02/07/2020 જુલાઈ નું રાશિફળ : ગુરુવારનો દિવસ કન્યા જાતકો માટે અતિશુભ રહેશે,

0
5

મેષ

પોઝિટિવઃ– આજે આખો દિવસ ઘરના કાર્યોમાં પસાર થઇ જશે. ભવિષ્ય સંબંધિત યોજનાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રહેશે તથા આર્થિક પક્ષને મજબૂત બનાવવા સંબંધિત યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– બપોર પછી કોઇ અપ્રિય અથવા અશુભ સમાચાર મળવાથી પરિસ્થિતિઓ નેગેટિવ થઇ જશે તથા બનતાં કાર્યોમાં થોડી બાધાઓ આવી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદાયી રહેશે.

વ્યવસાયઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– ઘણાં સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે તથા મનમાં રાહત મળશે. જાયદાદ સંબંધિત કાર્ય પણ સંપન્ન થવાની સંભાવના છે.

નેગેટિવઃ– ભાડુઆત સંબંધિત કોઇ મામલે કોઇ વાદવિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. આજે કોઇને ઉધાર આપશો નહીં.

લવઃ– આર્થિક સ્થિતિમાં સુધાર આવવાથી પરિવારમાં શોપિંગ સંબંધિત યોજનાઓ બનશે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો પોતાનું સ્થાળાંતરણ ગમતી જગ્યાએ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– માંગલિક કાર્ય સંબંધિત ખરીદારીની યોજના બની શકે છે અને તમે વસ્તુની ગુણવત્તા ઉપર વધારે ધ્યાન આપશો. પારિવારિક અવ્યવસ્થા દૂર કરવા માટે તમે આકરી મહનેત કરશો.

નેગેટિવઃ– સંતાન સંબંધિત કોઇ ચિંતા રહેશે. સાથે જ, કોઇ અશુભ સમાચાર મળશે જેના કારણે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– પરિવારમાં બધા સભ્યોને એકબીજાનો સહયોગ રહેશે.

વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિએ પોતાના કામ ઉપર વધારે ધ્યાન આપવું.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્ક

પોઝિટિવઃ– આજે તમે ઉત્સાહથી પરિપૂર્ણ રહેશો. સમય પરિવારની દેખરેખ સાથે હસી-મજાકમાં અને મનોરંજનમાં વ્યતીત થશે. ઘરમાં મહેમાનોના આવવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– ખર્ચના મામલે વધારે દરિયાદિલી રાખશો નહીં, નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવું પડશે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું રહેશે.

વ્યવસાયઃ– વર્તમાન વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રમાં પણ રસ લેવાનું શરૂ કરો.

સ્વાસ્થ્યઃ– કોઇપણ જોખમી કાર્ય કરવાથી બચવું.

સિંહ

પોઝિટિવઃ– આજે કોઇ વરિષ્ઠ વ્યક્તિના માર્ગદર્શન અને સલાહ દ્વારા તમારા બધા કામ પૂર્ણ થઇ જશે. સાથે જ, તમે જે કોઇ કામ કરવાનું નક્કી કરશો તેને પૂર્ણ કરીને જ રહેશો.

નેગેટિવઃ– ખરાબ આદતો અને ખરાબ લોકોથી અંતર જાળવી રાખો. આ સમયે તમારા માટે કોઇ અફવાહ ફેલાવી શકે છે.

લવઃ– કોઇ પ્રિય વ્યક્તિની અનહોનીની સૂચના મળી શકે છે.

વ્યવસાયઃ– નોકરીમાં પણ નવા અવસર અને ઓફરની તમને પ્રતીક્ષા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો નહીં.

કન્યા

પોઝિટિવઃ– સામાજિક કાર્યોમાં તથા કોઇ સમાજ સેવા સંબંધિત કાર્યમાં દિવસ વ્યતીત થશે. માન-સન્માન મળશે અને આત્મિક સુખદ અનુભતિ થશે. શુભ સમાચારની પ્રાપ્તિ પણ થશે.

નેગેટિવઃ– પારિવારિક મુદ્દા ઉપર ધ્યાન આપશો નહીં. તમે કોઇ પણ પરિસ્થિતિથી વિચલિત થશો નહીં.

લવઃ– લગ્ન ઇચ્છુક વ્યક્તિઓ માટે આજે કોઇ શુભ સમાચાર મળી શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળ ઉપર કોઇ વ્યક્તિના કારણે સમસ્યા ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– તમારી સમજણ શક્તિ દ્વારા લેવામાં આવેલાં નિર્ણય આર્થિક રૂપથી તમને સક્ષમ કરશે. આજે દિવસ રોચક સાહિત્ય અને જ્ઞાનવર્ધક પુસ્તકોના અભ્યાસમાં વ્યતીત થશે.

