથી. પરંતુ આજે બધા કામ ઘરમાં રહીને વ્યવસ્થિત રૂપે પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ– ઘરમાં વધારે ટક-ટક કરવાના કારણે વાતાવરણ ખરાબ થઇ શકે છે. ઘરમાં વધારે હસ્તક્ષેપ કરશો નહીં અને પોતાના કામ ઉપર ધ્યાન આપવું.

લવઃ– ઘરમાં વધારે હસ્તક્ષેપ જીવનસાથી સાથે તમારા સંબંધને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોના ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– મિથુન રાશિના સ્વામી બુધની રાશિમાં જ સ્થિતિ તમને વ્યાવહારિક રૂપથી બળ પ્રદાન કરી રહી છે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. ધન સંબંધિત કોઇપણ કાર્યને દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારો અહંકાર તમારા બનતાં કાર્યોમાં વિઘ્ન ઊભું કરી શકે છે. તમે તમારા વ્યવહારમાં નિયંત્રણ રાખો.

લવઃ– આજે તમે પરિવારના સુખ માટે થોડાં ખર્ચનું બજેટ બનાવ્યું છે જેનાથી ઘરનું વાતાવરણ શુભ રહેશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં તમે જે નવું કામ શરૂ કર્યું છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક થઇ જશે.

કર્ક

પોઝિટિવઃ– આજે જલ્દી જ બધા મહત્ત્વપૂર્ણ કામ શરૂ કરી દો. બપોર પછી ધનદાયક સ્થિતિઓ બની શકે છે. કોઇ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ પણ મળી શકશે. ભાગ્ય તમને સાથ આપશે.

નેગેટિવઃ– ક્યારેક તણાવ અથવા પોતાની મનમાનીના કારણે થોડી પરિસ્થિતિઓ વિપરીત થઇ જશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સાથે સંબંધિત કાર્યોમાં આજે લાભ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

સિંહ

પોઝિટિવઃ– થોડાં સમયથી ચાલી રહેલાં ખર્ચમાં વધારામાં આજે સ્થિરતા આવશે તથા પ્રત્યેક કાર્યનો ઉકેલ શોધવામાં તમે સક્ષમ રહેશો. આજે અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

નેગેટિવઃ– કોઇની વાતોમાં આવીને તમે તમારી કોઇ યોજનાને ખરાબ કરી શકો છો. જેના કારણે તણાવની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે બધી જ ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય નબળું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– ધન સંબંધિત બધા કાર્ય દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લેવાં. તમે તમારી અંદર એક નવી ઊર્જા અનુભવ કરશો, તેનો સદુપયોગ કરો. પિતાની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસ તમારા માટે થોડી પરેશાનીઓ ઉત્પન્ન કરી શકે છે. આજે તમે વિચારોમાં લીન થઇ શકો છો. આજે પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું

લવઃ– કામ વધારે હોવાથી જીવનસાથીને અને પરિવારજનોને વધારે સમય આપી શકશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે તમને તમારી મહેનતનું પોઝિટિવ પરિણામ મળવાનું છે. પરિવારના કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી તમારી થોડી સમસ્યાઓનું નિદાન થઇ શકશે.

નેગેટિવઃ– કોઇ જૂની નેગેટિવ વાતો આજે ફરી કરશો નહીં. આજે ધન સંબંધિત કોઇ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે.

લવઃ– આજે તમે તમારી સમસ્યાઓ સાથે સંબંધિત મામલાઓમાં જીવનસાથીની સલાહ લેશો તો સારું રહેશે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વેપારમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજકાલ તમે તમારી ભાવુકતા ઉપર કંટ્રોલ કરીને સમજીવિચારીને નિર્ણય લઇ રહ્યા છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજનો દિવસ તમારા માટે અતિ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ– વિતેલી કોઇ નેગેટિવ વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. આજે તમારી વસ્તુઓને સંભાળીને રાખો.

લવઃ– પ્રેમ સંબંધમાં મધુરતા બની રહેશે.

વ્યવસાયઃ– ભાગ્ય તમારા પક્ષમાં છે. વેપારમાં ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ– આજે ગુસ્સો વધારે આવી શકે છે.

ધન

પોઝિટિવઃ– કોઇપણ પરિસ્થિતિમાં તમે પોતાને ઢાળી શકશો. આજે કોઇ પ્રકારનું ધાર્મિક કૃત્ય સંન્ન થઇ શકે છે તથા થોડાં સમયથી આવી રહેલી બાધાઓનું પણ નિવારણ થઇ શકે છે.

નેગેટિવઃ– આર્થિક યોજનાઓમાં ફાયદો થશે નહીં જેથી પરેશાન થઇ શકો છો. આ સમયે તમારું ધ્યાન ઘરની થોડી સમસ્યાઓના નિવારણ કરવામાં જોડાયેલું રહેશે.

લવઃ– લગ્નજીવન ઉપર નેગેટિવ અસર પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ આજે ધીમી ચાલશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ– આજે તમે જે કાર્યની યોજના બનાવશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે તથા સમાજમાં માન-સન્માન પણ વધશે. કોઇ સંતાનની ઉપલબ્ધિ સંબંધિત સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક કોઇ કાર્યને કરતાં પહેલાં તેના અંગે વધારે વિચારવું નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

લવઃ– તમારા તણાવનો પ્રભાવ તમારા લગ્નજીવન ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપમાં કોઇ મતભેદ થવાની આશંકા છે.

સ્વાસ્થ્યઃ– ગળામાં એલર્જી થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– આજકાલ તમે સમાજ સેવા સંબંધિત કાર્યોમાં વધારે રસ લઇ રહ્યાં છો. જેના કારણે સમાજમાં તમને યોગ્ય માન-સન્માન મળશે. રાજનૈતિક કાર્યોમાં પણ સફળતા મળશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક અન્ય ઉપર વધારે વિશ્વાસ કરવાથી તમારી ધન સંબંધિત થોડી પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– ખોટા પ્રેમ સંબંધોમાં તમારો સમય નષ્ટ કરશો નહીં.

વ્યવસાયઃ– આવક સાથે-સાથે ખર્ચ થવાથી બચત થઇ શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– પેટ સંબંધિત કોઇ સમસ્યા થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– આજે તમારા વિચારોમાં ભાવુકતા વધારે રહેશે. તમે તમારો સમય મનોરંજન અને મિત્રો સાતે પસાર કરવાનું વધારે પસંદ કરશો. રોજિંદા કાર્યોની ભાગદોડથી દૂર મનોરંજન માટે થોડો સમય કાઢો.

નેગેટિવઃ– પિતા સમાન કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા થઇ શકે છે. ખર્ચ પણ વધારે થઇ શકે છે. કોઇ નિર્ણય લેવાની સ્થિતિમાં નજીકના મિત્રની સલાહ લેવી.

લવઃ– જીવનસાથી આઘાત પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– રચનાત્મક કાર્યોમાં સફળતા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.