Saturday, October 16, 2021
Home29/06/2020 જૂન નું રાશિફળ : સોમવારે કર્ક જાતકોને શુભ સમાચાર મળશે, મકર...
Array

29/06/2020 જૂન નું રાશિફળ : સોમવારે કર્ક જાતકોને શુભ સમાચાર મળશે, મકર રાશિ માટે દિવસ પક્ષમાં રહેશે

મેષઃ-

પોઝિટિવઃ– આજે તમારી સફળતા તમારી રણનીતિ તથા પ્લાનિંગ ઉપર નિર્ભર કરે છે. પરિશ્રમ દ્વારા ધન એકઠું કરવાના નવા સ્ત્રોત બનશે. તમારો ઉત્સાહ અને જોબ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– ધન આગમન સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. ધન રોકાણ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. જમીનની ખરીદારી સંબંધિત કાગળ ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– પારિવારિક તથા વ્યવહારિક જીવનમાં તાલમેલ જાળવો
વ્યવસાયઃ– વેપાર વિસ્તારની યોજના ઉપર વિચાર કરો
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યના મામલે બેદરકારી કરશો નહીં.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– કોઇ સામાજિક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવાથી સમાજમાં તમારું માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમારી યોગ્યતા અને પ્રતિભા લોકો સામે આવશે.

નેગેટિવઃ– ગુસ્સા અને આવેશ ઉપર કાબૂ રાખો. ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે તમારું કોઇ કામ ખરાબ થઇ શકે છે.

લવઃ– જીવનસાથી સાથે હળવો વિવાદ થઇ શકે છે.
વ્યવસાયઃ– નોકરીમાં સ્થાળાંતરણની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવો.

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ– રાશિ સ્વામી બુધ તમને વ્યાવહારિક ગુણોમાં નિખાર લાવવા માટે અદભૂત શક્તિ પ્રદાન કરી રહ્યું છે. રાહુ પણ તમારી કલ્પના શક્તિને વધારી શકે છે.

નેગેટિવઃ– આ સમયે તમારે તમારા ઈગો ઉપર કાબૂ રાખવો પડશે. ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી માટે ડોક્ટર પાસે જવું પડી શકે છે.

લવઃ– કામ સાથે-સાથે પોતાના પરિવાર માટે પણ સમય કાઢો
વ્યવસાયઃ– વ્યવસાયના ક્ષેત્રમાં આવકના સ્ત્રોત ઓછાં રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– પરિવારમાં કોઇ સંતાન સંબંધિત શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. જો કોઇ પોલિસી મેચ્યોર થઇ છે તો તરત જ પ્રાપ્ત ધનને કોઇ સ્થાને ઇન્વેસ્ટ કરી દો.

નેગેટિવઃ– કામ વધારે હોવાના કારણે સ્વભાવમાં ગુસ્સો રહેશે. જેના કારણે કોઇ નજીકના મિત્ર અથવા સંબંધિઓ સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ બની શકે છે.

લવઃ– તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સાથ તમને મળશે.
વ્યવસાયઃ– આજના દિવસની શરૂઆતમાં બધા જ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો.
સ્વાસ્થ્યઃ– માનસિક થાક રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– જો કોઇ જમીન સંબંધિત ખરીદારીની યોજના ચાલી રહી છે તો આજે તેને અંજામ આપવાનો યોગ્ય સમય છે. યોજનામાં કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ જરૂર લેવી.

નેગેટિવઃ– કોઇ નજીકના મિત્ર અથવા સંબંધિ તમારા વિરૂદ્ધ લોકોમાં થોડી અફવાહ ફેલાવી શકે છે. તમારી યોજનાઓને ઘર સુધી જ સીમિત રાખો.

લવઃ– આજે પ્રેમ સંબંધ ઉજાગર થવાનો ખતરો રહેશે.
વ્યવસાયઃ– શેરબજારમાં અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– રાજનૈતિક અને મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્કની સીમા વધશે તથા આ સંબંધ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સંતાન સાથે સંબંધિત ચિંતાનું સમાધાન આજે સંભવ છે.

નેગેટિવઃ– ભાવુકતા અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તમારી આ નબળાઇ ઉપર કંટ્રોલ કરો. કેમ કે, અમુક લોકો તેનો ફાયદો ઉઠાવી શકે છે.