નેગેટિવઃ– કોઇ અજાણી અથવા અપરિચિત વ્યક્તિ સાથે રૂપિયા-પૈસાનું લેણદેણ સાવધાનીથી કરો. કોઇ જરૂરિયાતમંદ મિત્રને પણ મદદ કરતાં પહેલાં પોતાનું બજેટ ધ્યાનથી જોઇ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

વ્યવસાયઃ– સરકારી નોકરીમાં કોઇ વ્યક્તિના કારણે પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરના લોકોએ ધ્યાન રાખવું.

વૃશ્ચિક

પોઝિટિવઃ– તમે ઉપલબ્ધિઓ, પ્રતિભા અને ગરિમાના મામલામાં વિકાસ કરી રહ્યા છો અને આવનાર સમયમાં આકરી મહેનત અને પોતાની ઉપર વિશ્વાસ તમને જીવનમાં નવો માર્ગ બતાવશે.

નેગેટિવઃ– ક્લેશથી મુક્તિ મેળવો અને ગપાટા મારવાથી બચવું. તમારી પ્રોફેશનલ લાઇફ વ્યસ્ત અને તણાવપૂર્ણ રહેશે.

લવઃ– તે વિચારોનું પાલન કરવા માટે સમય સારો છે જેના વિશે તમે લાંબા સમયથી વિચારી રહ્યાં હતાં.

વ્યવસાયઃ– વિદેશી યાત્રાના નવા માર્ગ ખુલી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને થોડાં ખર્ચ કરવા પડી શકે છે.

ધન

પોઝિટિવઃ– તમારી આસપાસ એવા અનેક લોકો છે જે તમારી મદદ કરવા માટે તૈયાર છે. તમે કામમાં તમારી સમજદારીનો પ્રયોગ કરો છો. તમારી દિનચર્યાથી તમને લાભ થશે.

નેગેટિવઃ– તમે આ સમયે પોતાને અલગ પરિસ્થિતિમાં જોઇ શકો છો. તમારે આ સમયે સાવધાન રહેવાની જરૂર છે. થોડાં લોકો તમારા નેગેટિવ પક્ષને બધા સામે લાવવા માંગે છે.

લવઃ– પ્રેમાળ વ્યવહાર અને બાળકો જેવો વ્યવહાર ફાયદાકારક રહેશે.

વ્યવસાયઃ– આ સમયે કરિયરમાં પરિવર્તનની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– પિતાને સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.

મકર

પોઝિટિવઃ– નવા લોકો સાથે સમય વિતાવો, તે લોકો જે તમારા આકર્ષણથી પ્રભાવિત છે અને તમારી યોજનામાં રસ રાખે છે. નેટવર્કિંગ માટે આ સમય સમજદારીભર્યો સાબિત થશે.

નેગેટિવઃ– ચોરી કે દુર્ઘટનાના કારણે તમારા પ્રિયજન તણાવમાં રહી શકે છે. લાભ પ્રાપ્ત કરવા માટે કષ્ટોથી પસાર થવું પડી શકે છે. તમારે આ સમયે આકરી મહેનતથી પસાર થવું પડી શકે છે.

લવઃ– નવા અને રોમાંચક કાર્યો માટે આ સમય સારો નથી.
વ્યવસાયઃ– આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
સ્વાસ્થ્યઃ– શાકાહારી ભોજનનો પ્રયોગ વધારે કરો.

કુંભ

પોઝિટિવઃ– તમારે સંતોષજનક રીતે કામને સંભાળવા માટે પોતાને સુપરચાર્જ કરવાનો અવસર મળશે. કાર્યોમાં મોટી ડીલ મળવાની પણ સંભાવના છે. તમારું સામાજિક સર્કલ નિશ્ચિતરૂપે તમને અનેક સાર્થક વિકલ્પ આપશે.

નેગેટિવઃ– કરિયરમાં પણ બદલાવની સંભાવના છે. કોઇપણ પેપરવર્ક કરતાં પહેલાં આ ક્ષેત્ર સાથે જોડાયેલાં દલાલ અથવા નિષ્ણાત સાથે વાત કરી લો.

લવઃ– તમારા પ્રેમને વ્યક્ત કરવા માટે આ સમય સારો છે.

વ્યવસાયઃ– તમારા વેપારને ઉન્નતિ મળશે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવો અથવા પેટમાં દુખાવાની ફરિયાદ થશે.

મીન

પોઝિટિવઃ– આ સમય તમારી પ્રતિભાને સામે લાવવાનો પણ છે. જેમ કે, લેખન, પ્રકાશન, શિક્ષણ વગેરે. બુદ્ધિમાન અને રણનીતિકાર હોવાના કારણે તમે એવી રણનીતિનું નિર્માણ કરશો જે તમારા કામની રીતને વ્યવસ્થિત કરી શકશે.

નેગેટિવઃ– હાલ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પિતા સમાન કોઇ વ્યક્તિ અથવા સલાહકારને તમારું સમર્થન અથવા મદદની જરૂરિયાત રહેશે.

લવઃ– તમારા પ્રિય વ્યક્તિ સાથે સાધારણ સુખનો આનંદ ઉઠાવો.

વ્યવસાયઃ– આ સમય તમારા માટે ઉતાર-ચઢાવભર્યો રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.