26/06/2020 જૂનનું રાશિફળ : શુક્રવારે મેષ રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે, વૃષભ જાતકો માટે દિવસ શુભ

0
5

મેષ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને પરીક્ષામાં મન પ્રમાણે પરિણામ મળવાથી પ્રસન્નતા રહેશે. નવા સંપર્ક ભાગ્યોદયમાં મદદગાર સિદ્ધ થશે. આજે આવકના નવા સ્ત્રોત મળી શકે છે.

નેગેટિવઃ– આ સમયે તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. ભાઇઓ સાથે ચાલી રહેલો સંપત્તિનો વિવાદ આજે આગળ વધશે.

લવઃ– પ્રેમ સંબંધમાં મર્યાદાનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ગંભીરતાથી નિર્ણય લો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃષભ

પોઝિટિવઃ– આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ ઉત્તમ છે. કોઇ સંતાનના લગ્ન સંબંધિત વાત બનવાથી મનમાં પ્રસન્નતા રહેશે. કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત પણ સાર્થક સિદ્ધ થશે.

નેગેટિવઃ– આજે કોઇ સાથે ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે અને થોડાં ખરાબ લોકો તમને ફસાવવાની કોશિશ પણ કરી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વૃદ્ધિ માટે લોકોને મળવાનું થશે.

સ્વાસ્થ્યઃ– ઘરમાં વડીલોના સ્વાસ્થ્ય સંબંધિત થોડી પરેશાની થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– ઘણાં સમયથી જે કામ અટવાયેલું હતું તે આજે પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે. આજે તમે તમારું ધ્યાન કેન્દ્રિત કરો. વિદ્યાર્થીઓને પણ તેમની મહેનતનું પરિણામ મળશે.

નેગેટિવઃ– તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આર્થિક પરેશાની ઉત્પન્ન થઇ શકે છે. વ્યવહારમાં લેવડ-દેવડ સાવધાની સાથે કરો.

લવઃ– પતિ-પત્નીમાં તાલમેલ અને સામંજસ્યનો અભાવ રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં કોઇ ફાયદાકારક સોદો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયર સંબંધિત સમસ્યાનું સમાધાન થશે અને પ્રતિયોગિતામાં સફળતા મળશે. કોર્ટ સાથે સંબંધિત વિવાદનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ સંપત્તિ ખરીદવા માટે દેવુ લેવાની યોજના બની શકે છે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કાર્યોમાં ખોટા ખર્ચ થવાના યોગ વધારે છે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ બની રહેશે.

વ્યવસાયઃ– કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને વ્યવસાય આગળ વધારવાની તક મળશે.

સ્વાસ્થ્યઃ– કામકાજ અને  કઠોર મહેનતના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– આજે આશા પ્રમાણે કોઇ કામ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે અને તમે જે કામ કરવાનું વિચારી રહ્યા હતાં તે યોગ્ય રીતે પૂર્ણ થશે. રાજકીય કાર્યોમાં પણ સફળાત મળવાના યોગ છે.

નેગેટિવઃ– ભાઇઓ પાસેથી કોઇ પ્રકારે વિવાદ ચાલી રહ્યો છે તો મધ્યસ્થતાથી તે પૂર્ણ થઇ શકે છે. આજે કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

લવઃ– જીવનસાથી સાથે હળવો મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપાર અને કાર્યક્ષેત્રમાં તમારી ઉપલબ્ધિ હાંસલ થશે.

સ્વાસ્થ્યઃ– પેટનો દુખાવો થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ– આજે સમયે બધા જ કાર્યે પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે. વિવાદિત મામલાઓમાં પણ કોઇની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે. સંતાનના કરિયર સંબંધિત કોઇ ચિંતાનું નિવારણ થશે.

નેગેટિવઃ– સંતાનની કોઇ હરકતથી આજે તમે દુઃખી થઇ શકો છો. જેથી તણાવ રહેશે. આજે વાહનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરો.

લવઃ– આજે નોકરિયાત લોકોને કોઇ સમસ્યા આવી શકે છે.

વ્યવસાયઃ– આજે ઘર-પરિવાર અને કારોબાર વચ્ચે તાલમેલ જાળવી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– તમારા માતા-પિતા તથા વડીલો પ્રત્યે સ્નેહ અને શ્રદ્ધાનો ભાવ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે. તેમનો આશીર્વાદ આજે તમારા ઉપર જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– સંબંધીઓ સાથે કોઇ અપ્રિય ઘટના બની શકે છે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું નહીંતર કામ ખરાબ થઇ શકે છે.

લવઃ– ખોટાં પ્રેમ પ્રસંગોથી દૂર રહો.

વ્યવસાયઃ– રૂપિયાની લેવડ-દેવડ આજે કરશો નહીં.

સ્વાસ્થ્યઃ– કમરનો દુખાવો રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– તમારી કોઇ સમસ્યાનો ઉકેલ આજે મળશે, જેના કારણે તમે કામ ઉપર સંપૂર્ણ ફોકસ રાખી શકશો. કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર પણ તમને મળી શકે છે.

નેગેટિવઃ– આજે ખર્ચ વધારે થશે. કોઇ પ્રકારના ખરાબ કાર્યોને કરવાથી બચવું નહીંતક લાંછન લાગી શકે છે.

લવઃ– પારિવારિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે.

વ્યવસાયઃ– આજે કોઇ કાગળ ઉપર વાંચ્યા વિના હસ્તાક્ષર કરશો નહીં.

સ્વાસ્થ્યઃ– ભારે ખાનપાનથી બચવું.

ધન

પોઝિટિવઃ- કોઇપણ પ્રકારના સરકારી કામ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. વિજય તમારા પક્ષમાં છે, એટલે જે તમને યોગ્ય લાગે તે નિર્ણય લેશો તો ફાયદામાં રહેશો.

નેગેટિવઃ– આળસ કરશો નહીં. આળસના કારણે તમારા અનેક કામ ખરાબ થઇ શકે છે. આજે તમારી ઉદારતા અને ભાવુકતાનો કોઇ ફાયદો ઉઠાવી  શકે છે.

લવઃ– પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં પરિશ્રમ પ્રમાણે સફળતા મળશે નહીં.

સ્વાસ્થ્યઃ– ઘરમાં વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– આજે તમે ગજબની ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો. ભાગ્ય તમારા પક્ષમાં છે તેનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ– કોર્ટ સંબંધિત મામલાઓ તમારા હાથમાંથી સરકી જશે. આજે તમારો આક્રમક વ્યવહાર તમારા માટે લાભદાયક સાબિત થશે.

લવઃ– કોઇ સંતાનના કરિયર સંબંધિત કામ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાક લોકોના લક્ષ્ય પૂર્ણ ન થવાથી તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે તમે તમારા કર્મ અને પુરૂષાર્થના માધ્યમથી કોઇ ઉપલબ્ધિ હાંસલ કરશો. સંતાન સાથે સંબંધિત કોઇ અટવાયેલું કાર્ય પૂર્ણ થવાથી પરિવારમાં પ્રસન્નતા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ– કોઇ સંબંધિ પાસેથી અપ્રિય સમાચાર મળી શકે છે. ક્યારેક-ક્યારેક ગુસ્સા અને ઉતાવળના કારણે કોઇ ખાસ ખરાબ થઇ શકે છે.

લવઃ– પરિવાર સાથે સમય વ્યતીત કરવાથી વાતાવરણ સારું રહેશે.

વ્યવસાયઃ– અધિકારીઓ સાથે સંપર્ક આજે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણ સાથે પોતાને બચાવીને રાખો.

મીન

પોઝિટિવઃ– આજે સમાજ સેવા તથા પરોપકારના કાર્યોમાં વ્યસ્તતા બની રહેશે, કોઇ કોર્ટ સાથે સંબંધિત મામલાઓમાં પોઝિટિવ વળાંક આવશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારના ખોટાં વિવાદમાં પડશો નહીં. કોઇ ષડયંત્ર કે સાજિશ થવાની આશંકા છે. આજે વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે નહીં.

લવઃ– આજે સંબંધોમાં મધુરતા આવશે.

વ્યવસાયઃ– અધિકારી અને બોસ તમારા કામથી સંતુષ્ટ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખો