27/06/2020 જૂનનું રાશિફળ : શનિવારે કર્ક જાતકોને ધનલાભના અવસર પ્રાપ્ત થશે, સમય પક્ષમાં રહી શકે છે

0
6

મેષ

પોઝિટિવઃ– આજે તમે તમારી ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલી થોડાં નિર્ણય લેશો જેનું પરિણામ સારું મળશે. જો કોઇ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવા માંગો છો તો સમય ઉત્તમ છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો, આળસના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ સંપર્ક છૂટી શકે છે. બહારની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં. આત્મવિશ્વાસ જાળવી રાખો.

લવઃ– લગ્નસંબંધોમાં મધુરતા જળવાયેલી રહેશે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ બોસ સાથે સંબંધ ખરાબ કરવા નહીં.

સ્વાસ્થ્યઃ– આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ કરો.

વૃષભ

પોઝિટિવઃ– થોડાં દિવસોથી કામ વધારે હોવાના કારણે આજે તમે સંપૂર્ણ આરામદાયક મૂડમાં રહેશો. આજે તમારા બધા કામ ઘરેથી જ મેનેજ થઇ જશે. ધર્મ-કર્મના કાર્યોમાં પણ આસ્થા રહેશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારી વાતો અન્ય લોકો સાથે મતભેદ ઉત્પન્ન કરી શકે છે. કોઇ નશાવાળા પદાર્થોનું સેવન કરશો નહીં.

લવઃ– તમારો રોમેન્ટિક મૂડ તમારા જીવનસાથી સાથે સંબંધોને વધારે મધુર જાળવી રાખશે.

વ્યવસાયઃ– જોબમાં કોઇ પરિવર્તન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– આળસની સ્થિતિ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજકાલ તમે વધારે તણાવ ન લઇને તમારા તથા પરિવારના મનોરંજન વગેરે વાતોમાં વધારે સમય વિતાવશો. ભવિષ્ય સંબંધિત યોજનાઓ બનાવી શકશો.

નેગેટિવઃ– અતિ આત્મવિશ્વાસ અને થોડાં અહંકારની સ્થિતિ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે.

લવઃ– વિત્તીય મામલાઓમાં જીવનસાથીની સલાહ લેવી.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં પરિવર્તનના યોગ્ય પરિણામ મળશે.

સ્વાસ્થ્યઃ– થોડાં દિવસોથી તમારા ઉપર ગુસ્સો ખૂબ જ છવાયેલો રહેશે.

કર્ક

પોઝિટિવઃ– તમારું સંપૂર્ણ ધ્યાન તમારા વિત્તીય મામલાઓ ઉપર કેન્દ્રિત છે. સમય તમારા પક્ષમાં છે, જેનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો. ધનલાભના યોગ્ય અવસર બની રહ્યા છે.

નેગેટિવઃ– આજે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તેના ઉપર વિચાર કરો. તમારા થોડાં નિર્ણય ખોટાં પણ સાબિત થઇ શકે છે.

લવઃ– જીવનસાથી પાસેથી લીધેલી સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ– માર્કેટિંગ સંબંધિત કામ ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્યઃ– હળવું ભોજન કરો.

સિંહ

પોઝિટિવઃ– તમારો પોતાની કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ તમારા આત્મબળને વધારે મજબૂત બનાવશે. સામ, દામ, દંડ અને ભેદ અપનાવીને તમે બધા જ કાર્યો કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક અન્ય લોકોની વાતોમાં આવીને અથવા કોઇ હસ્તક્ષેપના કારણે તમારા નિર્ણયો ખોટાં સાબિત થઇ શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા થશે.

વ્યવસાયઃ– ભાગ્ય સાથ આપી રહ્યું નથી તેવું અનુભવાશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– તમારું કર્મ જ તમારા ભાગ્યોદયનું કારણ બનશે. જો તેનો મૂળમંત્ર તમે અપનાવી લેશો તો તમારી માટે લાભદાયક પરિસ્થિતિઓ બનશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અને ઈગો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારી ઊર્જાને પોઝિટિવ રૂપમાં પરિવર્તિત કરીને ઉપયોગ કરશો તો ફાયદો થશે.

લવઃ– આ સમયે તમારે તમારા વ્યવહાર ઉપર કંટ્રોલ રાખવો

વ્યવસાયઃ– પ્રભાવશાળી તથા ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની મદદથી નવી ઉપલબ્ધિઓ મળશે.

સ્વાસ્થ્યઃ– મેડિટેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરો

તુલા

પોઝિટિવઃ– વડીલોના આશીર્વાદ તમને મળશે. તેમના આશીર્વાદ લેવા અને દિવસની શરૂઆત કરવી. જેટલી મહેનત કરશો તેનાથી વધારે શુભફળની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ– ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓને હળવા સ્વરૂપમાં લેશો નહીં. કોઇ ગંભીર સમસ્યા થઇ શકે છે.

લવઃ– કોઇ કારણવશ જીવનસાથી તમારા મનોબળમાં નબળાઇ અનુભવશે.

વ્યવસાયઃ– તમારા કારોબારમાં હિસાબ-કિતાબમાં પારદર્શિતા રાખો.

સ્વાસ્થ્યઃ– દુર્ઘટનાનો શિકાર બની શકો છો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે તમે તમારી કાર્યપ્રણાલીમાં જે પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હતાં, તેના માટે શુભ દિવસ છે. નજીકના ભવિષ્યમાં તમને સારું પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ– ક્યારેક આક્રમક સ્વભાવ થઇ જવાના કારણે તમારા આત્મબળમાં ઘટાડો આવી શકે છે અને તમે પોતાને નબળા અનુભવ કરી શકો છો.

લવઃ– લગ્ન સંબંધ સામાન્ય રહેશે.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિઓના કારણે વેપારમાં જે નુકસાન થયું છે તે હવે સામાન્ય થઇ જશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની તપાસ કરાવો.

ધન

પોઝિટિવઃ– આજે તમારે મોટાભાગનો સમય ઘરની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં વ્યતીત કરવો પડશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમે પોતાને અસહાય અનુભવી શકો છો. બાળકો સાથે સંબંધિત સમસ્યાના કારણે પરિવારમાં તણાવ રહેશે.

લવઃ– તણાવના કારણે જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં ઉતાર-ચઢાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટ ખરાબ થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– તમારું યોજનાબદ્ધ રીતે કાર્ય કરવું, તમારા બધા કાર્યોને સંપન્ન કરશે. વધારે વિચારોમાં સમય વ્યતીત કરશો નહીં.

નેગેટિવઃ– આજે કોઇ પ્રકારની માનહાનિ થવાની સંભાવના છે. તમારા અંદરની ઊર્જામાં ઘટાડો અનુભવ કરશો.

લવઃ– પ્રેમ સંબંધોમાં વધારે ઘનિષ્ઠતા આવશે.
વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિઓને કોઇ મહત્ત્વપૂર્ણ ઓથોરિટી મળશે.
સ્વાસ્થ્યઃ– આજે હળવો તાવ આવશે.

કુંભ

પોઝિટિવઃ– કુંભ રાશિના લોકોએ પોતાના મહત્ત્વપૂર્ણ નિર્ણય બપોર પછી લેવાં. તે સમયે તમારા માટે ધનદાયક પરિસ્થિતિઓ બનશે.

નેગેટિવઃ– ધન આવવાની સાથે-સાથે ખર્ચ વધારે રહેશે. બાળકોની સમસ્યાઓ સાંભળો.

લવઃ– પરિવારના લોકોનો સહયોગ મળશે.

વ્યવસાયઃ– વેપાર સંબંધિત કોઇપણ નવો નિર્ણ સ્થગિત જ રાખો.

સ્વાસ્થ્યઃ– તણાવ જળવાયેલો રહેશે.

મીન

પોઝિટિવઃ– તમારું ભાગ્ય તમારા પક્ષમાં છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. નજીકના મિત્રો દ્વારા તમને કોઇ શુભ સૂચના મળી શકે છે. જેના કારણે તમે તમારી અંદર પોઝિટિવ ઊર્જા અનુભવશો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક અગ્રેસિવ થઇ જવું તમારા માટે નેગેટિવ સાબિત થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું રહેશે.

વ્યવસાયઃ– નજીકના ભવિષ્યમાં ધીમે-ધીમે બધું જ સામાન્ય થઇ જશે.

સ્વાસ્થ્યઃ– આયુર્વેદ અપનાવો.