28/06/2020 જૂનનું રાશિફળ : રવિવારનો દિવસ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે શુભ રહેશે, સારી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકશે

0
5

મેષ

પોઝિટિવઃ– તમારી યોગ્યતા અને ક્ષમતાનું ભરપૂર પોઝિટિવ પરિણામ મળવાનું છે. જમીન અને વાહનની ખરીદારી સંબંધિત કોઇ દેવું લેવાની યોજના બનાવી શકો છો.

નેગેટિવઃ– સામાજિક ક્ષેત્રમાં તમારી બદનામી થવાના યોગ બની રહ્યા છે. ટેક્સ સંબંધિત કાર્યના પેપરનું કામ આજે પૂર્ણ કરી લો.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરે.

વ્યવસાયઃ– વેપાર અને કામકાજને લઇને કરવામાં આવતી યોજનાઓ ભવિષ્યનો રસ્તો ખોલશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન વ્યવસ્થિત જાળવી રાખો.

વૃષભ

પોઝિટિવઃ– કોઇ સામાજિક મામલે તમારો સહયોગ તમારા માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરશે. તમારી યોગ્યતા અને પ્રતિભા ખુલીને લોકો સામે આવશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ– ઉતાવળ અને અતિ આત્મવિશ્વાસથી બચવું. તમારા ગુસ્સા અને આવેશ ઉપર પણ કાબૂ રાખો. આ સમયે તમારી પારિવારિક સુખ-શાંતિ પ્રભાવિત થઇ શકે છે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જાળવી રાખવા માટે સહયોગ અતિ જરૂરી છે.

વ્યવસાયઃ– આજીવિકા સંબંધિત નવી-નવી ઉપલબ્ધિઓની રાહ જોવો

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– વેપાર અને સંપત્તિ સાથે સંબંધિત ચાલી રહેલો કોઇ વિવાદ કોઇની મધ્યસ્થતાથી ગુંચવાઇ શકે છે. બધા સાથે મૃદુભાષી અને ઉદારવાદી દૃષ્ટિકોણ રાખો.

નેગેટિવઃ– ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. સંતાનના લગ્નજીવન સાથે સંબંધિત કોઇ ચિંતા ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– દાંપત્ય સંબંધોમાં કોઇ તણાવની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– વેપાર અને કારોબારમાં એક-એક પગલું જાળવીને રાખો.

સ્વાસ્થ્યઃ– પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– જમીન સંબંધિત રોકાણ કરવાના ઉત્તમ યોગ બની રહ્યા છે. તેના માટે આજે સંપૂર્ણ પ્લાનિંગ કરો. વિદ્યાર્થીઓનું લક્ષ્ય પ્રત્યે પૂર્ણ રૂપથી એકાગ્ર ચિત્ત રહેવું ઉન્નતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ– કોઇ સંબંધિ સાથે દુર્ઘટના ઘટી શકે છે તથા કોઇ અપરિચિત અને અજાણી વ્યક્તિને રૂપિયા ઉધાર આપશો નહીં. વાહન ચલાવતી સમયે સાવધાની જાળવો.

લવઃ– પ્રેમ પ્રસંગ બદનામીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં વિસ્તારની યોજના બની શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર સાથે સંબંધિત બીમારીની તપાસ કરાવો.

સિંહ

પોઝિટિવઃ– તમારા થોડાં સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થઇ શકે છે. તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ ઉપર જ કેન્દ્રિત કરો. કોઇ સંબંધી પાસેથી શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ખોટા ખર્ચમાં કટોતી કરીને એક સંતુલિત બજેટ બનાવવું અતિ જરૂરી છે. આજે તમારી કોઇ ગુપ્ત વાત ઉજાગર થઇ શકે છે.

લવઃ– જીવનસાથીનો પોઝિટિવ સહયોગ તમને મળશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા કર્મચારીઓ તમારા ઉપર હાવી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ખરાબ આદતો અને સંગતથી અંતર જાળવી રાખો.

કન્યા

પોઝિટિવઃ– કન્યા રાશિના લોકો વ્યવહાર કુળશ રહેશે. તમારી યોગ્યતાનો ઉપયોગ તમારી ગતિવિધિઓમાં કરો, સફળતા મળશે. રાજનીતિ અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક ફાયદાકારક રહેશે.

નેગેટિવઃ– ભાઇઓ અને સંબંધિઓ સાથે સંપત્તિ સંબંધિત વિવાદ વધી શકે છે. કોઇ મધ્યસ્થીના કારણે વિવાદ ઉકેલાઇ જશે.

લવઃ– આજે તમે જીવનસાથીને સમય આપી શકશો નહીં.

વ્યવસાયઃ– સરકારી કર્મચારી પોતાના કાર્ય પ્રત્યે પ્રામાણિક રહે

સ્વાસ્થ્યઃ– સ્વભાવમાં ગુસ્સો વધી શકે છે.

તુલા

પોઝિટિવઃ– તમારા કાર્યોની પૂર્તિ માટે તમે જે સમયની રાહ જોઇ રહ્યા હતાં તે હવે પૂર્ણ થઇ જશે. તમે તમારી અંદર ફરીથી ઊર્જા એકત્રિત કરીને આત્મવિશ્વાસ વધારી શકશો.

નેગેટિવઃ– મિત્રો અને પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવાના અણસાર છે. આ સમયે તમારે તમારા આક્રમક સ્વભાવથી બચવું જોઇએ.

લવઃ– જીવનસાથીની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિએ પોતાનું કામ ધ્યાનથી કરવું.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– લેખન વગેરે સાથે જોડાયેલાં વ્યક્તિઓએ પોતાના કોઇ લેખના કારણે સન્માન પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી ઉપલબ્ધિ મળવાના યોગ છે.

નેગેટિવઃ– કોઇ વસ્તુની ચોરી થવાની કે ખોવાઇ જવાની સંભાવના છે. તમારા સામાનનું ધ્યાન રાખો. આ સમયે નુકસાનના યોગ બની શકે છે.

લવઃ– ઘર-પરિવાર સંબંધિત કોઇપણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે કાર્યોમાં મુશ્કેલી વધી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમે મન અને શરીરથી ખૂબ જ થાક અનુભવશો.

ધન

પોઝિટિવઃ– આજે તમે રોજિંદા જીવનથી અલગ થોડો સમય પોતાના ઉપર વ્યતીત કરવાનું વિચારી રહ્યા છો.

નેગેટિવઃ– પરિજનોના કાર્યોમાં વધારે હસ્તક્ષેપ કરશો નહીં. તમારું વધારે ટક-ટક પરિવારમાં પરેશાની ઊભી કરી શકે છે.

લવઃ– તમારા સ્વભાવને સુધારી સંબંધને મધુર બનાવો.

વ્યવસાયઃ– આર્થિક રોકાણના મામલે તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

સ્વાસ્થ્યઃ– નેગેટિવ વિચારોની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડશે.

મકર

પોઝિટિવઃ– કોઇ અટવાયેલું પેમેન્ટ આવી જવાથી મન ખુશ રહેશે. થોડાં સમયથી તમે જે કાર્યો કરવાની યોજના બનાવી રહ્યા હતાં. આજે તેને અંજામ આપવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– મામા પક્ષથી કોઇ પ્રકારની ગેરસમજ ઊભી થઇ શકે છે. તમારી સ્પષ્ટવાદિતા અને જિદ્દી સ્વભાવના કારણે તમે કોઇ સ્થાને માત ખાઇ શકો છો.

લવઃ– ઘરમાં કોઇ સમસ્યાને લઇને ચિંતાનું વાતાવરણ રહેશે.

વ્યવસાયઃ– મિત્રો અને સહયોગીઓ વચ્ચે માન-સન્માન વધશે.

સ્વાસ્થ્યઃ– થાક રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે તમે વ્યવહારિક રૂપથી જે નિર્ણય લેવા માંગો છો તેમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. તમે આજે તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિ દ્વારા કોઇ ગેરસમજ ઊત્પન્ન કરવાથી પરેશાની આવશે. અફવાહ ઉપર ધ્યાન આપશો નહીં. પાડોસીઓ સાથે વિવાદ થઇ શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

વ્યવસાયઃ– તમારા સંપર્ક વધારવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે ધનના રોકાણ સંબંધિત થોડી યોજનાઓ સફળ થશે અને જો કોઇ પોલિસી પૂર્ણ થઇ ગઇ છે તો તે રૂપિયાનું પ્રોપર્ટીમાં રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ– કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે વિચાર જરૂર કરો. કોઇપણ પ્રકારની ઉતાવળ કે બેદરકારી નુકસાનદાયક રહેશે.

લવઃ– પરિવારમાં નેગેટિવ વાતાવરણ રહેશે.

વ્યવસાયઃ- વ્યાવસાયિક મામલે થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે લેશો નહીં.

સ્વાસ્થ્યઃ– ગેસની સમસ્યા રહેશે.