લવઃ– આજે થોડો સમય જીવનસાથી અને પરિવાર માટે પણ કાઢો.
વ્યવસાયઃ– આજે તમારા કાર્યક્ષેત્રમાં થોડી મુશ્કેલીઓ પેદા થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– આજે તમારે કોઇ જરૂરિયાતમંદ મિત્ર અથવા સંબંધીની મદદ માટે સમય કાઢવો પડશે. જો ભવન નિર્માણ સંબંધિત કોઇ કાર્ય અટવાયેલું હતું તો હવે તે શરૂ થવાની સંભાવના છે.

નેગેટિવઃ– કોર્ટ કેસ અથવા સરકારી મામલે લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યોમાં ગતિ આવશે. આજે કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં.

લવઃ– સંતાન અને તેમના મિત્રોની ગતિવિધિઓ ઉપર નજર રાખો.
વ્યવસાયઃ– નોકરીમાં ગંભીરતાથી કામ લેવું.
સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી સાથે સંબંધિત થોડી મુશ્કેલીઓ રહેશે

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો સમય છે. આળસ છોડીને પૂર્ણ ઊર્જાથી કામમાં જોડાઇ જાવ. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને તેના વ્યક્તિત્વથી તમે પ્રભાવિત થશો.

નેગેટિવઃ– રૂપિયા-પૈસા સંબંધિત કાર્ય જાતે જ કરવાં. કોઇ અન્ય વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં. કોઇ ચાલાકી તમને નુકસાન પહોંચાડી શકે છે.

લવઃ– મર્યાદિત પ્રેમ સંબંધ તમારા વ્યક્તિત્વને નિખારશે.
વ્યવસાયઃ– વેપારમાં વિસ્તારની યોજનાને ગંભીરતાથી લો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– આજે તમારા પર્સનલ કામને પૂર્ણ કરવાનો સમય છે. પેપર સંબંધિત ફાઇલને વ્યવસ્થિત કરો. પ્રોપર્ટી સંબંધિત કોઇ અટવાયેલું કાર્ય જલ્દી જ સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ તમારી યોજનાઓનો ખોટો ઉપયોગ કરી શકે છે. તમારી કોઇ મહત્વપૂર્ણ વાત કોઇ વ્યક્તિ સામે પ્રગટ કરશો નહીં.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.
વ્યવસાયઃ- વર્તમાન પરિસ્થિતિના કારણે વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સાથે સંબંધિત કબજિયાત જેવી સમસ્યા થઇ શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– જો તમે ઘરમાં કોઇ પ્રકારનું પરિવર્તન કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર વિચાર કરી શકો છો. તમારો દરેક નિર્ણય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– મોસાળમાં કોઇ વ્યક્તિ સાથે કોઇ વાદ-વિવાદ થવાની આશંકા છે જેના કારણે તમારો જિદ્દી સ્વભાવ થશે.

લવઃ– લગ્નજીવન સુખદ રહેશે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં સહયોગિઓનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે ગભરામણ જેવી પરેશાની રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– આજે તમારો મોટાભાગનો સમય ઘરની બહાર જ વ્યતીત થશે અને તમે માર્કેટ સંબંધિત કાર્યો સમયે પૂર્ણ કરી લેશો. કોઇ પોલિસી વગેરેમાં રૂપિયાનું રોકાણ કરવું હોય તો દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની સંભાવના છે. કોઇપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિથી બચવું.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.
વ્યવસાયઃ– તમે થોડાં સમયથી તમારા કાર્યક્ષેત્રમાં વધારે મહેનત કરી રહ્યા છો.
સ્વાસ્થ્યઃ– ગરમી અને તણાવના કારણે તમે નબળાઇ અનુભવ કરશો.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– આ સમયે થોડી ભાગ્યદાયક પરિસ્થિતિ બની રહી છે. સાથે જ, પરિવારનો સહયોગ પણ તમારા આત્મબળમાં વૃદ્ધિ કરશે. વધારે લાભની આશા કરશો નહીં.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક માન-સન્માનની ઇચ્છા અને દેખાડાની પ્રવૃત્તિના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. આ સમયે તમારે એકાગ્ર ચિત્ત થઇને કામ કરવું પડશે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.
વ્યવસાયઃ– મીડિયા સાથે જોડાયેલાં લોકોને લાભ થશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments